મંગળવારે (30 ઓગસ્ટ) કર્ણાટક હાઈકોર્ટ હુબલી-ધારવાડના ઈદગાહ મેદાનમાં મધ્યરાત્રિએ ગણેશ ચતુર્થી પૂજાની મંજૂરી આપવાના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ અશોક એસ કિનાગીની ચેમ્બરમાં મંગળવારે રાત્રે 10 વાગ્યે સુનાવણી શરૂ થઈ હતી અને મધ્યરાતે 12 વાગ્યા પહેલા કોર્ટે કેટલીક શરતો સાથે ઈદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી આપી હતી.
BREAKING: Karnataka High Court REJECTS plea by Muslim trust to disallow Ganesha Chaturthi festivities at Idgah Ground located at Hubbali-Dharwad in Bengaluru, Trust NOT entitled to benefit of Supreme Court order passed earlier
— LawBeat (@LawBeatInd) August 30, 2022
(Photo: The Hindu) pic.twitter.com/bIYg7r1sxg
કર્ણાટક હાઈકોર્ટે હુબલી-ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના હુબલી ઈદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી આપવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. મધરાત સુધી લોકો કર્ણાટક હાઈકોર્ટને આશાભરી નજરે જોતા રહ્યા. મંગળવારે વહેલી સવારે, કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુના ઇદગાહ મેદાનમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યું હતું
અરજદાર અંજુમન-એ-ઈસ્લામના વકીલે બેંગલુરુ ઈદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ સામે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. હુબલીના સંદર્ભમાં પણ સમાન આદેશની વાત કરવામાં આવી હતી.
એએજી ધ્યાન ચિનપ્પાએ રાજ્ય તરફથી હાજર થતાં કહ્યું કે બેંગલુરુ કેસ (ચાચામરાજપેટ પ્રોપર્ટી)માં પડકાર સરકારના આદેશને હતો. આ એક વિવાદાસ્પદ પ્રશ્ન છે કારણ કે વક્ફ તેના માલિકીનો દાવો સાબિત કરી શક્યું નથી. આ કિસ્સામાં તે કોઈ પ્રશ્ન નથી. આ મામલે ઘણા સમય પહેલા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વહેલી સવારે થયું ગણપતિનું આગમન
કર્ણાટક હાઈકોર્ટે હુબલી-ધારવાડ ખાતે ઈદગાહ મેદાનમાં ગણેશચતુર્થીને મંજૂરી આપવાના સત્તાધિકારીઓના નિર્ણયને માન્ય રાખ્યા બાદ અને અહીં ધાર્મિક વિધિઓને મંજૂરી આપવા માટેની પરવાનગીને પડકારતી અરજીઓ ફગાવી દીધા પછી હુબલી-ધારવાડ ખાતે ઈદગાહ મેદાનમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
Karnataka | Ganpati idol installed at Eidgah ground at Hubbali-Dharwad after Karnataka High Court upheld authorities’ decision to allow #GaneshChaturthi at Eidgah ground at Hubbali-Dharwad and rejected pleas challenging permission for allowing the rituals here. pic.twitter.com/ieafiRiIWg
— ANI (@ANI) August 31, 2022
ચામરાજપેટ ઇદગાહ મેદાન વિષે સુપ્રીમકોર્ટનો નિર્ણય
અગાઉ મંગળવારે, સુપ્રીમ કોર્ટે 400 કિમી દૂર ચામરાજપેટ ખાતે ઇદગાહની જમીનના સંદર્ભમાં યથાવત સ્થિતિનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે હાઇકોર્ટ 2.5 એકર જમીનની માલિકી અંગે નિર્ણય કરશે. તે જ સમયે, બેંગલુરુના ઇદગાહ મેદાનમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલે યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. લગભગ બે કલાક ચાલેલી સુનાવણી બાદ ત્રણ જજોનો આ નિર્ણય આવ્યો હતો.
નોંધપાત્ર રીતે, હુબલી-ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (HDMC) એ અહીંના ઇદગાહ મેદાનમાં ત્રણ દિવસ માટે ગણેશ મૂર્તિઓની સ્થાપનાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. મંગળવારે મોડી રાતે કર્ણાટક રાજકોર્ટે HDMCના એ નિર્ણયને જાળવી રાખ્યો હતો.