Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતવધુ રોકાણ મેળવનારાં રાજ્યોની યાદીમાં ટોચ પર યુપી-ગુજરાત: RBIના રિપોર્ટમાં સામે આવ્યું-...

    વધુ રોકાણ મેળવનારાં રાજ્યોની યાદીમાં ટોચ પર યુપી-ગુજરાત: RBIના રિપોર્ટમાં સામે આવ્યું- 37 હજાર કરોડના રોકાણ સાથે બીજા ક્રમે ગુજરાત

    રિપોર્ટમાં જાણવા મળ્યું કે, બેન્કોના વ્યાજદરમાં વધારો થયો હોવા છતાં કુલ રોકાણ યોજનાઓમાં 352,624 કરોડ રૂપિયાના રેકોર્ડ કેપિટલ આઉટવે સાથે 79.50 ટકાની વૃદ્ધિ થઈ છે. જે 2014-15 પછીની સૌથી મોટી વૃદ્ધિ છે.

    - Advertisement -

    રિઝર્વ બેન્કના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે વર્ષ 2022-23માં બેન્ક-સહાયતા પ્રાપ્ત રોકાણ પ્રસ્તાવોમાંથી અડધાથી વધુ પાંચ રાજ્યોના હતા. જેમાં ગુજરાતનો ક્રમ બીજો આવે છે. પહેલો ઉત્તર પ્રદેશનો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, બેન્કોના વ્યાજદરમાં વધારો થયો હોવા છતાં કુલ રોકાણ યોજનાઓમાં 352,624 કરોડ રૂપિયાના રેકોર્ડ કેપિટલ આઉટવે સાથે 79.50 ટકાની વૃદ્ધિ થઈ છે. જે 2014-15 પછીની સૌથી મોટી વૃદ્ધિ છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર વર્ષ 2022-23 દરમિયાન બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા 547 પરિયોજનાઓને સહાય મળી હતી. કુલ પરિયોજનાનો ખર્ચ રેકોર્ડ 2,66,547 કરોડ રૂપિયા હતો. જ્યારે, 2021-22 દરમિયાન 1,41,976 કરોડ રૂપિયાના ખર્ચની 401 પરિયોજનાઓને સહાય મળી હતી. RBIના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2022-23માં 87.7 ટકાની વૃદ્ધિ થઈ છે અને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સહાય પામેલી પરિયોજનાઓનો અંદાજિત ખર્ચ વર્ષ 2022-23માં એક નવા શિખર પર પહોંચી ગયો છે.

    નવા રોકાણ માટેના મહત્વપૂર્ણ 5 રાજ્યો, ગુજરાત બીજા ક્રમે

    પરિયોજનાઓમાં રોકાણ મામલે ઉત્તરપ્રદેશ 43,180 કરોડ રૂપિયા (16.2%) સાથે પહેલા ક્રમ પર રહ્યું છે. સાથે જ ગુજરાત 37,317 કરોડ રૂપિયા (14 %) સાથે દેશમાં બીજો ક્રમ ધરાવે છે. આ બંને રાજ્યો બાદ ઓડિશા 11.8%, મહારાષ્ટ્ર 7.9% અને કર્ણાટક 7.3% ભાગીદારી ધરાવે છે. ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટકે મળીને 2022-23માં પરિયોજનાના કુલ પ્રોજેક્ટ ખર્ચમાં 57.2% (2,01,700 કરોડ રૂપિયા)નું યોગદાન આપ્યું છે. RBI દ્વારા જણાવાયું હતું કે 2021-22માં ભાગીદારીની વૃદ્ધિ 43.2% જેટલી થઈ છે.

    - Advertisement -

    2023 દરમિયાન, 3,52,624 કરોડના રેકોર્ડ બ્રેક કેપિટલ આઉટવેની સાથે 982 પ્રોજેક્ટ્સમાં રોકાણની યોજનાઓ બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે નવા રોકાણમાં વધારો એવા સમયે થયો છે જ્યારે RBIએ એપ્રિલ 2022થી રેપોરેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.50% કર્યો છે. વધારો થયો હોવા છતાં લોકોએ સારા એવા પ્રમાણમાં લોન લીધી છે. જુલાઈ 2023 સુધી 19.7%ની વૃદ્ધિ અને વાર્ષિક ધોરણે 24.33 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ જોવા મળી છે.

    નોંધનીય છે કે કેરળ, ગોવા અને આસામ બેંક-સહાયિત પ્રોજેક્ટ્સમાં નવા રોકાણની યાદીમાં સૌથી છેલ્લે છે. કેરળે કુલ રોકાણ યોજનાઓમાંથી માત્ર 0.09% (2,399 કરોડ રૂપિયા) જ્યારે આસામને 0.07% અને ગોવાને 0.08% મળ્યા છે. હરિયાણા અને પશ્ચિમ બંગાળ પણ ઘણા પ્રોજેક્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં