Monday, October 7, 2024
More
    હોમપેજદેશપહેલેથી તૈયાર હતો હુમલાનો પ્લાન, મુસ્લિમ ટોળાંનો ટાર્ગેટ હતી પોલીસ અને મીડિયા:...

    પહેલેથી તૈયાર હતો હુમલાનો પ્લાન, મુસ્લિમ ટોળાંનો ટાર્ગેટ હતી પોલીસ અને મીડિયા: હલ્દ્વાની હિંસાના પીડિત પત્રકાર મુકેશ સિંઘે જણાવી આપવીતી

    બનભૂલપુરામાં થયેલી હિંસામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમાં ઘણા અધિકારીઓ પણ સામેલ છે. ટોળાની હિંસામાં ઘાયલ પોલીસ અધિકારીઓના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. ઘાયલોમાં માત્ર પુરૂષ અધિકારીઓ જ નહીં પરંતુ ઘણી મહિલા અધિકારીઓ પણ સામેલ છે.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલી પોલીસ પર થયેલા હુમલામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંઘે શુક્રવારે (9 ફેબ્રુઆરી 2024) જણાવ્યું હતું કે, હલ્દ્વાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો પૂર્વ આયોજિત હતો. જ્યારે હવે હિંસાનો ભોગ બનેલા પત્રકાર મુકેશ સિંઘે પણ કહ્યું છે કે, પોલીસ અને મીડિયાને નિશાન બનાવવાની યોજના પહેલાંથી જ બનાવવામાં આવી હતી.

    હલ્દ્વાનીમાં હિંસાનો ભોગ બનેલા પત્રકાર મુકેશ સિંઘે કહ્યું કે, “આ હુમલામાં પોલીસ અને મીડિયાકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં ઘણા પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પત્રકારોના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હુમલો સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. ઘટનાના દિવસે સાંજે લગભગ 4:30 વાગ્યે ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડવામાં આવ્યું હતું અને 4:45 વાગ્યા સુધીમાં લગભગ 1500 લોકો સ્થળ પર હાજર થઈ ગયા હતા. આ દરમિયાન ભીડે પથ્થરમારો કર્યો અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ બધું બનભૂલપુરાના રહેવાસીઓ દ્વારા યોજના બનાવીને કરવામાં આવ્યું હતું.”

    પત્રકાર મુકેશ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, જે કોલોનીમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી તે ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ બાદ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી મદરેસા-મસ્જિદ વિરુદ્ધ અધિકારીઓએ આ કાર્યવાહી કરી હતી. તેમને આ લિંક પર સાંભળી શકાય છે. તેમનું કહેવું છે કે બનભૂલપુરામાં ઘણા બહારના લોકો સ્થાયી થયા છે.

    - Advertisement -

    પત્રકાર મુકેશ સિંઘે કહ્યું, “ફક્ત તે લોકો જ જાણે છે કે તેઓ ક્યાંથી આવ્યા છે. તેમાંથી ઘણાની પાસે કોઈ વેરિફિકેશન કે આઈડી નથી. તેઓ યુપીથી અહીં આવ્યા છે અને તે જગ્યા (અતિક્રમણ સ્થળ) ગેરકાયદેસર છે. તેઓએ (મદરેસા-મસ્જિદ સંચાલકોએ) સરકારી જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે.”

    પત્રકારે વધુમાં કહ્યું, “જ્યારે સરકાર તેમની જમીન પર દાવો કરવા પહોંચી ત્યારે તેમના પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ જમીનની નોંધણી પણ નથી, પરંતુ માત્ર 50 રૂપિયાની લીઝ છે અને આ જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનની છે.” મુકેશ સિંઘે કહ્યું કે, ઉપદ્રવીઓએ બનભૂલપુરા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને પેટ્રોલ બોમ્બ ફેંકીને ડઝનબંધ વાહનોને આગ ચાંપી દીધી.

    ગુરુવારે (8 ફેબ્રુઆરી) બનભૂલપુરામાં થયેલી હિંસામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમાં ઘણા અધિકારીઓ પણ સામેલ છે. ટોળાની હિંસામાં ઘાયલ પોલીસ અધિકારીઓના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. ઘાયલોમાં માત્ર પુરૂષ અધિકારીઓ જ નહીં પરંતુ ઘણી મહિલા અધિકારીઓ પણ સામેલ છે. હુમલામાં ઘાયલ થયેલા આવા જ એક મહિલા અધિકારીએ ઈસ્લામિક ટોળા દ્વારા ફેલાવવામાં આવેલી ભયાનકતા વિશે વાત કરી હતી.

    મહિલા અધિકારીએ કહ્યું, “પથ્થરમારાથી બચવા માટે અમે એક ઘરમાં આશ્રય લીધો હતો. 15-20 લોકો તે ઘરમાં ઘૂસી ગયા અને અમારા પર હુમલો કરી દીધો. ચારે બાજુથી અમારા પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. આટલું જ નહીં પરંતુ છત પરથી પણ હુમલો કરવામાં આવી રહ્યો હતો. ટોળાએ અમને જીવતા સળગાવવાના ઈરાદે ઘરને આગ લગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.” પથ્થરમારામાં સેંકડો મહિલાઓ અને સગીર બાળકો પણ સામેલ હતા.

    નોંધનીય છે કે, 8 ફેબ્રુઆરી, 2024ના રોજ ઉત્તરાખંડના હલ્દ્વાનીના બનભૂલપુરામાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદને તોડી પાડવાને લઈને ઈસ્લામિક ટોળાએ હિંસા ફેલાવી હતી. ગેરકાયદેસર બાંધકામ અંગે વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રહલાદ મીણાએ જણાવ્યું હતું કે, મદરેસા-મસ્જિદ ગેરકાયદેસર રીતે અતિક્રમિત સરકારી જમીન પર બાંધવામાં આવી હતી. તેમને તોડી પાડવાની કાર્યવાહી કોર્ટના આદેશથી કરવામાં આવી હતી.

    દરમિયાન, નૈનીતાલ ડીએમ વંદના સિંઘે કહ્યું કે, “તે ખાલી મિલકત છે જેમાં બે બાંધકામો છે. આ મઝહબી સંરચના તરીકે નોંધાયેલ નથી અથવા આવી કોઈ માન્યતા આપવામાં આવી નથી. કેટલાક લોકો આ માળખાને મદરેસા ગણાવી રહ્યા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં