Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'જેહાદીઓ કોઈ દાવો કરે તે પહેલાં ચંદ્રને હિંદુ રાષ્ટ્ર અને શિવ શક્તિ...

    ‘જેહાદીઓ કોઈ દાવો કરે તે પહેલાં ચંદ્રને હિંદુ રાષ્ટ્ર અને શિવ શક્તિ પોઇન્ટને તેની રાજધાની જાહેર કરવામાં આવે’: સંત મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીની માંગ

    તેમણે જણાવ્યું કે, ચંદ્રને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની જરૂર છે જેથી અન્ય લોકો ત્યાં ગઝવા-એ-હિંદ ચલાવી ન શકે. આ સાથે જેહાદી માનસિકતા ધરાવતી કોઈપણ વ્યક્તિ ચંદ્ર પર પગ મૂકતાં જ કટ્ટરવાદ અને ઈસ્લામિક આતંકવાદ ફેલાવવાનું શરૂ કરે તે પહેલાં આ કરવું જોઈએ.

    - Advertisement -

    ભારતીય વૈજ્ઞાનિકોની અથાગ મહેનત બાદ ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ થયું હતું. તે બદલ ભારતના છેવાડા સુધીના માનવીએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિદેશયાત્રા પૂર્ણ કરી સૌપ્રથમ બેંગ્લોર ખાતે પહોંચી વૈજ્ઞાનિકોને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા. તે સમયે તેમણે ચંદ્રયાન-3 મિશનની લેન્ડિંગ સાઈટને ‘શિવ શક્તિ પોઇન્ટ’ તરીકે જાહેર કર્યો હતો. આ સાથે સ્વામી ચક્રપાણીએ ચંદ્રને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવા અને શિવ શક્તિ પોઇન્ટને ચંદ્રની રાજધાની તરીકે ઓળખવામાં આવે તેવી માંગ કરી છે.

    રિપોર્ટ અનુસાર, રવિવારે (27 ઓગસ્ટ, 2023) અખિલ ભારતીય હિંદુ/સંત મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ એક અનોખી માંગણી કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતાં લોકો આશ્ચર્ય પામ્યા હતા. આ મહાસભાના એક વરિષ્ઠ નેતાએ અન્ય કોઈ વિચારધારા, ધર્મ કે જેહાદી તત્વો કંઈ દાવો કરે તે પહેલા ભારત ચંદ્રને ‘હિંદુ રાષ્ટ્ર’ તરીકે જાહેર કરે તેવી માંગ ઉઠાવી હતી. એટલું જ નહીં પરંતુ તેમણે ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઇન્ટ એટલે કે શિવ શક્તિ પોઇન્ટને ચંદ્રની રાજધાની તરીકે જાહેર કરવાનું પણ ઉમેર્યું હતું.

    સ્વામી ચક્રપાણીએ X (અગાઉનું ટ્વિટર) પર સાર્વજનિક પોસ્ટ કરી હતી. તેમાં તેમણે આ અંગે વિડીયો સંદેશ પ્રસારિત કર્યો હતો. તેમણે કહ્યું કે, “યુએનના પ્રયાસોથી અને ભારતીય સંસદમાં ચંદ્રને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવા બાબતે પ્રસ્તાવ પારીત કરવો જોઈએ.” આ સાથે તેમણે ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઇન્ટને ‘શિવ શક્તિ પોઇન્ટ’ તરીકે નામ આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માની તે પોઇન્ટના વૈકલ્પિક નામ તરીકે ‘શિવ શક્તિ ધામ’નો પણ ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    PM મોદીએ કર્યું હતું નામકરણ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગ્લોર ખાતે નામકરણની વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરીને વૈજ્ઞાનિકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટને ‘શિવ શક્તિ પોઇન્ટ’ નામ આપ્યું હતું. આ સાથે ચંદ્રયાન-2ને હવેથી ‘તિરંગા’ તરીકે ઓળખવામાં આવશે તેવી જાણ કરી હતી.

    સ્વામી ચક્રપાણીએ ઉમેર્યું હતું કે, કોઈ જેહાદી આ અંગે દાવો કરે તે પહેલા ચંદ્ર પર હિંદુ રાષ્ટ્રની સ્થાપના થવી જોઈએ. આ ઉપરાંત શિવ શક્તિ પોઇન્ટ કે શિવ શક્તિ ધામને ચંદ્રની રાજધાની તરીકે વિકસાવવું પણ જોઈએ. નોંધનીય છે કે, આ અંગે હિંદુ મહાસભાએ ઠરાવ પસાર કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

    હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષે તેમની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ચંદ્રને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની જરૂર છે જેથી અન્ય લોકો ત્યાં ગઝવા-એ-હિંદ ચલાવી ન શકે. આ સાથે જેહાદી માનસિકતા ધરાવતી કોઈપણ વ્યક્તિ ચંદ્ર પર પગ મૂકતાં જ કટ્ટરવાદ અને ઈસ્લામિક આતંકવાદ ફેલાવવાનું શરૂ કરે તે પહેલાં આ કરવું જોઈએ. આ અંગે તેમણે વિનંતી કરી હતી.

    બીજી બાજુ તેમણે હિંદુ માન્યતા પ્રણાલી મુજબ ચંદ્રની ભક્તિભાવ અંગે ઉલ્લેખ કર્યો હતો. તે ભગવાન શિવના કપાળનો શણગાર હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે તેમણે ચંદ્ર સાથેનું ઊંડું અને વર્ષો જૂનું જોડાણ હોવાનું અને તેને ચાંદા મામા તરીકે ઓળખતા હોવાનું ઉમેર્યું હતું.

    નોંધનીય છે કે, ચંદ્રની પવિત્રતા જાળવી રાખવા સ્વામી ચક્રપાણીએ જણાવ્યું હતું. તે માટે પૃથ્વીના કુદરતી ઉપગ્રહ એટલે કે ચંદામામાને હિંદુ રાષ્ટ્ર તરીકે અથવા સનાતન રાષ્ટ્ર તરીકે જાહેર કરવાનું કહ્યું હતું. આ અંગે તેઓએ ભારતીય સંસદ અને યુએનને પત્ર લખવાનું પણ જણાવ્યું હતું.

    હિંદુ મહાસભાના વરિષ્ઠ કાર્યકર્તાએ ચંદ્ર પર મુસાફરી અનુકૂળ બનતાં શિવ શક્તિ પોઇન્ટ પર અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે જણાવ્યું હતું. જેમાં તેમણે મહાસભા દ્વારા ભગવાન શિવ અને દેવી શક્તિ માટે એક ભવ્ય મંદિર બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં