Wednesday, September 18, 2024
More
    હોમપેજગુજરાતઅંધશ્રદ્ધા, મેલી વિદ્યાને ડામવા માટે મક્કમ બની ગુજરાત સરકાર: રાજ્યમાં બનશે નવો...

    અંધશ્રદ્ધા, મેલી વિદ્યાને ડામવા માટે મક્કમ બની ગુજરાત સરકાર: રાજ્યમાં બનશે નવો કાયદો, વિધાનસભામાં રજૂ કરાશે બિલ

    રાજ્યમાં અંધશ્રદ્ધા નિવારણ માટે એક કાયદો બનવા જઈ રહ્યો છે. વિધાનસભામાં આગામી સત્ર દરમિયાન તે અંગેનું બિલ રજૂ કરવામાં આવી શકે છે. ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાંમાં આ અંગે જાણવાયું છે.

    - Advertisement -

    રાજ્યમાં અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને ડામવા માટે હવે સરકાર મક્કમ બની ગઈ છે. ગુજરાત સરકારે અંધશ્રદ્ધા નિવારણ માટે કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યના તમામ મત, મઝહબ અને પંથમાં વ્યાપી રહેલી તમામ પ્રકારની અંધશ્રદ્ધાઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળાજાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે.

    રાજ્યમાં અંધશ્રદ્ધા નિવારણ માટે એક કાયદો બનવા જઈ રહ્યો છે. વિધાનસભામાં આગામી સત્ર દરમિયાન તે અંગેનું બિલ રજૂ કરવામાં આવી શકે છે. ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાંમાં જાણવાયું છે કે, ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળાજાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે બિલ રજૂ કરવામાં આવશે. વધુમાં જણાવાયું છે કે, મહારાષ્ટ્ર સહિત કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યોમાં પણ આ પ્રકારનો કાયદો અસ્તિત્વમાં છે.

    આ સમગ્ર મામલે પુખ્ત વિચારણા બાદ સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે, આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં કાળાજાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે. સરકાર દ્વારા આ અંગેની તમામ તૈયારીઓ થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના તમામ મત, મઝહબ અને પંથમાં અંધશ્રદ્ધા વધી રહી હોવાનો પણ અહેવાલ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    કાળાજાદુના નામે ચાલી રહ્યા હતા ગોરખધંધા

    નોંધનીય છે કે, થોડા સમય પહેલાં કાળજાદુનો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાથી સામે આવ્યો હતો. તાલાલાના પાણીકોઠા ગામે રહેતા અલ્તાફ મૂસાએ આશરે 2 વર્ષ પહેલાં રાજકોટ ખાતે હરીશભાઈ સાધુને ભગવા કપડાંમાં બેઠેલા જોઈ તેમની સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ તેમનાં કપડાં જોઈ તેઓ આશ્રમ ચલાવે છે કે કેમ તેમ પૂછ્યું હતું. આ સવાલ પર હરીશભાઈએ આર્થિક તંગી હોવાના કારણે આશ્રમ ન ચલાવી શકવાની વાત કરી હતી. જેના પર અલ્તાફે તેમને વિશ્વાસમાં લઇ તેના અબ્બુ મૂસા બાપુને સાક્ષાત ‘માતાજી’ દર્શન આપતા હોવાનો દાવો કરી તાંત્રિક વિધિથી 500 કરોડનો ઢગલો કરી આપવાનો વાયદો કર્યો હતો.

    ત્યારબાદ અલ્તાફ મુસાએ હરીશભાઈને વિશ્વાસમાં લઈને કાળાજાદુ કરી કરોડોનો ઢગલો કરવાના નામે તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. તે સિવાય તાજેતરમાં જ દ્વારકામાં લીલા કપડાં ધારણ કરીને કેટલાક મુસ્લિમોએ કાળાજાદુના ખેલ કરીને લોકોના દુઃખ દૂર કરવાના કાવતરા રચીને પૈસા પડાવ્યા હતા. આવા અનેક કિસ્સાઓને જોતાં રાજ્યમાં અંધશ્રદ્ધા નિવારણ કાયદાની તાતી જરૂરિયાત જણાઈ રહી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં