Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ માથી રાજીનામું આપી હાર્દિક પટેલ ભૂગર્ભમાં, કોંગ્રેસનો ડર કે તેની રણનીતિ?...

    કોંગ્રેસ માથી રાજીનામું આપી હાર્દિક પટેલ ભૂગર્ભમાં, કોંગ્રેસનો ડર કે તેની રણનીતિ? ક્યા પક્ષમાં જશે તે બાબતે પણ અટકળો તેજ

    હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પોતે ભૂગર્ભમાં જતા રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, શું આ કોંગ્રેસથી ડરને લીધે છે કે કોઈ અન્ય કારણ છે?

    - Advertisement -

    ગુજરાતનું રાજકારણ પાટીદાર આંદોલન બાદ ઘણું બદલાયું. એક એવો સમાજ જે હમેશા ભાજપાના પડખે રહ્યો તે જ સમાજે 2017ની વિધાનસભામાં ભાજપા સરકાર સામે બાથ ભીડી હતી, આ આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. કોંગ્રેસે આ યુવા ચહેરાને 2017ની વિધાનસભામાં મુખ્ય ચહેરો બનાવ્યો હતો. પરંતુ જે રીતે કોંગ્રેસની નીતિ રહી છે તે મુજબ હાર્દિકનો ઉપયોગ કરીને પાર્ટીમાં મહત્વ આપવાનું ઓછું કરી દીધું હતું. જેના કારણે હાર્દિક ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતો. આજે કોંગ્રેસ માથી રાજીનામું આપ્યું.

    તમામ અટકળોનો અંત આજે આવ્યો છે, આજે હાર્દિકે ટ્વિટ કરીને કોંગ્રેસ માથી રાજીનામું આપી દીધું છે. પરંતુ હજુ સુધી એ નક્કી નથી થઈ શક્યું કે હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જશે. કોંગ્રેસ માથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભૂગર્ભમાં ઉતર્યા છે. ટ્વિટ કર્યા બાદ કશે પણ મીડિયામાં બાઇટ આપી નથી કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. મળતી માહિતી મુજબ તમામ મીડિયાના લોકો એ હાર્દિક પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તે સંપર્ક વિહોણા છે. આટલો મોટો નિર્ણય લીધા બાદ આમ અચાનક ભૂગર્ભમાં ઉતરી જવું તે પણ આજે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

    શું હાર્દિક AAPમાં જશે?

    - Advertisement -

    હાલમાં ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું જોર મારી રહી છે. પંજાબની જીત બાદ ગુજરાત AAPમાં થોડો જુસ્સો વધ્યો છે. જો કે હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી આપની પરિવર્તન યાત્રા સાવ નિષ્ફળ ગઈ છે પરંતુ તેમ છતાં હાર્દિક પટેલ AAPમાં જાય તેવું પણ ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે. જો કે વર્તમાન આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ પાટીદાર સમાજ માથી આવે છે, ઘણા લોકોનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા નથી ઇચ્છતા કે હાર્દિક AAPમાં આવે અને તેની રાજકીય સફરને ખલેલ પહોચાડે. બીજું કે AAP તરફથી પણ કોઈ ખાસ આમંત્રણ નથી મળ્યું માટે જાણકારોનું માનવું છે કે હાર્દિકના AAPમાં જવાના ચાન્સ ઓછા છે.

    શું હાર્દિક પટેલ ભાજપામાં જશે?

    જે રીતે હાર્દિક પટેલ ઘણા સમયથી ભાજપાના નેતૃત્વના વખાણ કરે છે તે જોતાં ભાજપામાં જોડાવાની સંભાવના વધુ છે. આજે પોતાના રાજીનામાં પત્રમાં પણ 370 કલમ હટાવી તેનો, CAA કાયદો લાગુ કરવા બાબતેના વખાણ કર્યા હતા. તેના પરથી લોકો કહી રહ્યા છે કે હાર્દિક પટેલ ભાજપામાં જોડાશે.

    મિત્ર દિનેશ બામણીયાની રાજકારણ નહીં સમાજ સેવામાં જોડાવાની અપીલ.

    જ્યારથી હાર્દિક કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ બાયનો આપી રહ્યો હતો ત્યારે હાર્દિકના આંદોલનના સાથી દિનેશ બામણીયએ ફેસબુક પર પોસ્ટ કરીને રાજકારણ નહીં પરંતુ સમાજ સેવામાં જોડાવવા માટે અપીલ કરી હતી. જો કે દિનેશ બામણીયાએ તે પોસ્ટ કોંગ્રેસના રાજીનામાં ના ઘણા દિવસો પહેલા 27 એપ્રિલે કરી હતી.

    દિનેશ બાંભણીયાનો હાર્દિકને પત્ર ( સાભાર – દિનેશ બાંભણીયાની ફેસબુક પોસ્ટ )

    રાજકારણ અનિશ્ચિત છે, ઉપયુક્ત વાતો તો અટકળો છે માટે તે નક્કી નથી કે હાર્દિક આગળ શું કરશે. હાલમાં હાર્દિક રાજીનામું આપીને ક્યાં છે તે બાબતે રહસ્ય જ છે. આ રીતે ભૂગર્ભમાં ઉતરી જવું તે કોંગ્રેસનો ડર છે કે પછી તેની કોઈ રણનીતિ તે હાલમાં કહી શકાય તેમ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં