મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ગર્ભવતી હિંદુ મહિલા સાથે ચાર મુસ્લિમોએ મળીને ગેંગરેપ કર્યો હોવાનો ધૃણાસ્પદ મામલો સામે આવ્યો છે. જ્યારે મહિલા ગર્ભવતી હોવાનું કહીને છોડાવવા માટે આજીજી કરવા માંડી તો આરોપીઓએ કહ્યું હતું કે, ઇસ્લામમાં વધુ જ યોગ્ય છે અને હિંદુ મહિલા સાથે શારીરિક સબંધો બાંધવાથી તેમને જન્નત મળશે.
આ યુવતીની ઉંમર 19 વર્ષ હોવાનું કહેવાય છે. મે મહિનામાં ઇન્સ્ટાગ્રામ ઉપર અરબાઝ નામના એક શખ્સ સાથે તેની ઓળખાણ થઇ હતી. મહિલા નોકરીની શોધમાં હતી તે વાતની જાણ થતાં અરબાઝ તેને તેના મિત્રો પ્રિન્સ સૈયદ અને અફઝલ એડવાઈઝરીનું કામ કરતા હોવાનું કહીને તેમના થકી નોકરી અપાવવાની વાત કહી હતી.
ત્યારબાદ એક દિવસ યુવતીને અરબાઝ મળવા માટે બોલાવી હતી. જ્યાં અફઝલ પણ હતો. અફઝલે રિઝ્યુમે બનાવવાની વાત કરીને યુવતીનો મોબાઈલ નંબર લઇ લીધો હતો. થોડા કલાકો બાદ અફઝલે તેને મેસેજ કરીને તે તેને પસંદ કરતો હોવાનું કહ્યું હતું.
રિપોર્ટ અનુસાર, અઝફલે મહિલાને કહ્યું હતું કે, જો તે તેની ગર્લફ્રેન્ડ બની જશે અને જરૂરિયાતો પૂરો કરશે તો તે પણ સામે મહિલાની જરૂરિયાત પૂરી કરશે અને નોકરી પણ અપાવશે તેમજ વધારાના પૈસા પણ આપશે. ત્યારબાદ મહિલાએ અરબાઝ અને અફઝલથી અંતર બનાવી લીધું હતું.
ત્યારબાદ એક મહિના બાદ ઓગસ્ટમાં પ્રિન્સ સૈયદ નામના શખ્સનો યુવતી પર મેસેજ આવ્યો હતો અને એક જગ્યા ખાલી હોવાનું અને પગાર પણ સારો હોવાનું કહીને નોકરી માટે બોલાવી હતી. 14 સપ્ટેમ્બરે પ્રિન્સ સૈયદે કહેલા સ્થળે મહિલા પહોંચી તો તે એક કારમાં બેઠો હતો અને જેમાં અરબાઝ અને અફઝલ ઉપરાંત સૈયદ નામનો એક ડ્રાઈવર પણ હતો. તે કારમાં બેઠી ત્યારબાદ તેને સમોસા અને પાણી આપવામાં આવ્યાં હતાં.
ઑપઇન્ડિયા પાસે આ કેસની FIR નકલ ઉપલબ્ધ છે. જે અનુસાર, યુવતીએ જણાવ્યું છે કે, સમોસા ખાઈને પાણી પીતાં જ તેને ચક્કર આવવા માંડ્યાં અને બેભાન થઇ ગઈ હતી. ત્યારબાદ તેને વિજયનગરની એક કોલોની સ્થિત એક ઘરમાં લઇ જવામાં આવી અને પ્રિન્સ અને અફઝલ તેના રૂમમાં આવ્યા અને કહ્યું કે તે તેમની માંગ પૂરી કરે.
ત્યારબાદ યુવતી આજીજી કરવા માંડી અને કહ્યું કે તેઓ તેને છોડી દે કારણ કે તે ગર્ભવતી છે. યુવતીની ફરિયાદ અનુસાર, પીડિતાએ વિનંતી કર્યા બાદ અઝફલે કહ્યું હતું કે, “અમારા સમાજમાં વધુ ચાલે છે. અમે હિંદુ યુવતી સાથે સબંધ બનાવીએ તો જન્નત મળશે.” ત્યારબાદ બંનેએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીએ પતિને જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી, ચારેય પકડાયા
Indore: A pregnant woman was allegedly drugged and then gang-raped; four accused are now in police custody.
— TIMES NOW (@TimesNow) October 1, 2022
The accused had met the victim on the pretext of offering her a job.@Gurjarrrrr joins @anchoramitaw with more details.#Crime #Indore pic.twitter.com/A7pzsayQOu
ત્યારબાદ મહિલા અને તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ચારેય તેને ફરી એ જ સ્થળે છોડી ગયા હતા. મહિલાએ તેના પતિને સમગ્ર મામલે જાણ કરતાં તેમણે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
ગર્ભવતી હિંદુ મહિલા સાથે ગેંગરેપ કેસમાં પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદના આહારે પોલીસે આ મામલે આઇપીસીની કલમ 376 અને એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.