Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: ભારત-પાક મેચને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા; BSF, SRP અને પેરામિલિટરી તૈનાત...

    અમદાવાદ: ભારત-પાક મેચને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા; BSF, SRP અને પેરામિલિટરી તૈનાત કરાશે, CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બાદ પોલીસ તંત્ર એલર્ટ

    આ સમીક્ષા બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક અને અન્ય વરિષ્ટ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવાની છે. અમદાવાદમાં યોજાવાની મેચને લઈને ધમકી ભર્યો ઈમેઈલ મળ્યા બાદ દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ભારત-પાક મેચને લઈને CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ તંત્રએ હાથ ધરેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ હાઈ લેવલ બેઠક બાદ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

    CM ભૂપેન્દ્ર પટેલે સોમવારે (9 ઓક્ટોબરે) અમદાવાદ શહેરમાં યોજાવાની ભારત-પાક મેચની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક અને અન્ય વરિષ્ટ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રીએ ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમજ દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

    પેરામિલિટરી ફોર્સ, BSF, CRPF અને 5000 કરતાં વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

    મળેલી માહિતી અનુસાર CM ભૂપેન્દ્ર પટેલે યોજેલી બેઠકમાં બધી બાબતોની સમીક્ષા કર્યા બાદ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. નાનું મોટું છમકલુ ન થાય તે માંટે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને એક SRPની ટુકડી સહિત પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે. સમગ્ર અમદાવાદ શહેરમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન અંદાજિત 5000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઈન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં હાજર રહેશે.

    - Advertisement -

    ધમકી મળ્યા બાદ સુરક્ષામાં વધારો

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ NIAને એક ધમકી ભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં ધમકી મોકલનાર વ્યક્તિએ સરકાર પાસેથી ₹500 કરોડની માંગ કરી હતી. સાથે હાલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરી દેવાની માંગ પણ કરવામાં આવી હતી. ઈમેઈલમાં એવું કહેવાયું હતું કે જો માંગણી પૂરી નહીં થાય તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વડાપ્રધાન મોદીને ઉડાવી દેવામાં આવશે.

    ધમકી ભર્યો ઈમેઈલ મળ્યા પહેલાં ઘણા બધા ભારતીયોને એક વિદેશી નંબરથી કોલ આવ્યા હતા જેમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુનો ધમકીભર્યો ઓડિયો મેસેજ વાગી રહ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, “5 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પણ ‘ટેરર વર્લ્ડ કપ’ શરૂ થશે”. જે બાદ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

    આ બધી ધમકીઓને ધ્યાને લઈને અને ભારત-પાકિસ્તાન મેચમાં કોઈપણ પ્રકારની ખલેલ ના પડે એ માટે સુરક્ષા તંત્ર એલર્ટ છે. ભારત-પાકિસ્તાન મેચ સમયે અમદાવાદના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં