થોડા સમય અગાઉ કોંગ્રેસી નેતા સુપ્રિયા શ્રીનેત દ્વારા અભિનેત્રી અને ભાજપ લોકસભા ઉમેદવાર કંગના રણૌત પર અભદ્ર પોસ્ટ કરવામાં આવી હતી અને આખા દેશમાં તેમનો વિરોધ થયો હતો. ત્યારે હવે કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલાએ ઉત્તર પ્રદેશના મથુરાથી ભાજપ તરફે લોકસભા ઉમેદવાર અને લોકપ્રિય અભિનેત્રી હેમા માલિની વિશે અભદ્ર ટીપ્પણી કરતા નવો વિવાદ સર્જાયો છે. આ મામલે તેમને હરિયાણા મહિલા આયોગે સમન્સ ફટકારીને યોગ્ય સ્પષ્ટિકરણ સાથે માંગ્યો છે.
મળતી માહિતી અનુસાર મહિલા આયોગે સુરજેવાલાને નિર્દેશ આપ્યા છે કે તેઓ 9 એપ્રિલ 2024ના રોજ હરિયાણાના પંચકુલા સ્થિત કાર્યાલય આવે અને વ્યાજબી જવાબ આપે. હેમા માલિની પર અભદ્ર ટીપ્પણી કરનાર કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલાને મહિલા આયોગે જે સમન્સ ફટકાર્યું છે, તેમાં લખવામાં આવ્યું છે કે, “આપને સૂચિત કરવામાં આવી રહ્યું છે કે હરિયાણા રાજ્ય મહિલા આયોગ રાજ્ય સ્તરની વૈધાનિક સરકારી સંસ્થા છે, જેનું ગઠન હરિયાણા રાજ્ય મહિલા આયોગ અધિનિયમ 2012 અંતર્ગત કરવામાં આવ્યું છે. જેથી રાજ્યની મહિલાઓનું સુરક્ષા અને તેમના હિતોનું રક્ષણ કરી શકાય.”
Haryana State Commission For Women issues notice to Congress leader Randeep Singh Surjewala over his remarks against actor and BJP MP Hema Malini pic.twitter.com/oqurNUWrmm
— ANI (@ANI) April 4, 2024
સમન્સમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “હરિયાણા રાજ્ય મહિલા આયોગના આદેશ અનુસાર આપને સૂચિત કરવામાં આવે છે કે વિભિન્ન ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત સમાચાર પર મહિલા આયોગે નિયમાનુસાર સ્વસજ્ઞાન લીધું છે. આ સમાચારમાં આપ હેમા માલિની વિરુદ્ધ અભદ્ર ભાષા અને ટીપ્પણીનો પ્રયોગ કરી રહ્યા છો, જે એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડી શકે તેવું અને અશોભનીય છે. આપને અનુરોધ કરવામાં આવે છે કે આપ આગામી 9 એપ્રિલની સવારે 10:30 વાગ્યે આયોગ કાર્યાલય આવીને આ આખા મામલામાં સ્પષ્ટિકરણ આપો.”
શું કહ્યું હતું રણદીપ સુરજેવાલાએ
ઉલ્લેખનીય છે કે ગત 1 એપ્રિલ 2024ના રોજ ફરલ ગામ ખાતે લોકોને સંબોધન આપ્યું હતું. આ સંબોધનમાં સુરજેવાલાએ કહ્યું હતું કે, “અમે MLA અને MP શા માટે બનીએ છીએ? એટલા માટે બનીએ છીએ કે તમારો અવાજ ઉઠાવી શકીએ. કોઈ હેમા માલિની તો છીએ નહીં કે ચાટવા માટે બનાવવામાં આવ્યા હોય, કોઈ ફિલ્મ સ્ટાર તો છીએ નહીં. તેઓ ધર્મેન્દ્રજી ના ત્યાં પરણ્યા છે એટલે અમે તેમનું સન્માન કરીએ છીએ. તે કોઈ ફિલ્મસ્ટાર હોઈ શકે છે.”
Congress MP Randeep Surjewala makes a vile sexist comment, that is demeaning and derogatory, not just for Hema Malini, who is an accomplished individual, but women in general. He asks, “MLA/MP क्यों बनाते हैं? ताकि वो हमारी आवाज़ उठा सकें, हमारी बात मनवायें, इसीलिए बनाते होंगे।… pic.twitter.com/JO0UIXSOt1
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 3, 2024
તેમના આ નિવેદન બાદ તેમની આકરી ટીકા થઈ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ આ મામલે સખત વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ આકરા શબ્દોમાં તેમની ટીકા કરી હતી. બીજી તરફ ભાજપે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપે તાજેતરમાં સુપ્રિયા શ્રીનેત દ્વારા કરવામાં આવેલા કંગના રણૌતના અપમાનની ઘટના યાદ અપાવીને કહ્યું હતું કે રાહુલ ગાંધીની કોંગ્રેસ સ્ત્રીદ્વેષી છે અને તેઓ મહિલાથી ઘૃણા કરે છે.