Monday, April 29, 2024
More
    હોમપેજદેશ'500 કરોડ આપો, લૉરેન્સ બિશ્નોઈને છોડો, નહિતર મોદીને…': વર્લ્ડ કપ પહેલાં NIAને...

    ‘500 કરોડ આપો, લૉરેન્સ બિશ્નોઈને છોડો, નહિતર મોદીને…’: વર્લ્ડ કપ પહેલાં NIAને મળી ધમકી, કહ્યું- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દઈશું

    NIAને આ ધમકી એક ઈમેલ દ્વારા મળી છે. આ ઈમેલમાં ધમકી મોકલનાર વ્યક્તિએ સરકાર પાસેથી 500 કરોડની માંગ કરી છે. સાથે હાલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરી દેવાની માંગ પણ કરવામાં આવી છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડીયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી સુરક્ષા એજન્સી NIAને આપવામાં આવી છે. ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. બીજી તરફ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો વધારી દેવામાં આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર NIAને આ ધમકી એક ઈમેલ દ્વારા મળી છે. આ ઈમેલમાં ધમકી મોકલનાર વ્યક્તિએ સરકાર પાસેથી 500 કરોડની માંગ કરી છે. સાથે હાલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરી દેવાની માંગ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે એક તરફ દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઈ છે અને બીજી તરફ સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ સહિત તમામન સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. ધમકી મળ્યા બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ તેમજ અમદાવાદના મોદી સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

    શું લખ્યું છે ધમકી ભર્યા ઈ-મેલમાં?

    ઉલ્લેખનીય છે કે NIAને જે ઈ-મેલ કરવામાં આવ્યો છે તેમાં ધમકી આપનાર વ્યક્તિએ લખ્યું છે કે, “અમને તમારી સરકાર પાસેથી 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈ જોઈએ. નહીં તો કાલે નરેન્દ્ર મોદી સાથે મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દઈશું. તમારે કરવી હોય એટલી સુરક્ષા કરી લો, પણ અમારાથી નહીં જ બચી શકો અને જો અમારી સાથે વાત કરવી હોય તો આ ઈ-મેલથી જ કરજો.”

    - Advertisement -

    બીજી તરફ, આ પ્રકારના ધમકીભર્યા ઈ-મેલ મળ્યા બાદ NIAએ મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસને આ વિશે જાણ કરી હતી. બંને રાજ્યોની પોલીસને આ વિશે જાણ થયા બાદ તેમણે સુરક્ષાની તમામ તૈયારીઓ કરી લીધી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહેલી એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપવંત સિંઘ પન્નુએ પણ વર્લ્ડકપ મેચ પર હુમલો કરવાની ધમકી આપી હતી.

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ ઘણા બધા ભારતીયોને એક વિદેશી નંબરથી કોલ આવ્યા હતા જેમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુનો ધમકીભર્યો ઓડિયો મેસેજ વાગી રહ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, “5 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પણ ‘ટેરર વર્લ્ડ કપ’ શરૂ થશે”. જે બાદ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં