મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક કેફેમાં હિંદુ યુવતી સાથે અશ્લીલ હરકતો કરતા મુસ્લિમ યુવકને બજરંગ દળના કાર્યકર્તાઓએ મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કરી દીધો હતો. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ તેને હિંદુ યુવતી સાથે પકડી પાડતાં તેણે પોતાનું નામ હિંદુ જણાવ્યું હતું, પરંતુ પછી આઈડી કાર્ડ તપાસતાં સત્ય હકીકત સામે આવી હતી.
બજરંગદળના કાર્યકર્તાઓએ આ મામલો લવજેહાદનો હોવાનું જણાવાયું છે. આરોપી ઈસમનું નામ ફૈઝાન હોવાનું જાણવા મળ્યું છે. આ યુવક ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને યુવતીઓ સાથે ચેટિંગ કરીને મિત્રતા કરી તેમને ફસાવતો હોવાનું પણ બહાર આવ્યું છે.
ઇન્દોરના પાટનીપુરા ખાતે તે એક કેફેમાં હિંદુ યુવતી સાથે બેઠો હતો ત્યારે બજરંગ દળ કાર્યકર્તાઓએ ત્યાં પહોંચીને તેને પકડી પાડ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા તેની ઉપર યુવતી સાથે અશ્લીલ હરકતો કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, બજરંગ દળ કાર્યકર્તાઓએ પહોંચીને યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ હિંદુ હોવાનું જણાવ્યું હતું. જોકે, શંકા જતા કાર્યકર્તાઓએ કડક થઈને પૂછ્યું અને આઈડી બતાવવાનું કહ્યું તો સત્ય સામે આવી ગયું હતું. આઈડી કાર્ડ પર તેનું નામ ફૈઝાન લખવામાં આવ્યું હતું.
ત્યારબાદ બજરંગ દળ કાર્યકર્તાઓએ યુવકને પોલીસને હવાલે કરી દીધો હતો અને યુવતીના પરિજનોને પણ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જોકે, બદનામીના ડરે યુવતી તરફથી કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં ન આવી હોવાનું અહેવાલો જણાવે છે.
અગાઉ પણ બની ચૂક્યા છે આવા કિસ્સાઓ, હિંદુ સંગઠનોએ લવજેહાદ સામે ચલાવ્યું અભિયાન
રિપોર્ટ અનુસાર, કેફેમાં હિંદુ યુવતીને લઇ જઈ અશ્લીલ હરકતો કરવાનો આ બીજો મામલો છે. આ પહેલાં પણ શહેરના એક કેફેમાં એક મુસ્લિમ યુવકને હિંદુ યુવતી સાથે પકડી પાડવામાં આવ્યો હતો. સંગઠનોએ કહ્યું કે, કેફે, ગાર્ડન વગેરે પર નજર રાખવી જોઈએ અને એવો પણ આરોપ લગાવ્યો કે રાત્રે ફરતા મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને ફોસલાવીને લઇ આવે છે.
બીજી તરફ, શહેરમાં હિંદુ સંગઠનનોના કાર્યકર્તાઓ લવજેહાદ વિરોધી અભિયાન પણ ચલાવી રહ્યા છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે શહેરમાં અનેક મુસ્લિમ યુવકો છે જેઓ હિંદુ ઓળખ આપીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને લવજેહાદને અંજામ આપે છે.