Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'હજ હાઉસ બનાવવું એક બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ છે, ધાર્મિક નહી, તમારી જાતને ભ્રમિત...

    ‘હજ હાઉસ બનાવવું એક બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ છે, ધાર્મિક નહી, તમારી જાતને ભ્રમિત કરશો નહી’: હિંદુ અરજદારની અરજી પર બોમ્બે હાઈકોર્ટનું અવલોકન

    હિંદુવાદી નેતા મિલિંદ એકબોટેનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ કપિલ રાઠોડે કહ્યું કે હજ હાઉસના નિર્માણ માટે જમીનનો ઉપયોગ બદલવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હજ હાઉસનું બાંધકામ 'ધાર્મિક પ્રવૃત્તિ' હેઠળ આવે છે અને 'હાલના સંજોગોમાં સ્વીકાર્ય નથી'.

    - Advertisement -

    ગુરુવારે (7 સપ્ટેમ્બર), બોમ્બે હાઈકોર્ટે અવલોકન કર્યું કે હજ હાઉસ બનાવવું એ ‘બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ છે, ધાર્મિક નહી’. સમસ્ત હિંદુ અઘાડી સાથે સંકળાયેલા હિંદુવાદી નેતા મિલિંદ એકબોટે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ અવલોકન કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, એકબોટેએ પુણેમાં હાલમાં નિર્માણાધીન હજ હાઉસ તોડી પાડવાની અરજી દાખલ કરી હતી. તેમની અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટે કહ્યું, “તમારે ધાર્મિક પ્રવૃત્તિઓ અને બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓમાં રાજ્યની સંડોવણી વચ્ચે તફાવત કરવો જોઈએ. હજ હાઉસનું નિર્માણ એક બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ છે. તે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ નથી. તમારી જાતને ભ્રમિત કરશો નહીં.”

    આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની બે જજની બેન્ચે કરી હતી. બેન્ચે નોંધ્યું હતું કે અરજદારને આ કેસમાં કોઈ અંગત રસ નથી અને તેણે એકબોટેની રિટ અરજીને જાહેર હિતની અરજી (PIL)માં રૂપાંતરિત કરી હતી.

    - Advertisement -

    ‘સરકારી જમીન પર ફક્ત એક જ સમુદાયને લાભ કેમ’: અરજદાર

    હિંદુવાદી નેતા મિલિંદ એકબોટેનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ કપિલ રાઠોડે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે પુણેના કોંધવા વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારના લોકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે આ સ્થળ આરક્ષિત હોવાથી ‘જમીનના ઉપયોગમાં ફેરફાર’ થયો હતો.

    તેમણે કહ્યું કે હજ હાઉસના નિર્માણ માટે જમીનનો ઉપયોગ બદલવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હજ હાઉસનું બાંધકામ ‘ધાર્મિક પ્રવૃત્તિ’ હેઠળ આવે છે અને ‘હાલના સંજોગોમાં સ્વીકાર્ય નથી’.

    પોતાની દલીલ રજૂ કરતાં રાઠોડે કહ્યું કે, “ફક્ત એક જ સમુદાયને કેવી રીતે લાભ મળે શકે છે? પંઢરપુરમાં લાખો ભક્તો આવે છે પરંતુ તેમના માટે કંઈ કરવામાં આવતું નથી.”

    ‘બિલ્ડિંગના બે માળનું નિર્માણ થઈ ચૂક્યું છે’: પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન

    જો કે, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ થયેલ વકીલ અભિજિત કુલકર્ણીએ દાવો કર્યો હતો કે જમીનનો ઉપયોગ બદલાયો નથી. એડવોકેટ કુલકર્ણીએ દલીલ કરી હતી કે આ સાઇટ વિવિધ સમુદાયોને તેમની સાંસ્કૃતિક અને સમુદાય પ્રવૃત્તિઓ માટે જગ્યા પૂરી પાડે છે. આગળ જતાં, તેમણે એ પણ ધ્યાન દોર્યું કે, અરજદારના વકીલ રાઠોડના જણાવ્યા મુજબ, બિલ્ડિંગના બે માળનું નિર્માણ થઈ ચૂક્યું છે.

    તેના જવાબમાં ખંડપીઠે તેમને અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. આ પછી ખંડપીઠે રાઠોડને માત્ર હજ હાઉસ કેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.

    બેન્ચે કહ્યું, “જમીનના ઉપયોગમાં ફેરફાર ક્યાં છે? જો તમે મંદિર બનાવો છો, તો બધા તેનો ઉપયોગ કરશે? મહેરબાની કરીને પહેલા કેસ બનાવો અને ચુકાદો બતાવો કે હજ હાઉસનું નિર્માણ કરી શકાતું નથી.”

    બેન્ચે કહ્યું, “તમે કહ્યું કે જમીનના ઉપયોગમાં ફેરફાર થયો છે. તમારી દલીલના એક ફકરા તરફ નિર્દેશ કરો.” તે જણાવે છે કે તે ‘કાયદાની સ્થાયી સ્થિતિ’ છે કે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રાજ્યની સંડોવણી પ્રતિબંધિત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં