Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાટ્રૂડોને ધમકી આપનારાઓની ત્વરિત ધરપકડ, પન્નુના વિડીયો પર કોઈ કાર્યવાહી નહીં: ભારતે...

    ટ્રૂડોને ધમકી આપનારાઓની ત્વરિત ધરપકડ, પન્નુના વિડીયો પર કોઈ કાર્યવાહી નહીં: ભારતે ખુલ્લાં પાડ્યાં કેનેડાનાં બેવડાં ધોરણો, હિંદુ મંદિર પર હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુના એક વિડીયોની વાત કહી રહ્યા હતા, જેમાં તેણે ભારતમૂળના એક સાંસદ ચંદ્રઆર્યને ધમકી આપી હતી.

    - Advertisement -

    કેનેડા અને ભારત વચ્ચે તણાવભર્યા રાજદ્વારી સંબંધો વચ્ચે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કેનેડાની ટ્રુડો સરકારનાં બેવડાં ધોરણો ખુલ્લાં પાડ્યાં છે. વિદેશ મંત્રાલયે અઠવાડિક પ્રેસ વાર્તા દરમિયાન કહ્યું કે, કેનેડાની સરકાર ટ્રૂડોને ઓનલાઈન ધમકી આપનાર સામે ત્વરિત કાર્યવાહી કરે છે, પરંતુ ભારતીય નેતાઓને ધમકી આપતા આતંકવાદીઓ વિરુદ્ધ કશું જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ સિવાય તાજેતરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા કેનેડાના BAPS હિંદુ મંદિર પર થયેલા હુમલા મામલે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 

    વાસ્તવમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુના એક વિડીયોની વાત કહી રહ્યા હતા, જેમાં તેણે ભારતમૂળના એક સાંસદ ચંદ્રઆર્યને ધમકી આપી હતી. વાસ્તવમાં આર્યએ મંદિર પર થયેલા ખાલિસ્તાની હુમલા સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે પન્નુ ભડકી ઊઠ્યો હતો અને ભારત પરત જતા રહેવાની ધમકી આપી હતી. 

    વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “અમે કેનેડા પાસે આશા રાખીએ છીએ કે ભારતીય નેતાઓ, સંસ્થાઓ, એરલાઇન્સ અને રાજદ્વારીઓને છાશવારે ધમકી આપતા રહેતા ભારતવિરોધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. અમારી સામે જે જોખમો છે તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. 

    - Advertisement -

    આ દરમિયાન તેમણે કહ્યું કે, તાજેતરમાં જ તેમણે સમાચાર વાંચ્યા જેમાં કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને વિડીયો મારફતે ધમકી આપનાર બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, કેનેડાએ જે રીતે ટ્રુડોના કેસમાં કાર્યવાહી કરી તે જ રીતે ભારતવિરોધી તત્વો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. 

    વિદેશ મંત્રાલયે કહ્યું કે, “અમે આ અહેવાલો જોયા છે. જ્યારે લોકતંત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદો-વ્યવસ્થા માટે જુદાં-જુદાં માપદંડો અપનાવવા માંડે છે ત્યારે પોતે જ પોતાનાં બેવડાં ધોરણો ખુલ્લાં પાડતી હોય છે.

    બીજી તરફ, ભારત સરકારે BAPS સ્વામિનારાયણ મંદિર પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “અમે કેનેડિયન સરકાર સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે. હિંસાની ટીકા કરવામાં આવે છે. જેઓ જવાબદારો છે તેમની સામે સ્થાનિક તંત્ર કડક અને ઝડપી કાર્યવાહી કરે તે જરૂરી છે. મંદિરો વિરુદ્ધ આ હુમલા વારંવાર કરવામાં આવી રહ્યા છે કે અને તેની પાછળ સ્પષ્ટ આશય છે, જે સમજવો કઠિન નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં