ગુજરાત દરિયાઈ વિસ્તાર માંથી બુધવારે (14 સપ્ટેમ્બર, 2022) એન્ટી ટેરર સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા AAP શાષિત પંજાબમાં લઇ જવાઈ રહેલું ડ્રગ્સ ગુજરાતના દરિયામાં જ ઝડપાયું હતું. અહેવાલ છે કે એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની એક ટીમે રાજ્યના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી 200 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.
गुजरात ATS का बड़ा खुलासा।
— Janak Dave (@dave_janak) September 14, 2022
पंजाब की जेलों से चल रहा है पाकिस्तान से ड्रग्स मंगवाने का कारोबार।
पकड़ा गया ड्रग्स कंसाइनमेंट कपूरथला जेल से मंगवाया गया।
जेल में कैद नाइजीरियन मूल के व्यक्ति ने ड्रग्स मंगवाया।
पंजाब की जेलों में रहकर सीमा पार से ड्रग्स मंगवाए जा रहे है।
(1/3) pic.twitter.com/O4jH1C7Iy6
પ્રાપ્ત માહિતી અનુસાર બોટમાં ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિકો પણ એજન્સીઓના હાથે ઝડપાયા છે અને હવે તેમને વધુ તપાસ અને કાર્યવાહી માટે જળુ લાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ICGની સર્વેલન્સ ટીમે આ પાકિસ્તાની બોટને ગુજરાતના જખૂ કિનારે 33 નોટિકલ માઈલ દૂર ભારતીય જળસીમામાં પકડી હતી.
#UPDATE | Pakistani boat apprehended by security agencies with narcotics worth Rs 200 crores being towed to Jakhau port by the Indian Coast Guard ship. 6 Pakistani crew of the boat also being questioned: ICG officials https://t.co/1z1qcA1rys pic.twitter.com/6pVYmj1IXt
— ANI (@ANI) September 14, 2022
ATS નું ઓફીશીયલ નિવેદન
આ બોટ વિશે માહિતી આપતાં એન્ટી ટેરર સ્ક્વોડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીએ એમ પણ કહ્યું કે આ હેરોઈન ગુજરાતના દરિયાકાંઠે ઉતર્યા બાદ રોડ માર્ગે પંજાબ લઈ જવાનું હતું.
એટીએસ અધિકારીના જણાવ્યા અનુસાર ચોક્કસ માહિતીના આધારે એજન્સીની ટીમે પાકિસ્તાનથી નીકળેલી બોટને અટકાવી હતી. કોસ્ટગાર્ડ અને એટીએસની સંયુક્ત ટીમ દ્વારા કચ્છ જિલ્લાના જળુ બંદર નજીક દરિયામાં બોટ ઝડપાઈ હતી. તેમાં સવાર તમામ 6 નાગરિકો પાકિસ્તાની છે અને આ લોકો 40 કિલો ડ્રગ્સ સાથે બુધવારે (14 સપ્ટેમ્બર) ગુજરાતના દરિયાકાંઠે ઉતરવાના હતા.
થોડા દિવસો અગાઉ પણ ATSએ ડ્રગ્સ ભરેલું કન્ટેનર પકડ્યું હતું
નોંધનીય છે કે 9 સપ્ટેમ્બરના રોજ, ગુજરાત ATS અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની સંયુક્ત ટીમે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એક બંદર નજીકથી શંકાસ્પદ કન્ટેનર પકડ્યું હતું . તેની પાસેથી 197.82 કરોડની કિંમતનું 39.5 કિલો હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ક્રેપ બોક્સમાં આ દવાઓ દુબઈ, UAEથી ભારત લાવવામાં આવી હતી. ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ આ માહિતી આપી હતી.