Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતસરકારી નોકરીમાં હવે નહીં ચાલે લાલિયાવાડી: અધિકારીની કામગીરી યોગ્ય નહીં જણાય તો...

    સરકારી નોકરીમાં હવે નહીં ચાલે લાલિયાવાડી: અધિકારીની કામગીરી યોગ્ય નહીં જણાય તો 50-55 વર્ષે નિવૃત્ત કરી શકશે સરકાર- અહેવાલોમાં દાવો

    અહેવાલોનું માનીએ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 29 સપ્ટેમ્બરના રોજ આ અંગે સૂચના જાહેર કરી હતી. જો કોઈ કર્મચારીની કામગીરી યોગ્ય નહીં જણાય અથવા તો કર્મચારી પોતાના કાર્યને લઈને નિષ્ક્રિય હશે તો તેવા કર્મચારીઓને 50-55 વર્ષે જ નિવૃત્તિ આપવામાં આવશે.

    - Advertisement -

    ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી એવી કેટલીક ફરિયાદો સામે આવતી હતી કે સરકારી તંત્રમાં યોગ્ય કામ થઈ રહ્યું નથી અને કર્મચારીઓ પોતાના કામમાં બેદરકારી દાખવી રહ્યા છે. આ બધી ફરિયાદોની વચ્ચે હવે ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય લેવા જઈ રહી હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. જે અનુસાર, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ નિર્ણય લેવા જઈ રહ્યો છે કે જો ક્લાસ 1-2ના અધિકારીઓની કામગીરી યોગ્ય નહીં જણાય તો તેવા કર્મચારીઓને 58 વર્ષના બદલે 50 કે 55 વર્ષે જ નિવૃત્ત કરી દેવામાં આવશે.

    ગુજરાતના ઘણા સરકારી કર્મચારીઓની એવી માનસિકતા હોય છે કે એકવાર સરકારી નોકરી મળ્યા પછી 58 વર્ષની ઉંમર સુધી કોઈ ચિંતા નથી. આવી માનસિકતાના કારણે ગુજરાતની ઘણી જગ્યાઓ પર સરકારી કામોમાં બેદરકારી જોવા મળતી હતી. હવે આ બધી બાબતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. જો કોઈ સરકારી કર્મચારી યોગ્ય કાર્ય ન કરતો હોવાનું જાણવા મળશે તો તેને સરકારી નોકરીની સમય મર્યાદા પહેલાં જ નિવૃત્તિ આપી શકાશે. જોકે, આ અંગે સરકાર તરફથી આધિકારિક પુષ્ટિ થવાની બાકી છે.

    અહેવાલોનું માનીએ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 29 સપ્ટેમ્બરના રોજ આ અંગે સૂચના જાહેર કરી હતી. જો કોઈ કર્મચારીની કામગીરી યોગ્ય નહીં જણાય અથવા તો કર્મચારી પોતાના કાર્યને લઈને નિષ્ક્રિય હશે તો તેવા કર્મચારીઓને 50-55 વર્ષે જ નિવૃત્તિ આપવામાં આવશે. નિવૃત કરતાં પહેલાં આવા કર્મચારીઓના કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. તેમણે કેવા પ્રકારના કાર્યો કર્યા છે તેની નોંધ લેવાશે. કર્મચારીની સમગ્ર કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે. આવા તમામ પાસાઓનો અભ્યાસ કરીને જો કોઈ કર્મચારી શંકાસ્પદ હશે તો તેને સરકાર સામેથી જ નિવૃત્ત કરી શકશે.

    - Advertisement -

    કર્મચારીને નિવૃત્ત કર્યા પહેલાં લેવી પડશે સરકારની મંજૂરી

    જો કોઈ સરકારી નોકરિયાતના કામમાં બેદરકારી અથવા તો કાર્ય પ્રત્યેની ગંભીરતાનો અભાવ જોવા મળશે તો તેમને અધિકારીઓ પોતાની ફરજ પરથી નિવૃત્ત કરી શકશે. પણ આવા કર્મચારીઓને નિવૃત્ત કરતાં પહેલાં અધિકારીઓએ રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. કર્મચારીને નિવૃત્તિ આપવામાં જો રાજ્ય સરકારની મંજૂરી મળશે તો જ તેને નિવૃત્ત કરી શકાશે. આ બાબતની આખરી સત્તા સરકાર પાસે રહેશે.

    જો સરકાર આ નિર્ણયનો અમલ કરે તો કર્મચારીઓએ પોતાની યોગ્યતા દાખવવી પડશે, નહીં તો સરકાર ગમે ત્યારે નિવૃત્તિ આપી શકશે. આ ઉપરાંત સરકારી ત્રિમાસિક કવાયત ક્યારે કરવી તે પણ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે એક રજીસ્ટર તૈયાર કરીને જે તે વિભાગના વરિષ્ટ અધિકારીઓ તેની શિડ્યુલ મુજબ કર્મચારીઓની નિવૃત્તિ કે પ્રિમેચ્યોર નિવૃત્તિની તપાસ અને સમીક્ષા કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં