Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણઇન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસને ફટકારી ₹1700 કરોડની ડિમાન્ડ નોટિસ, તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે...

    ઇન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસને ફટકારી ₹1700 કરોડની ડિમાન્ડ નોટિસ, તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે ફગાવી હતી પાર્ટીની અરજી: જાણો શું છે મામલો

    પાર્ટીનાં અમુક બેનામી નાણાકીય વ્યવહારો થયા હોવાના પુરાવાઓ મળ્યા બાદ IT વિભાગે 2014થી લઈને 2021 સુધીના સમયગાળાનું ફરીથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. જેની ઉપર કોંગ્રેસ બેબાકળી બની રહી છે. 

    - Advertisement -

    ઇન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ પાર્ટીને ₹1700 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી છે. આ ડિમાન્ડ વર્ષ 2017-18થી 2020-21 માટેના નાણાકીય વ્યવહારોને લગતી છે, જેમાં પેનલ્ટી અને વ્યાજ પણ સામેલ છે. નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે ઇન્કમ ટેક્સ વિભાગના એક આદેશ વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીએ દાખલ કરેલી અરજી ફગાવી દીધી હતી. 

    કોંગ્રેસે નોટિસ પર જવાબ આપવાને સ્થાને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આરોપ લગાવ્યો છે અને સામે ઇન્કમ ટેક્સ વિભાગને જ કહી દીધું છે કે તેઓ ભાજપ પાસેથી ₹4,600 કરોડ રૂપિયાની માંગ કરે. પાર્ટીએ ભાજપ પર ટેક્સના કાયદાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો અને આ નોટિસ વિરૂદ્ધ કાયદાકીય વિકલ્પો અપનાવવાની વાત કરી છે. 

    બીજી તરફ, ભાજપે કોંગ્રેસને ફટકાર લગાવી છે. પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “કોંગ્રેસ વિચારે છે કે તેઓ બંધારણ અને દેશના કાયદાથી પણ ઉપર છે. તેઓ માને છે કે ટેક્સચોરી કરીને, ખોટું બોલીને વિક્ટિમ કાર્ડ રમીને છૂટી જશે. સામાન્ય માણસોએ ટેક્સ આપવો પડે છે, પણ કોંગ્રેસ પોતાને VVIP સમજે છે. જ્યારે તેમની ચોરી પકડાઇ ગઇ તો ટેક્સ આપવાની ના પાડે છે.” તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાંસદના ઘરેથી 350 કરોડ મળ્યા હતા, તેમના 50 સાંસદો પાસે જ અઢળક રૂપિયા છે. તેની પાસે પૈસાની અછત નથી, પણ ઉમેદવારો અને ઇરાદાની અછત છે.”

    - Advertisement -

    શું છે મામલો?

    અહીં નોંધવું જોઈએ કે ગત 28 માર્ચના રોજ દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસની એક અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીએ ટેક્સ વિભાગ દ્વારા છેલ્લાં ચાર વર્ષની ટેક્સ રિ-એસેસમેન્ટ પ્રોસિડિંગ્સ (પુનર્મૂલ્યાંકન પ્રક્રિયા) શરૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે પ્રક્રિયામાં કોઈ પણ હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી. આ અરજીમાં કોંગ્રેસે 2014-15થી 2016-17 સુધીની રિ-એસેસમેન્ટ પ્રક્રિયાને પડકારી હતી. 

    આદેશમાં દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ઇન્કમ ટેક્સ વિભાગ પાસે લોકસભા ચૂંટણી 2019 અને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓ 2013 અને 2018 દરમિયાન કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધિત ₹520 કરોડનાં બેનામી ટ્રાન્ઝેક્શનને લગતા નક્કર પુરાવાઓ ઉપલબ્ધ છે. કોર્ટે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એસેસમેન્ટ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે (31 માર્ચ) કોર્ટમાં પહોંચી છે. 

    નોંધવું જોઈએ કે પાર્ટીનાં અમુક બેનામી નાણાકીય વ્યવહારો થયા હોવાના પુરાવાઓ મળ્યા બાદ IT વિભાગે 2014થી લઈને 2021 સુધીના સમયગાળાનું ફરીથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. જેની ઉપર કોંગ્રેસ બેબાકળી બની રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં