છેલ્લા કેટલાક સમયથી હિંદુ યુવતીઓ અને સગીરાઓ પર બળાત્કારના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવા જ એક વધુ કિસ્સામાં કપડવંજમાં 12મું ભણતી હિંદુ સગીરા પર મુસ્લિમ યુવાને બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તે છે કે બળાત્કાર કરનાર આરોપી પણ સગીર વયનો છે અને તે પીડિતા સાથે જ અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા પર સંપર્ક કરીને સામાન્ય વાત કરતા સહપાઠી પર ભરોસો કરીને સગીરા જયારે તેને મળવા ગઈ ત્યારે આરોપી મુસ્લિમ સગીરે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
મળતી માહિતી અનુસાર કપડવંજની એક શાળામાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી હિંદુ સગીરા સોશિયલ મીડિયા પર તેની જ શાળામાં 11માં ધોરણમાં ભણતા મુસ્લિમ સગીર સાથે પરિચયમાં આવી હતી. ચેટીંગ સાઈટ પર બંને એકબીજાની અવારનવાર સામાન્ય વાતચીત કરતા રહેતા હતા જેનો લાભ લઈ મુસ્લિમ સગીરે હિંદુ સગીરા પર બળાત્કાર આચરવાનો કારસો ઘડી કાઢ્યો હતો. જેના માટે આરોપી કિશોરે તેના જ મિત્રના પિતાની બંધ ઓફિસમાં પીડિતાને લઇ જઈ તેની આબરૂ લુંટી હતી.
કપડવંજમાં હિંદુ સગીરા પર બળાત્કાર ગુજારવાની આ ઘટનામાં આરોપીએ મેં મહિનાની 16 તારીખે પીડિતાને સોશિયલ મીડિયામાં મેસેજ કરીને અભ્યાસ અર્થે ચર્ચા કરવાના બહાને શહેરના ગરોડ નાકા પાસે બોલાવી હતી. જે બાદ પીડિતા આરોપી પર ભરોસો કરીને તેને કહેલી જગ્યા પર મળવા ગઈ હતી. પીડિતાના ગરોડ નાકા પર પહોંચતા જ આરોપી મુસ્લિમ સગીરે તેને કહ્યું કે તેના એક મિત્રની ઓફીસ પર બેસીને ચર્ચા કરીશું. જે બાદ તે પીડિતાને સ્કુટર પર બેસાડી કપડવંજના મોડાસા રોડ પર ખાતે પેલેટ હોટલની બાજુમાં આવેલ સમર્થ સ્કવેર કોમ્પલેક્ષની પ્રથમ માળની ઓફિસમાં લઈ ગયો હતો.
મિત્રની ઓફિસમાં સોફા પર પટકી સગીરા પર બળાત્કાર ગુજાર્યો
પીડિતા જયારે આરોપી સાથે તેના મિત્રની ઓફિસે પહોંચી ત્યારે ત્યાં પહેલેથી 2 જણા બેઠેલા હતા. બંને સગીરોના ત્યાં પહોંચ્યા બાદ ઓફિસમાં બેઠેલા લોકો બહાર નીકળી ગયા અને બહારથી ઓફીસ બંધ કરી દીધી. દરવાજો બંધ થતા જ પીડિતાએ આરોપીને પૂછ્યું કે આપણે ભણવા વિષે વાત કરવી છે તો દરવાજો શુ કામ બંધ કર્યો.
જે બાદ આરોપી સગીર એકાએક હિંદુ સગીરા પર ત્રાટક્યો અને તેને ઓફિસમાં રાખેલા સોફા પર પટકી દીધી. ત્યારબાદ બળજબરીથી પીડિતાના કપડા કાઢી આરોપી મુસ્લિમ સગીરે હિંદુ સગીરા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની હવાસ સંતોષીને આરોપી પીડિતાને પરત ગરોડ નાકા પર મુકી આવ્યો હતો, જ્યાંથી ડઘાયેલી પીડિતા પોતાના ઘરે આવી ગઈ હતી. નોંધનીય છે કે આરોપીના મિત્ર બિલાલ અને અન્ય એક સગીરે બહાર ધ્યાન રાખી આ ગુનામાં ભાગ ભજવ્યો હતો.
બળાત્કારનો ભોગ બન્યા બાદ પીડિત હિંદુ સગીરા લગભગ 25 દિવસ સુધી ગુમસુમ રહી હતી. પોતાની દીકરીના વર્તનમાં આવેલા ફેરફારને જોઈ સગીરાની માતાએ તેની પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને પરિવારને આખી આપવીતી જણાવી હતી. હકીકત જાણીને પીડિતાના પરિવાર માથે આભ ફાટી પડ્યું. જે બાદ પોતાની વ્હાલસોઈ દીકરીને ન્યાય અપાવવા પીડિતાના પરિવારે કપડવંજ ટાઉન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની માતાની ફરિયાદ પર પોલીસે મુખ્ય સગીર આરોપી અને તેને મદદ કરનારા બિલાલ અને અન્ય એક સગીર વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ હતી.