Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભગવાન શિવ સાથે પોતાના નવા આલ્બમ સનકમાં અશ્લિલ શબ્દો જોડવા બદલ સિંગર...

    ભગવાન શિવ સાથે પોતાના નવા આલ્બમ સનકમાં અશ્લિલ શબ્દો જોડવા બદલ સિંગર બાદશાહે માફી માંગી; કહ્યું હું ક્યારેય કોઈની લાગણીને ઠેસ ન પહોંચાડી શકું

    પંડિત મહેશ શર્મા બાદ મહામંડલેશ્વર આચાર્ય શેખર, હિંદુવાદી નેતા અંકિત ચૌબે અને ક્રાંતિકારી સંત અવધેશપુરી મહારાજે પણ આ ગીતની નિંદા કરતાં બાદશાહને જાહેરમાં માફી માંગવાનું કહ્યું હતું. ત્યારબાદ ઇન્દોરમાં પણ પરશુરામ સેના દ્વારા બાદશાહનું પુતળું સળગાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    જાણીતા સિંગર બાદશાહ જેઓ પોતાના અનોખા અંદાજ તેમજ અનોખા શબ્દ પ્રયોગ અને સ્ટાઈલને લીધે યુવાનો સાથે સારી રીતે કનેક્ટ થઇ જાય છે તેઓ એક વિવાદમાં ફસાઈ ગયા છે. બાદશાહના નવા આલ્બમ સનકમાં આવતી એક પંક્તિમાં તેણે અશ્લિલ શબ્દો સાથે ભગવાન શિવનું નામ પણ જોડી દીધું હતું. આ વાત જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ત્યારે તેમનો વિરોધ શરુ થઇ ગયો હતો.

    19 એપ્રિલ 2023ના દિવસે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પુજારી પંડિત મહેશ શર્માએ આ વાત કહી હતી કે સિંગર બાદશાહે પોતાના નવા આલ્બમ સનકના એક ગીતમાં ભોળાનાથનું નામ અશ્લિલ શબ્દો સાથે જોડી લીધું છે. પંડિતજીએ બાદશાહને ચેતવણી આપી હતી કે જો તેમણે આ પંક્તિના શબ્દો નથી બદલ્યા તો તેઓ તેમની વિરુદ્ધ FIR કરશે અને ન્યાયાલયનું શરણ લેશે.

    પંડિત મહેશ શર્મા બાદ મહામંડલેશ્વર આચાર્ય શેખર, હિંદુવાદી નેતા અંકિત ચૌબે અને ક્રાંતિકારી સંત અવધેશપુરી મહારાજે પણ આ ગીતની નિંદા કરતાં બાદશાહને જાહેરમાં માફી માંગવાનું કહ્યું હતું. ત્યારબાદ ઇન્દોરમાં પણ પરશુરામ સેના દ્વારા બાદશાહનું પુતળું સળગાવવામાં આવ્યું હતું અને ઇન્દોર પોલીસને બાદશાહ વિરુદ્ધ ફરિયાદ કરતું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જો કે પોલીસે બાદશાહ વિરુદ્ધ FIR ન નોંધતા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી અને તેને ઇન્દોર શહેરમાં ઘુસવા નહીં દેવાનું પણ કહેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    બાદશાહ જે ગીતના વિવાદમાં ફસાયો તેના શબ્દો

    બાદશાહના આ ગીતના અંતરામાં જે શબ્દો છે જેના લીધે સમગ્ર વિવાદ ઉભો થયો છે તે આ મુજબ છે, “કભી સેક્સ તો કભી જ્ઞાન બાંટતા ફિરું… ત્યારબાદ અશ્લિલ શબ્દપ્રયોગ… ગાને કે બોલ હીટ પર હીટ મારતા ફિરું… તીન-તીન રાત મૈ લગાતાર જાગતા, ભોલેનાથ કે સાથ મેરી બનતી હૈ.”

    વિવાદ વધતાં બાદશાહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને માફી માંગી છે. તેણે કહ્યું છે કે તેઓ ગીતના શબ્દોમાં ફેરફાર કરીને જુનું ગીત હટાવી દેશે. આ પોસ્ટમાં બાદશાહે લખ્યું છે કે, “મારી જાણકારીમાં આવ્યું છે કે હાલમાં જ રીલીઝ થયેલા ગીત સનકથી કેટલાક લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. મેં ક્યારેય ભૂલથી કે પછી જાણીજોઈને કોઈની લાગણીઓને આહત કરવાનું ઈચ્છીશ નહી,” બાદશાહે આગળ લખ્યું હતું કે “હું મારા આર્ટિસ્ટિક કમ્પોઝીશનને ખૂબ પેશન સાથે તમારા સામે પ્રસ્તુત કરતો  હોઉં છું. હાલમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈને હવે હવે મેં મારા ગીતના અમુક હિસ્સાઓમાં ફેરફાર કર્યો છે અને તમામ ડિજીટલ પ્લેટફોર્મ્સ પર એ ગીતને રિપ્લેસ કરી દીધું છે જેથી કોઈની પણ લાગણીને ઠેસ ન પહોંચે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં