Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ યુવતીને નિકાહ અને ધર્માંતરણ માટે દબાણ કરી રહ્યો હતો અસદ, ત્રાસથી...

    હિંદુ યુવતીને નિકાહ અને ધર્માંતરણ માટે દબાણ કરી રહ્યો હતો અસદ, ત્રાસથી પીડિતાએ ઝેર ગટગટાવ્યું: ઈન્દોરનો મામલો

    આરોપી અસદ છેલ્લા 2 વર્ષથી પીડિતાને ઓળખતો હતો અને ફોન અને મેસેજ કરીને તેને પરેશાન કરી રહ્યો હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રતાડનાનો ભોગ બનેલી હિંદુ યુવતીએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે આરોપી અસદ શબ્બીર હુસૈનની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુસૈને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પીડિતાને ફસાવીને નિકાહ કરવા તેમજ ઇસ્લામ કબૂલ કરવા માટે એ હદે પ્રતાડિત કરી હતી કે તેના ત્રાસથી કંટાળીને તેણે આખરે આપઘાત કરી લીધો હતો.

    રિપોર્ટ્સ અનુસાર, મામલો ખુડેલના કાઝી પલાસીયાનો છે. જ્યાં 18 વર્ષીય મૃતક હિંદુ પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેની નજીકમાં જ રહેતો અસદ તેની સાથે મિત્રતા કરીને નિકાહ અને ધર્માતરણ માટે દબાણ કરી રહ્યો હતો. પીડિતાએ તેમ કરવાની ના પાડતા આરોપીએ તેને અને તેના પરિવારને ધાકધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ અસદના ત્રાસથી કંટાળીને તેણે મંગળવારે (18 એપ્રિલ 2023) ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

    અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આરોપી અસદ છેલ્લા 2 વર્ષથી પીડિતાને ઓળખતો હતો અને ફોન અને મેસેજ કરીને તેને પરેશાન કરી રહ્યો હતો. આ વતની જાણ પીડિતાએ તેના પિતાને કરતા તેમણે પણ આરોપીને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ આરોપી પોતાની કરતૂતો કરતો રહ્યો હતો. જે બાદ અંતે કંટાળીને પીડિતાએ પોતાને રૂમમાં બંધ કરી ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. આ બાબતની જાણ પરિવારને થતાં જ તેઓ પીડિતાને નજીકના હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેણે દમ તોડી દીધો હતો.

    - Advertisement -

    આ ઘટના સ્થાનિક હિંદુ સંગઠનોના ધ્યાને આવતા તેઓ પણ પરિવાર પાસે દોડી આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમુદાયમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિવાર અને હિંદુ સમુદાયે ખુડેલ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરરણાના આરોપો સાથે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. હાલ પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે અસદ શબ્બીર હુસૈનને આઝાદ નગરથી ઝડપી પાડયો હતો. હાલ ઈન્દોર પોલીસે અસદ વિરુદ્ધ IPC કલમ 306, 294, અને 506 અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં