આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે, તેવામાં ભાજપે મોટા માથા સહીત 12 નેતા સસ્પેન્ડ કર્યા છે. અગામી ચૂંટણી પહેલા ભાજપની આ મોટી કાર્યવાહીથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે, આ 12 નેતાઓએ ભાજપે જાહેર કરેલા ઉમેદવારો સામે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લેતા ભાજપે આ કાર્યવાહી કરી હતી.
અહેવાલો અનુસાર ભાજપે મંગળવારે (22 નવેમ્બર) જાહેર કરેલા ઉમેદવાર સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા 12 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ભાજપે કહ્યું કે આ નેતાઓની સદસ્યતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. ભાજપે વડોદરા જિલ્લાના 2 મોટા નેતા દિનેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ અને કુલદીપસિંહ રાવલ આ ત્રણેય સહીત, મહિસાગર જિલ્લામાં 2, પંચમહાલ, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં મળીને ભાજપે 12 નેતા સસ્પેન્ડ કર્યા છે, જેની અખબારી યાદી ભાજપે બહાર પાડી હતી.
Gujarat election 2022: ભાજપ સામે બળવો કરનારા વધુ 12 નેતાઓને કરાયા સસ્પેન્ડ#Gujarat #GujaratElection2022 #BJP https://t.co/tSYobxG9Pd
— ABP Asmita (@abpasmitatv) November 22, 2022
નોંધનીય છે કે સસ્પેન્ડ થયેલા નેતાઓમાં વડોદરાના દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. તો બીજી તરફ પાદરામાંથી દીનુ પટેલે પણ અપક્ષ ઉમેદવારી કરી હતી. જેથી તેમને પણ ભાજપમાંથી પાણીચું પકડાવવામાં આવ્યું હતું.
C R પાટીલે પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ જનાર 12 નેતાને ભાજપ પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ#GujaratElections
— Gautam Shrimali (VTV- News) (@Gautamshrimali9) November 23, 2022
#crpatil #gujaratbjp pic.twitter.com/XKEjhxWqB5
આ પહેલા 7 નેતાઓને પાણીચું પકડાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગત રવિવારે (20 નવેમ્બર) ગુજરાતમાં અનુશાસનાત્મક પગલાં લેતા ભાજપે સાત નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા. આ નેતાઓની ટિકિટ કપાયા બાદ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ તમામ સાતેય ઉમેદવારો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ટિકિટ માંગી રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આ નેતાઓને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રવિવારે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં નાંદોદથી હર્ષદ વસાવા, જૂનાગઢ કેશોદથી ટિકિટ માંગતા અરવિંદ લાડાણી, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી છત્રસિંહ, વલસાડના પારડીથી કેતન પટેલ, રાજકોટ ગ્રામ્ય ભરત ચાવડા, વેરાવળથી ઉદય શાહ અને અમરેલીના રાજુલામાંથી ટિકિટ માંગી રહેલા કરણ બારૈયા સામેલ છે, આ તમામ નેતાઓએ ભાજપના જાહેર થયેલા ઉમેદવારો સામે અપક્ષ મોરચો માંડ્યો હતો.