Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅલાઉદ્દીને હિંદુ યુવતીને ફસાવીને રેપ કર્યો, બ્લેડથી શરીર પર SORRY લખવા મજબુર...

    અલાઉદ્દીને હિંદુ યુવતીને ફસાવીને રેપ કર્યો, બ્લેડથી શરીર પર SORRY લખવા મજબુર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી: વડોદરાના પાદરાની ઘટના

    ગત દિવાળીએ અલાઉદ્દીને યુવતી પાસે આવી પહોંચ્યો હતો અને સબંધ ન રાખવા પર ઘરે આવી તેના માતા-પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.

    - Advertisement -

    વડોદરાના પાદરામાં એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે મિત્રતા કરી દુષ્કર્મ આચરી, જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે વડોદરા પોલીસે આરોપી અલાઉદ્દીન ઈલિયાસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

    અલાઉદ્દીને સાથે નોકરી કરતી યુવતી સાથે મિત્રતા બાંધીને દુષ્કર્મ આચર્યું હતું તેમજ સબંધો કાપી નાંખતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત, તેણે યુવતીને બ્લેડથી શરીર પર Sorry લખવા માટે પણ મજબુર કરી હતી. યુવતીએ આ ઘટનામાં તેની એક બહેનપણી પણ સંડોવાયેલી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. 

    પાદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં હિંદુ યુવતીએ જણાવ્યું કે, તે 2021થી પાદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. જ્યાં તેની ઓળખ પાદરાના જ અલાઉદ્દીન ઈલિયાસ સાથે થઇ હતી. ઈલિયાસ તેની સાથે મિત્રતા કરવા માંગતો હતો પરંતુ તેણે દાદ આપી ન હતી. જેથી તેણે યુવતીની બહેનપણી મારફતે દબાણ કરાવ્યું હતું. 

    - Advertisement -

    યુવતીએ વધુમાં જણાવ્યું કે, બંને વચ્ચે મિત્રતા થયા બાદ ફોનનંબરની પણ આપ-લે થઇ અને સાતેક મહિના સુધી સબંધો આગળ વધ્યા હતા. તેઓ બંને મળતાં પણ હતાં. દરમ્યાન, ડિસેમ્બર 2021માં બંને એક કેનાલ પાસે મળતાં આરોપી ધમકી આપીને યુવતીને ખેતરમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. 

    થોડા સમય બાદ અલાઉદ્દીને પોતે પરણિત હોવાનું અને સંતાનમાં એક પુત્ર પણ હોવાનું જણાવ્યું હતું. જેથી બંને વચ્ચે વાતચીત ઓછી થઇ ગઈ હતી. ત્યારબાદ તેણે યુવતીને શરીર પર બ્લેડથી Sorry લખવા માટે પણ મજબુર કરી હતી. જોકે, ત્યારબાદ ફરી બંને વચ્ચે વાતચીત ઓછી થઇ ગઈ હતી. 

    યુવતી આગળ જણાવે છે કે, તેણે અલાઉદ્દીનનો નંબર બ્લૉક કરી દેતાં તેની બહેનપણી તેને ફરી દબાણ કરવા માંડી હતી અને ફોન ન ઊંચકે તો તેની માતાને પણ ફોન કરતી હતી. ફરિયાદમાં યુવતીએ એમ પણ જણાવ્યું છે કે, તે તેની બહેનપણીના ઘરે જતી ત્યારે તે અલાઉદ્દીનને ફોન કરીને બોલાવતી અને શારીરિક સબંધો બાંધવા માટે મજબુર કરતી હતી. 

    દરમ્યાન, ગત દિવાળીએ અલાઉદ્દીને યુવતી પાસે આવી પહોંચ્યો હતો અને સબંધ ન રાખવા પર ઘરે આવી તેના માતા-પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. આ સમગ્ર મામલે તેના પિતાને જાણ થતાં તેમણે પણ આરોપી સાથે વાત કરી હતી પરંતુ તેમ છતાં તેણે ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. આખરે યુવતી પોલીસના શરણે આવી હતી. 

    પાદરામાં હિંદુ યુવતી સાથે દુષ્કર્મ અને ધમકીના બનાવ અંગે પાદરા પોલીસ મથકનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે, આ મામલે આરોપી અલાઉદ્દીન ઈલિયાસ અને અન્ય એક યુવતી સામે IPCની કલમ 376 (2) (n) (બળાત્કાર), 323 (જાણીજોઈને શારીરિક ઇજા પહોંચાડવી) 294 (અશ્લીલ હરકતો) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં