ગુજરાતમાં ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીએ (આપ) ગુજરાતમાં મુસ્લિમ સમાજના મતો ખેંચવા માટે કવાયદ હાથ ધરી છે. આ માટે પાર્ટીએ મેદાનમાં કેટલાક યુટ્યુબરો ઉતાર્યા છે, જેઓ જુદા-જુદા લોકો એક જ સ્થળે જઈને, એક જ લોકોના ઇન્ટરવ્યૂ લઈને જુદા-જુદા માધ્યમો પરથી વિડીયો પ્રસારિત કરી માહોલ ઉભો કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
ટ્વિટર યુઝર અને ફેક્ટચેકર વિજય પટેલે આ ખુલાસો કર્યો છે. ટ્વિટર પર થ્રેડ પોસ્ટ કરી તેમણે જણાવ્યું હતું કે કેજરીવાલે ગુજરાત ચૂંટણી માટે કેટલાક મુસ્લિમ યુટ્યુબરો ભાડે રાખ્યા છે. જેઓ અમુક વિસ્તારોમાં જઈને આમ આદમી પાર્ટીના (આપ) મુસ્લિમ કાર્યકરોના પ્રિ-પ્લાન્ડ ઓપિનિયન લઇ રહ્યા છે.
Biggest Expose on AAP PR in Gujarat
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 16, 2022
Arvind Kejriwal has hired a few Muslim YouTubers for the Gujarat election.
They have started to take pre-planned opinions of Muslim volunteers of AAP
Let me show you proofs 👇
Thread
ટ્વિટમાં તેમણે કેટલીક ચેનલોના સ્ક્રીનશોટ શૅર કરીને જણાવ્યું છે કે કઈ રીતે અમુક ચેનલો મુસ્લિમ યુ-ટ્યુબરો ચલાવી રહ્યા છે, પરંતુ ક્યાંય પોતાની ઓળખ જાહેર કરી નથી. એટલું જ નહીં પરંતુ જુદી-જુદી ચેનલો એક જ સ્થળે પહોંચીને એક જ લોકોના સમૂહના ઇન્ટરવ્યૂ લઇને પ્રસારિત કરી રહી હોવાના પણ પુરાવા તેમણે જોડ્યા છે.
સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે ‘પબ્લિક રીએક્શન બેન્ક’ નામની એક ચેનલે ‘ગુજરાત ઈલેક્શન પબ્લિક ઓપિનિયન’ અને ‘ગુજરાત મેં કિસકી સરકાર?’ ટાઇટલથી વિડીયો પોસ્ટ કર્યો છે. તેમાં જે લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે એ જ લોકો અન્ય એક ચેનલ ‘ડેઇલી હિંદ’માં પણ જોવા મળે છે.
Now see this. Both of them are at the same location.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 16, 2022
Coincidence? pic.twitter.com/o9J4K5iMnE
આ ચેનલો આ લોકોને હિંદુ મતદારો ગણાવીને ગુજરાતમાં હિંદુઓએ પલ્ટી મારી હોવાના અને ગુજરાતમાં ભાજપ હારી રહી હોવાના પણ દાવા કર્યા હતા. એટલું જ નહીં, પરંતુ ટાઇટલમાં પણ ‘હિંદુ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વિડીયો પોતાના અધિકારીક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શૅર કરીને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકો પરિવર્તન ઇચ્છતા હોવાના દાવા કર્યા હતા.
આ વિડીયોમાં જે લોકોને સામાન્ય જનતા ગણાવીને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, એમાંથી કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓ હોવાનું પણ સામે આવ્યું હતું.
Here is one more direct proof🙌
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 16, 2022
This person is an AAP leader. pic.twitter.com/CZwJwHe7TY
જોકે, ફેસબુક ઉપર પણ અમુક તથાકથિત ન્યૂઝ ચેનલો પણ આમ આદમી પાર્ટીનો ખુલ્લો પ્રચાર કરતી જોવા મળી હતી.