નવરાત્રીના પવિત્ર તહેવારમાં ગુજરાતમાં શાંતિનો માહોલ હતો પણ છેલ્લા 2-3 દિવસમાં કેટલાંક અસમાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેના મુદ્દા પર આજે વિજ્યાદશમી પર શસ્ત્રો પૂજા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી આ તત્વોની ઝાટકણી કરતાં કહ્યું કે, અસમાજિક તત્વોએ સમજી જવું પડશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
ખેડામાં પથ્થરમારા બાદ પોલીસની ડંડાવાળી, સંઘવીએ અસામાજિક તત્વોને આપી ચેતવણી #HarshSanghvi #reacted #stonepelting #Khedahttps://t.co/f9cTZfdU3b
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 5, 2022
હર્ષ સંઘવીએ ધાર્મિક તહેવારોમાં શાંતિ ડહોળવા સહિતના મુદ્દા પર નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે ખેડાના ઉંઢેલા ગામમાં મોડી રાત્રે અન્ય સમુદાયનાં 200થી વધુ લોકોના ટોળાએ આવીને પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે અહીં સ્થિતિ કથળી હતી. જોકે પોલીસે ત્યારપછી કાર્યવાહી હાથ ધરી તેમની સામે કડક પગલા ભર્યા હતા.
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, આવું કૃત્ય ક્યારેય સમાજ સ્વીકારશે નહીં. આનાથી ધાર્મિક પ્રસંગે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વળી અસામાજિક તત્વોને ચેતવણી આપતા તેમણે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઉલ્લેખનીય છે કે ગરબા દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના ઘણી ચોંકાવનારી હતી.
બેટ દ્વારકામાં ચાલી રહેલ કાર્યવાહી અંગે આપ્યું નિવેદન
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે બેટ દ્વારકામાં ડિમોલિશન અભિયાન જરૂરી છે કારણ કે આ ગેરકાયદેસર અતિક્રમણ છે. 5મી ઑક્ટોબર 2022 ના રોજ, તેમણે કહ્યું કે જે લોકો નિયમોનું પાલન કરશે તેમને જ ફાયદો થશે. ખેડાના ઉંધેલ ગામે ગરબાની ઉજવણી પર હુમલાની ઘટના અંગે પણ તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
બેટદ્વારકા ડિમોલિશન અંગે બોલ્યા હર્ષ સંઘવી, જુઓ વીડિયો
— News18Gujarati (@News18Guj) October 5, 2022
#harshsanghvi #BREAKING #Gujarat pic.twitter.com/ca6DxAay7Z
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું, “આ ભગવાન કૃષ્ણની નગરી છે. આ ભૂમિ દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાત લેનારા ભગવાન કૃષ્ણના ભક્તોના સ્વાગત માટે હંમેશા તૈયાર રહે છે. અહીં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને મંજૂરી નથી.”
ખેડા જિલ્લામાં નવરાત્રી ઉત્સવમાં થયો હતો પથ્થરમારો
ખેડા જિલ્લાના માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા પર પથ્થરમારો કરી શાંતિ ડહોળનારા વિદ્યર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે પથ્થરમારો કરનારા 10 અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. તહેવારો સમયે શાંતિ અને સદભાવનાને ખોરવનારા તત્વોની પોલીસે સરાજાહેર ધોલાઈ કરી. ખેડા એલસીબીના PI અશોક પરમાર સહિત પોલીસના જવાનોએ એક પછી એક તમામ આરોપીઓને ગામની વચ્ચે મુખ્ય ચોકમાં લાવીને સરભરા કરી હતી.
ખેડા જિલ્લાના માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા પર પથ્થરમારો કરી શાંતિ ડહોળનારા વિદ્યર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો. #TV9GujaratiNews pic.twitter.com/T155hfc2lZ
— Tv9 Gujarati (@tv9gujarati) October 4, 2022
ખેડાના ઊંઢેલા ગામમાં વિધર્મીઓ દ્વારા ગરબામાં હુમલો કરવાનો મુદ્દે હવે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યની એન્ટ્રી થઈ છે. ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને મહંમદ પીરઝાદાએ ઘટનાને વખોડી છે અને ત્રણેય ધારાસભ્યોએ પોલીસ વિરૂદ્ધ પગલા લેવા કરી માંગ છે.