પંજાબની AAP સરકારના એક મોટા કાર્યક્રમ, 400 આમ આદમી ક્લિનિક્સની શરૂઆતના માત્ર પાંચ દિવસ પહેલાં, આરોગ્ય સચિવ અજોય શર્માની બદલી કરવામાં આવી છે કારણ કે તેમણે આમ આદમી ક્લિનિક્સની એડ પર 30 કરોડ રૂપિયા ખર્ચવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પર સરકારે અત્યાર સુધીમાં 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
અજોય શર્મા, જેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણના અગ્ર સચિવ અને નાણા કમિશનર (કરવેરા) તરીકે નિયુક્ત થયા હતા, તેમની બંને વિભાગમાંથી બદલી કરવામાં આવી હતી. તેમને હજુ સુધી કોઈ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. તેમના સ્થાને વિકાસ પ્રતાપને નાણા કમિશનર (કરવેરા)નો હવાલો સોંપવામાં આવ્યો હતો, જ્યારે વી કે મીણાને આરોગ્ય વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
AAP govt in Punjab has spent ₹10 crore on Mohalla clinics and planned to spend ₹30 crore on advertisement. when health secretary objected, they transferred him. pic.twitter.com/tAcjXGvMj1
— Facts (@BefittingFacts) January 22, 2023
1999 બેચના IAS અધિકારી, અજોય શર્માની ભૂમિકા સરકારની રચનાના ત્રણ મહિનામાં 100થી વધુ આમ આદમી ક્લિનિક્સ શરૂ કરવામાં મહત્વની હતી કારણ કે તેમની પાસે નાણા કમિશનર, ટેક્સેશનનો વધારાનો હવાલો હતો.
દક્ષિણ ભારતના તામિલનાડુ જેવા રાજ્યોમાં મોહલ્લા ક્લિનિકની પબ્લિસિટી કરવા આપ સરકારને જોઈતા હતા 30 કરોડ
સૂત્રોએ જણાવ્યું હતું કે બે અલગ-અલગ બેઠકોમાં શર્માને આરોગ્ય બજેટમાંથી પબ્લિસિટી પર 30 કરોડ રૂપિયા ખર્ચવાની મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે તેમણે રકમ મંજૂર કરવાનો ઇનકાર એમ જણાવીને કર્યો કે વિભાગે મોહલ્લા ક્લિનિક્સની સ્થાપના માટે પહેલેથી જ રૂ. 10 કરોડનો ખર્ચ કર્યો છે અને તે તમિલનાડુ જેવા રાજ્યોમાં યોજનાની પબ્લિસિટી માટે વધુ રૂ. 30 કરોડ ખર્ચવાને યોગ્ય ઠેરવી શકશે નહીં. આમ તેઓએ આમ આદમી ક્લિનિક્સની એડ પાછળ વધુ ખર્ચ અયોગ્ય ગણાવ્યો હતો.
જો તે પંજાબ માટે હોત, તો તે અલગ વાત હતી કારણ કે રાજ્યના લોકોને આ પ્રચારનો લાભ મળ્યો હોત. પરંતુ આ કિસ્સામાં, પૈસા દક્ષિણ ભારતના રાજ્યોમાં ખર્ચવાના હતા. તેમણે કહ્યું હોવાનું જાણવા મળે છે કે તામિલનાડુના રહેવાસીઓને પંજાબમાં મોહલ્લા ક્લિનિક્સનો લાભ નહીં મળે.
તેથી, તે રાજ્યોમાં પ્રચાર માટે ખર્ચવામાં આવેલા નાણાંનો કોઈ અર્થ નહોતો. ખાસ કરીને જ્યારે રાજ્યે ક્લિનિક્સ સ્થાપવા માટે રૂ. 10 કરોડનો ખર્ચ કર્યો હતો, ત્યારે તેની જાહેરાત પાછળ રૂ. 30 કરોડના ખર્ચને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે. શુક્રવારે જ્યારે મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆએ બેઠકની અધ્યક્ષતા કરી ત્યારે શર્માએ પોતાનો આ મત મુક્યો હતો.
“શર્માએ હટવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે તે આવું નહીં કરે…” એક સ્ત્રોતે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું. અને તેથી, દિવસના અંત સુધીમાં તેમની બંને વિભાગમાંથી બદલી કરવામાં આવી હતી. સરકારે મોડી સાંજે બદલીના આદેશો જારી કર્યા હતા.
જો કે જંજુઆએ આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. “અજોય શર્મા એક સારા અધિકારી છે. આવતા અઠવાડિયે તેમને નવી પોસ્ટિંગ મળશે. આ રૂટિન ટ્રાન્સફર છે. આ બનતું રહે છે, ”મુખ્ય સચિવે કહ્યું.