Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં જળબંબાકાર: નડિયાદના ચારેય ગરનાળા ભરાયા, મહુધામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ;...

    ગુજરાતમાં જળબંબાકાર: નડિયાદના ચારેય ગરનાળા ભરાયા, મહુધામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ; ઉત્તર ગુજરાત પાણીમાં તરબોળ, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ

    આ અગાઉ દ્વારકા, પોરબંદર, રાજકોટમાં આભ ફાટયું હોય એવી પરિસ્થિતી ઊભી થઈ હતી. સુરત, નવસારી, વલસાડમાં પણ અતિશય વરસાદના પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

    - Advertisement -

    ગુજરાત ખાતે કેટલાક વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ ચાલુ છે ત્યારે સોમવારે (29જુલાઇ) નડિયાદ ખાતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારથી જ નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી હતી. નડિયાદના વિવિધ વિસાતરોમાં વરસાદ પડવાના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. તો હવે સોમવારે નડિયાદ ખાતે પણ ભારે પવન ફૂંકાઈને વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. નડિયાદના મહુધામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. સવારના 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો હતો. શહેરના ચારેય ગરનાળા વરસાદના પગલે ભરાઈ ચૂક્યા છે.

    6 ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ પાણીમાં ડૂબી કુકયા છે ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ દેખાઈ રહી છે. નડિયાદથી મહુધા સુધીના વિસ્તારમાં અતિભારે વરસાદ વરસતા મુખ્ય રસ્તા પાણીમાં ડૂબી ચૂક્યા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ ત્યારે પશ્ચિમ અમદાવાદનાં બોપલ, ઘુમા, એસ જી હાઇવે, સરખેજ, ઇસ્કોન, પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે.

    ઉત્તર ગુજરાતનાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા ખાતે અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે વિજાપુરમાં પણ 5 ઇંચ વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં છે, પ્રાંતિજ ખાતે અનરાધાર વરસાદ પડતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. અમદાવાદ મહેસાણા હાઇવે પર પણ પાણી ભરાયાના કિસ્સા સામે આવ્યા છે.

    ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો aલર્ટ

    હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને, બોટાદમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટની આગાહી કરવામાં આવી હતી.

    આ અગાઉ દ્વારકા, પોરબંદર, રાજકોટમાં આભ ફાટયું હોય એવી પરિસ્થિતી ઊભી થઈ હતી. સુરત, નવસારી, વલસાડમાં પણ અતિશય વરસાદના પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. નવસારીમાં પુર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું જેના પગલે ખેતરોમાં 10થી 15 ફૂટ જેટલાં પાણી ભરાઈ ચૂક્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં