ચીનમાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. બીજી તરફ, ભારત સરકારે પણ તૈયારીઓ કરવા માંડી છે. જે માટે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે એક બેઠક બોલાવી હતી, ઉપરાંત પીએમ મોદીએ પણ આજે એક સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન, IIT કાનપુરના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે એક દાવો કરીને રાહતના સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં BF.7થી ચીન જેવી સ્થિતિ ઉદભવશે નહીં.
પ્રોફેસરે કહ્યું કે, ભારતીયોએ કોરોનના વેરિયન્ટ BF.7થી ગભરાવાની કોઈ જરૂર નથી અને દેશના માત્ર 2 ટકા લોકોના માથે જ વાયરસથી સંક્રમિત થવાનું જોખમ છે.
@stellensatz @GyanCMehta The rapid spread of Omicron in China over the past one month has raised several questions:
— Manindra Agrawal (@agrawalmanindra) December 21, 2022
1) Why is it happening in China now after such a long time despite vaccination? [1/18]
પ્રો. અગ્રવાલે કહ્યું, “દેશના 98% લોકોએ કોવિડ માટે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે. આ વખતે ચીનમાં ફેલાયેલ ઓમિક્રોન પરિવારનો પેટા પ્રકાર BF7 રસીને બાયપાસ કરી રહ્યો છે. દેશના 2% લોકો જોખમમાં છે. જેના કારણે થોડા સમય માટે સ્થિતિ થોડી બગડી શકે છે. પરંતુ ચીન જેવી સ્થિતિ દેશમાં બિલકુલ નહીં થાય. પ્રોફેસરની કોવિડ અંગે અગાઉની ઘણી આગાહીઓ એકદમ સચોટ સાબિત થઈ હતી. પ્રો. અગ્રવાલે ગાણિતિક મોડલ ‘સૂત્ર’ના તેમના વિશ્લેષણના આધારે આ દાવો કર્યો છે.
પ્રોફેસરે એક જવાબમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીના અભ્યાસમાં જે બાબતો સામે આવી છે તે મુજબ દેશમાં નવી કોવિડ વેવ આવવાની કોઈ શક્યતા નથી. હા, લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કોવિડના તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. બાકીના દેશમાં કેસ વધ્યા પછી જ ચોક્કસ આકારણી થઈ શકે છે.
પ્રોફેસરે વધુમાં જણાવ્યું હતુ કે હાલમાં ચીનમાં ફેલાતો વાયરસ ઓમિક્રોન પરિવારનો પેટા પ્રકાર છે. અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે આ પ્રકાર રસીકરણને પણ બાયપાસ કરી રહ્યું છે. જેમણે રસીકરણ કરાવ્યું છે, તેઓએ એવું ન વિચારવું જોઈએ કે તેમને હવે કોવિડ નહીં થાય. તેમને કોવિડ હશે, પરંતુ તે જલ્દી સ્વસ્થ પણ થઈ જશે.
અત્યાર સુધી જે ગાણિતિક મોડેલ પર અભ્યાસ કર્યો છે તેના પરથી કહી શકાય કે હાલમાં દેશમાં કોવિડને કારણે ચિંતાજનક સ્થિતિ નથી. દેશના 98% લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ છે. માત્ર 2% લોકો જોખમમાં હોવાનું કહી શકાય. એટલે કે, તેમનામાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ નથી. આને કારણે, પરિસ્થિતિ થોડા સમય માટે બગડી શકે છે, પરંતુ નિયંત્રિત સ્થિતિમાં રહેશે.
અત્યાર સુધી જે અભ્યાસ સામે આવ્યો છે તે મુજબ ચીનમાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ લોકોને કોવિડ થયા પછી બહાર નીકળવાની મંજૂરી નહોતી. આ નીતિ ચીન માટે ખતરનાક સાબિત થઈ રહી છે. જ્યારે દેશમાં કોવિડમાંથી સાજા થયા પછી લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હતો. આને કારણે લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વિકસિત થઈ. આ જ કારણ છે કે દેશની 98% વસ્તીમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ છે.