Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ9 લોકો ઇસ્લામ છોડીને હિંદુ ધર્મમાં પરત ફર્યા, કહ્યું- 150 વર્ષ પહેલાં...

    9 લોકો ઇસ્લામ છોડીને હિંદુ ધર્મમાં પરત ફર્યા, કહ્યું- 150 વર્ષ પહેલાં દબાણના કારણે પૂર્વજો બન્યા હતા મુસ્લિમ

    તેમના પૂર્વજોએ 150 વર્ષ પહેલાં દબાણ હેઠળ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ આ મુસ્લિમ પરિવાર સ્વેચ્છાએ હિંદુ ધર્મમાં પાછો ફર્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 9 લોકોએ ઈસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. ધર્મ પરિવર્તન કરનાર પરિવાર મૂળ સહારનપુરનો છે. તેમના પૂર્વજોએ 150 વર્ષ પહેલાં દબાણ હેઠળ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ આ મુસ્લિમ પરિવાર સ્વેચ્છાએ હિંદુ ધર્મમાં પાછો ફર્યો છે. તો બીજી તરફ ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અપનાવવા માટે કલેકટરને અરજી કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર સહારનપુરના મુસ્લિમ પરિવારે મુઝફ્ફરનગરના યોગ સાધના યશવીર આશ્રમ બાઘરામાં હિન્દુ ધર્મ અપનાવ્યો છે. આ આશ્રમમાં સ્વામી યશવીર મહારાજની ઉપસ્થિતિમાં યજ્ઞ-હવન કરાવીને પરિવારના 9 લોકોનું વૈદિક વિધિ મુજબ હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો છે. હિંદુ ધર્મ અપનાવનાર વાદીલનું નામ વિવેક સૈની, અલીસાનું નામ અનન્યા સૈની, રાબિયાનું નામ પલ્લવી સૈની, નાઝિયાનું નામ નીતુ સૈની, વારિસાનું નામ મનીષા સૈની, ગુલિસ્તાંનું નામ રવિતા સૈની, સાનિયાનું નામ નિશા સૈની, આકિલનું નામ રોહિત સૈની અને રુખસાનાનું નામ બબીતા ​​સૈની આપવામાં આવ્યું હતું.

    યોગ સાધના યશવીર આશ્રમ દેહરાના સ્વામી યશવીર મહારાજ આ બાબતે કહે છે કે, “આ તમામ લોકો પહેલા હિન્દુ સૈની હતા. પરંતુ, તેમના પૂર્વજો દબાણ હેઠળ 150 વર્ષ પહેલા મુસ્લિમ બન્યા હતા. આ લોકો લાંબા સમયથી ઈસ્લામનું પાલન કરી રહ્યા છે. હવે સનાતન ધર્મ સંસ્કૃતિને પોતાની મરજીથી સ્વીકારીને તેઓ હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે.”

    - Advertisement -

    આ પહેલા યશવીર મહારાજે આરોપ લગાવ્યો હતો કે જિલ્લાના ફુલત ગામમાં સ્થિત મદરેસામાં લોકોનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે અત્યાર સુધી લાખો હિન્દુઓનું પ્રલોભન દ્વારા ધર્માંતરણ કરવામાં આવ્યું છે. તેથી ફુલત મદરેસાની તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ. તો બીજી તરફ ઉત્તરાખંડના દેહરાદૂનના લખીબાગમાં રહેતો સઈદ અરશદ નામનો વ્યક્તિ મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવા જિલ્લા કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાંથી તેમને કલેક્ટરનો સંપર્ક કરવા જણાવાયું હતું. આ પછી કલેક્ટરને આવેદન આપતાં તેમણે સ્વેચ્છાએ હિંદુ ધર્મ અંગીકાર કરવા જણાવ્યું છે.

    આ મામલે કલેક્ટર સોનિકાનું કહેવું છે કે ધર્માંતરણની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિંદુ ધર્મ અપનાવવા માટે અન્ય અરજીઓ પણ મળી છે. તેના પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં