Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જેટલું દરિયામાં પાણી છે એટલું જીવે નરેન્દ્ર મોદી’: પીએમ મોદીના વખાણ કરતી...

    ‘જેટલું દરિયામાં પાણી છે એટલું જીવે નરેન્દ્ર મોદી’: પીએમ મોદીના વખાણ કરતી ગુજરાતની મહિલાનો વિડીયો વાયરલ, કહ્યું- ભગવાન તેમનું ભલું કરે

    વિડીયોમાં છેલ્લે ‘ભારત માતા કી જય’ના નારા પણ લાગતા સાંભળી શકાય છે. સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા આગવી શૈલીમાં પોતાને મળેલા લાભો બદલ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારનાં વખાણ કરતી જોવા મળે છે. વિડીયોમાં મહિલા જેટલું સુધી દરિયામાં પાણી છે એટલું નરેન્દ્ર મોદી જીવે અને ભગવાન તેમનું ભલું કરે તેમ કહેતી જોવા મળે છે.

    28 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરી  રહ્યો છે. જેમાં મહિલા કહે છે કે, “મહિનો થાય એટલે 1250 રૂપિયા આવે એટલે અમારા શાકભાજીના પૈસા નીકળી જાય છે.” ત્યારબાદ એક વ્યક્તિ કહેતો સંભળાય છે કે મોદીએ બહુ સારાં કામો કર્યાં. જેના જવાબમાં મહિલા કહે છે કે, “હું તો કહું છું કે ભગવાન એમનું ભલું કરે. જેટલું દરિયામાં પાણી હોય તેટલું જીવે. કોઈ વ્યક્તિ આવું નહીં કરે.” 

    વિડીયોમાં છેલ્લે ‘ભારત માતા કી જય’ના નારા પણ લાગતા સાંભળી શકાય છે. સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    વિડીયોમાં મહિલા જે દર મહિને 1250 રૂપિયા મળવાની વાત કરે છે તે ગુજરાત સરકારની ‘વિધવા સહાય યોજના’ હેઠળ લાભાર્થીઓના ખાતામાં દર મહિને જમા કરાવવામાં આવે છે. ઉપરાંત, આ વિધવા સહાય મેળવતાં લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થાય તો સરકારની સામુહિક જૂથ સહાય અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારને એક લાખ રૂપિયા પણ મળે છે. 

    આ ઉપરાંત પણ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક યોજનાઓ પહોંચી હોવાનું સ્થાનિકો જણાવે છે. કોરોનાના સમયમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના અંતર્ગત દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. યોજના હેઠળ દર મહિને એક વ્યક્તિને 5 કિલો અનાજ આપવામાં આવે છે. કોરોનાના સમયમાં ચાલુ કરવામાં આવેલ આ યોજના હજુ પણ ચાલી રહી છે તેમજ સરકારે ડિસેમ્બર 2022 સુધી તેને લંબાવી દીધી છે. 

    અત્યાર સુધી ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારો પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે જે રીતે આ વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટી પહોંચી રહી છે તેનું મુખ્ય કારણ આ યોજનાઓ પણ માનવામાં આવી રહી છે. 

    ગુજરાતમાં આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. જેને લઈને હાલ તેજ ગતિએ પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન યોજાશે. પરિણામો એકસાથે 8 ડિસેમ્બરના રોજ (ગુરુવારે) જાહેર કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં