Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશપોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો થયો હતો પ્રયાસ, જીવ બચાવવા જે ઘરમાં ઘૂસ્યા તેને...

    પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો થયો હતો પ્રયાસ, જીવ બચાવવા જે ઘરમાં ઘૂસ્યા તેને જ કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ કર્યું ટાર્ગેટ: પોલીસકર્મીઓએ કહી આપવીતી

    હલ્દ્વાનીમાં જ્યારે પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયત્ન થયો ત્યારે તેમાંથી આબાદ બચેલી એક મહિલા પોલીસ કર્મચારીએ મીડિયાને જણાવ્યું હતું કે, "અમે ત્યાંથી બચીને આવ્યા. અમે એક ઘરમાં ઘૂસ્યા, જ્યાં તેમણે આગ લગાવવાનો પ્રયત્ન કર્યો. પથ્થરમારો કર્યો. અમે માંડ ત્યાંથી જીવ બચાવીને નીકળ્યા. "

    - Advertisement -

    હલ્દ્વાનીમાં નગર નિગમની જમીન પર દબાણ હટાવવા ગયેલી પોલીસ-પ્રશાસનની ટીમ પર કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ હુમલો કરી દીધો હતો. રમખાણ કરનાર મુસ્લિમ ટોળાએ પોલીસ કર્મચારીઓને ઘેરીને જીવતા સળગાવવાનો પણ પ્રયાસ કર્યો. પોલીસકર્મીઓએ કટ્ટરપંથી ટોળાની આ કરતૂત કેમેરા પર વર્ણવી છે. ઘાયલ પોલીસ કર્મચારીઓમાં અનેક મહિલા કર્મીઓ પણ છે.

    હલ્દ્વાનીમાં જ્યારે પોલીસ કર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયત્ન થયો ત્યારે તેમાંથી આબાદ બચેલી એક મહિલા પોલીસ કર્મચારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “અમે ત્યાંથી બચીને આવ્યાં. અમે એક ઘરમાં ઘૂસ્યાં, જ્યાં તેમણે આગ લગાવવાનો પ્રયત્ન કર્યો. પથ્થરમારો કર્યો. અમે માંડ ત્યાંથી જીવ બચાવીને નીકળ્યાં. અમારી ફોર્સને આવવામાં ઘણો સમય લાગી ગયો હતો, ફોર્સ આવ્યા બાદ અમે ત્યાંથી નીકળી શક્યાં. દરેક ગલીઓથી, દરેક જગ્યાએથી પથ્થરમારો થઈ રહ્યો હતો. તેમણે દરેક ગલીઓ ઘેરી લીધી હતી. અમે 15-20 લોકો એક ઘરમાં ફસાયેલા પડ્યા હતા. જેમણે અમને શરણ આપીને મદદ કરી તેમને પણ ગાળો આપી. તેમનું ઘર તોડવામાં આવ્યું, અમે જ્યારે પરત આવી રહ્યા હતા ત્યારે કાચ, બોટલો અને ઇંટો ફેંકીને મારવામાં આવી હતી.”

    કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસામાં અત્યાર સુધી 6 લોકોનાં મોત નીપજ્યાં છે. કટ્ટરપંથી મુસ્લિમોના હુમલામાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાના આદેશ આપ્યા હતા. હુમલા બાદ હલ્દ્વાનીમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    હલ્દ્વાની હુમલામાં બચીને આવેલા અન્ય એક પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે રમખાણ મચાવનાર કટ્ટરપંથીઓએ ગલીઓમાંથી આવીને પથ્થરમારો કર્યો હતો. પોલીસ કર્મચારીએ જણાવ્યું કે પરત આવતી વખતે તેમના પર ગોળીઓ વરસાવવામાં આવી હતી. મુસ્લિમ કટ્ટરપંથીઓએ કટ્ટાથી (દેશી તમંચા) તેમના પર ગોળીઓ ચલાવી હતી. તેમણે નગર નિગમના ટ્રેક્ટર, એક પેટ્રોલિંગ વાહન અને અનેક મોટરસાઈકલ ફૂંકી માર્યાં હતાં.

    આ સિવાય પણ એક વિડીયોમાં એક પોલીસ કર્મચારી કેમેરા પર પોતાના ઘા બતાવતા કહી રહ્યા હતા કે તેઓ કેવી રીતે કટ્ટરપંથીઓના ટોળાથી બચીને આવ્યા. એક શીખ પોલીસ કર્મચારી પણ આ રમખાણમાં ઘાયલ થયા છે.

    હુમલા બાદ ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓના વિડીયો પણ સામે આવ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તમામ પોલીસકર્મીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કોઈ પોલીસકર્મીને માથા પર તો કોઈને હાથમાં ઈજા પહોંચી છે.

    હાલ આખા હલ્દ્વાનીમાં ઈન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. હલ્દ્વાનીમાં શાળા-કૉલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ લોકોને શાંતિ જાળવી રાખવા આપીલ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં