Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે સેંકડો કિલોમીટર દૂર દિલ્હીમાં કરી શકાશે સોમનાથ મહાદેવના 'ડિજિટલ દર્શન': ‘ગરવી...

    હવે સેંકડો કિલોમીટર દૂર દિલ્હીમાં કરી શકાશે સોમનાથ મહાદેવના ‘ડિજિટલ દર્શન’: ‘ગરવી ગુજરાત ભવન’ ખાતે બનાવાઈ 3D ગુફા- જાણીએ વિશેષતાઓ

    ગરવી ગુજરાતની મુલાકાત લેનારા લોકો આ 3D ગુફા અને VR ગોગલ્સના માધ્યમથી અસલ સોમનાથ મંદિરની બારીકાઈને એ જ રીતે અનુભવી શકશે જાણે તેઓ અસલ મંદિરમાં હોય.

    - Advertisement -

    દિલ્હીના રહેવાસીઓને હવે દાદા સોમનાથના દર્શન કરવા માટે લાંબી મુસાફરી નહીં ખેડવી પડે અને તેઓ જ્યારે ઈચ્છશે ત્યારે તેઓ હજારો કિલોમીટર દૂર સ્થિત સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે. કારણ કે ગુજરાત સરકારે દિલ્હીમાં ગરવી ગુજરાત ભવન ખાતે સોમનાથ તીર્થની 3D ગુફા બનાવી છે, જેમાં દિલ્હીમાં બેઠાં-બેઠાં જ સાક્ષાત સોમનાથ મહાદેવના દર્શન કરી શકાશે. આ ગુફાનું ઉદ્ઘાટન 1 મે, એટલે કે ગુજરાત સ્થાપના દિવસના રોજ કરવામાં આવ્યું હતું.

    આ ઉદ્ઘાટન વડાપ્રધાનના પ્રધાન સચિવ ડૉ. પી.કે મિશ્રા, સુપ્રીમ કોર્ટના જજ એમ.આર શાહ અને ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ સયુંકત રીતે કર્યું હતું. ગુજરાત સરકારે દિલ્હીમાં ગરવી ગુજરાત ભવન ખાતે સોમનાથ તીર્થની 3D ગુફા ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા બનાવવામાં આવી છે. આ પ્રકારની આ પ્રથમ પહેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    શું છે આ ગુફાની વિશેષતા?

    ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ અનોખા પ્રોજેક્ટમાં વર્ચ્યુઅલ રિયાલીટીના માધ્યમથી સોમનાથ મંદિરના આર્કીટેક્ચર, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વતાને પ્રસારિત કરવામાં આવશે. જેના માટે ગુજરાત સ્થિત સોમનાથ મહાદેવના મંદિરને 3-D LiDAR સ્કેનીંગ અને મેપિંગ સીસ્ટમ દ્વારા સ્કેન કરવામાં આવ્યું છે, જે દર્શને આવનારા લોકોને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી અસલ મંદિરમાં હાજર હોવાની અનોખી અનુભૂતિ કરાવશે. ગરવી ગુજરાતની મુલાકાત લેનારા લોકો આ 3D ગુફા અને VR ગોગલ્સના માધ્યમથી અસલ સોમનાથ મંદિરની બારીકાઈને એ જ રીતે અનુભવી શકશે જાણે તેઓ અસલ મંદિરમાં હોય.

    - Advertisement -

    આ સિસ્ટમના માધ્યમથી અહીં આવનારા લોકો એક અનોખો અને અદ્ભુત અનુભવ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં દેશના ઐતિહાસિક વારસાને સંરક્ષિત કરી તેના પ્રચાર અને પ્રસાર કરવા માટેની આવશ્યકતા પર ભાર આપ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સરકારે પણ પોતાના સંસ્કૃતિક અને અધ્યાત્મિક વરસના સંવર્ધન માટે અનેક નોંધપાત્ર પગલાં ઉઠાવ્યાં છે.

    નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા મૂળ સોમનાથ ધામના પરિસરમાં પણ આ પ્રકારે જ એક વર્ચ્યુઅલ પૂજા કક્ષ બનાવ્યો છે, જ્યાં તીર્થ યાત્રીઓ ટેકનોલોજીની મદદથી સોમનાથ દાદાની અદ્ભુત પૂજા વર્ચુઅલી કરી શકે છે. જોકે દિલ્હીના ગરવી ગુજરાત ભવનને પણ ગુજરાત રાજ્યની કળા તેમજ શિલ્પ તથા સ્વાદિષ્ટ ગુજરાતી વ્યંજનો અને સંસ્કૃતિનું પ્રતિબિંબ માનવામાં આવે છે. આ અદ્ભુત પરિયોજનાના માધ્યમથી અહીં ઉમેરવામાં આવેલા આ નવા આકર્ષણના કેન્દ્રથી ગરવી ગુજરાત ભવનની વિશેષતામાં એક નવો અધ્યાય જોડાઈ ચૂક્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં