Monday, October 7, 2024
More
    હોમપેજદેશજ્ઞાનવાપી સરવેનો ત્રીજો દિવસ: ભોંયતળિયું સાફ કરાયું, ત્રણ ગુંબજની પણ ચાલી રહી...

    જ્ઞાનવાપી સરવેનો ત્રીજો દિવસ: ભોંયતળિયું સાફ કરાયું, ત્રણ ગુંબજની પણ ચાલી રહી છે તપાસ, GPR ટેક્નિક ઉપયોગમાં લઇ શકે ASIની ટીમ; જાણો શું છે આ તકનીક

    - Advertisement -

    યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરના સરવેનો આજે ચોથો દિવસ છે. સવારે સરવે માટે 42 લોકોની ટીમ જ્ઞાનવાપી પરિસરમાં પહોંચી ગઈ હતી. ASIની ટીમે મુસ્લિમ પક્ષ પાસેથી ભોંયતળિયાની ચાવી લઈને તાળું ખોલ્યું હતું. ત્યારબાદ સાફસફાઈ કરાવવામાં આવી હતી તેમજ વેન્ટિલેશન માટે એગઝોસ્ટ લગાવવામાં આવ્યા હતા અને લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ASIની ટીમે ભોંયતળિયાની અંદર તપાસ ચાલુ કરી હતી.

    સરવે દરમિયાન ASIની ટીમે ભોંયતળિયાની માપણી કરી હતી તેમજ દીવાલોની 3D ફોટોગ્રાફી અને સ્કેનિંગ કરી હતી. દીવાલો પર મળી આવેલ કલાકૃતિઓની નોંધ કરવામાં આવી હતી. આ સાથે કાનપુર IITના બે GPR એક્સપર્ટ પણ સરવેમાં સામેલ હતા. જાણવા મળી રહ્યું છે કે, એક-બે દિવસમાં GPR મશીનથી સરવે થઈ શકશે. જ્ઞાનવાપી પરિસરને સંપૂર્ણ રીતે જોવા માટે સેટેલાઈટની મદદથી 3D ઇમેજીનેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમાં ASIની ટીમ દીવાલોની 3D ઈમેજિંગ, મેપિંગ અને સ્ક્રિનિંગ કરશે.

    GPR મશીન દ્વારા થઈ શકે છે સરવે

    જાણવા મળી રહ્યું છે કે, GPR સરવે માટે IITની બે એક્સપર્ટ ટીમ જ્ઞાનવાપી પહોંચી ગઈ છે અને બે દિવસ પછી જ્ઞાનવાપી પરિસરમાં GPR મશીન લગાવાની શક્યતા છે. GPR એક એવી ટેકનોલોજી છે કે જેમાં ઉપકરણની મદદથી જમીનની નીચે 8 થી 10 મીટર સુધીમાં દટાયેલી વસ્તુઓની તપાસ થઈ શકે છે. આ ટેક્નોલોજીથી એ જાણવું સરળ થઈ રહે છે કે જમીનની નીચે કેવા પ્રકારની અને કેવા આકારની વસ્તુઓ મોજૂદ છે.

    - Advertisement -

    સરવેને લઈને હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને જણાવ્યું હતું કે, “શનિવારે પશ્ચિમી દીવાલોની તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રમાં આવેલ ગુંબજની નજીક એક ભાગ પર અવાજ આવી રહ્યો છે, જેની પર મેં ધ્યાન દોર્યું છે. જેનો સરવે થઇ રહ્યો છે. ગુંબજની નજીકનો એક ભાગ જે કુત્રિમ રીતે ઢાંકવામાં આવ્યો છે, તેની તપાસ પણ થઈ રહી છે. આ સરવે હજુ લાંબો ચાલશે.”

    અત્યાર સુધી તપાસમાં સામે આવેલા તથ્યો

    ASIની ટીમે જ્ઞાનવાપી પરિસરના સરવે દરમિયાન પશ્ચિમી દીવાલો પર રહેલા નિશાન, દીવાલ પર રહેલો સફેદ ચૂનો, ઈંટમાં રાખ અને ચૂનો સહિતની ઘણી બધી વસ્તુઓ એકત્રિત કરી છે. તેમ પથ્થરના ટુકડાઓ, દીવાલની પ્રાચીનતા, પાયા અને દીવાલોની કલાકૃતિઓ, માટી અને તેનો રંગ, અવશેષોની પ્રાચીનતા સહિત અનાજના દાણા પણ એકત્રિત કર્યા છે. તે સિવાય તૂટેલી પ્રતિમાનો એક ટુકડો પણ એકત્રિત કરાયો છે. અંદરની વર્તમાન સ્થિતિને પણ ડિજિટલ નકશામાં અંકિત કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે શનિવારે જ્ઞાનવાપી પરિસરના સરવેનો સમય પૂર્ણ થયા બાદ હિંદુ પક્ષના અરજદાર સીતા સાહૂએ કહ્યું હતું કે, ભોંયતળિયામાંથી એક ખંડિત મૂર્તિ મળી છે. લગભગ 4 ફિટની મૂર્તિને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તે અડધી મનુષ્ય અને અડધી પશુની મૂર્તિ છે. જેથી તે નરસિંહ અવતાર હોવાનું અનુમાન છે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે મંદિરના તૂટેલા સ્તંભના પણ અવેશેષો મળી આવ્યા છે.

    ABP સાથેની વાતચીતમાં સાહૂએ જણાવ્યું હતું કે ,આશા કરતાં વધારે હિંદુ પ્રતીકો મળ્યાં છે. ભોંયતળિયાની પશ્ચિમી દીવાલ બૂમો પાડીને કહી રહી છે કે આ હિંદુ ધર્મસ્થળ હતું. તપાસ દરમિયાન ટીમને અહીં કળશ, સ્વસ્તિક, કમલ, ત્રિશૂળ વગેરે મળી આવ્યાં છે. તેમણે કહ્યું કે, દીવાલોને ચૂનાથી રંગીને આ પ્રતીકોને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં