બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અભિનેત્રી હિના ખાનને માં-દુર્ગાના આશીર્વાદ લેવા બદલ ફતવાની ધમકીઓ મળી રહી છે, વાસ્તવમાં હિના ખાન નોમના દિવસે આશીર્વાદ લેવા મા દુર્ગાના દરબારમાં પહોંચી હતી. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર જતાની સાથેજ કટ્ટરપંથીઓએ તેને ધમકીઓ આપવાનું શરુ કરી દીધું હતું,
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રીએ 4 ઓક્ટોબર, 2022ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર પણ આ તસવીરો શેર કરી હતી. જ્યાં કેટલાક લોકો તેનો ટ્રેડિશનલ લુક પસંદ કરી રહ્યા છે, ત્યાં કેટલાક મુસ્લિમ યુઝર્સ છે જેઓ માતાના દરબારમાં તેની હાજરી બદલ તેને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું હતું કે, “શરમ તો આવતી નહિ હોય તમને. તમે મારી ફેવરેટ અભિનેત્રી હતા”
ઇઝહાર અંસારી નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે બિગ બોસની સનાને જુઓ અને તેને જુઓ. અલ્લાહ તેને હિદાયત આપે” આ પછી નાવેદ ખાન લખે છે, “આના પર ફતવો લાદવો જરૂરી છે.” સમીર અઝીઝે પણ હિના ખાન પર આકરા પ્રહારો કર્યા હતા અને લખ્યું હતું કે, ઓછામાં ઓછું અલ્લાહનો ડર તો રાખો.
આ સિવાય ખતિજા મલિકે લખ્યું, “યાર કેવા મુસ્લિમ છો તમે. આપણો રબ આપણને આની પરવાનગી નથી આપતા. તમે મુસ્લિમ છો.” અન્ય એક યુઝરે લખ્યું, “હિના આ બધું ન કરો. તમારા અબ્બુ માટે મગફિરા બનો. તેમને તમારી દુવાઓની જરૂર છે. જો તમે આવી બાબતોમાં સામેલ હશો, તો તમે આ બધું કરી શકશો નહીં.”
હિના ખાને પોતાનો ફોટો શેર કરતાની સાથે જ મુસ્લિમ યુઝર્સ તેને ઈસ્લામની દુહાઈ દેવા લાગ્યા હતા. અન્ય એક યુઝરે કહ્યું કે, “જો તમે એમ માનો છો કે તમે મુસ્લિમ છો તો તમે ખોટા છો. જો તમે મુસ્લિમ હોત, તો તમે આવું ન કર્યું હોત. તમારું નામ બદલીને હિન્દુ નામ રાખો.”
આ મુસ્લિમ યુઝર્સમાં યુવતીઓ પણ સામેલ છે. મરિયમ કાદરી લખે છે, “અલ્લાહ તેને હિદાયત આપે. મુસ્લિમ થઈને પૂજામાં સામેલ થઇ છે.”
ખાન ઉઝરે લખ્યું, “તમારા પર શરમ આવે છે…તમે આ કેવી રીતે કરી શકો…આ ખોટું છે…. સમજણ એ છે કે નહી, ફક્ત અલ્લાહ સામે તમારું માથું નમાવો… અલ્લાહ હિદાયત આપે.
નોંધનીય છે કે બોલિવુડ અભિનેત્રી હિના ખાન તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે દુર્ગા માના આશીર્વાદ લેવા ગઈ હતી. હિંદુ બોયફ્રેન્ડને કારણે પણ કટ્ટરપંથી મુસ્લિમોને મરચાં લાગ્યા હશે, એવું અનુમાન લગાવી શકાય.