કતરમાં માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન થઇ રહ્યું છે. ભારતની આંતરિક બાબતોમાં માનવાધિકારની પીપુડી વગાડતા કતરમાં ભારતીયોને મૃત્યું બાદ પણ અન્યાય થાય છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટ્રેડ યુનિયન પાંખ ભારતીય મઝદૂર સંઘ (BMS)એ કતરમાં પ્રવાસી કામદારો સાથે ગુલામો જેવા વર્તન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BMS એ મંગળવારે (14 જૂન 2022) આરોપ મૂક્યો હતો કે કતરમાં પ્રવાસી કામદારો, તેમાં પણ ખાસ કરીને ભારતીયોને કતરમાં માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન થઇ રહ્યું છે.
એક નિવેદનમાં બીએમએસના જનરલ સેક્રેટરી બિનોય કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, “અમને અનેક માનવાધિકાર સંગઠનો દ્વારા જાણ કરવામાં આવી છે કે જ્યારથી કતર ફિફા વર્લ્ડ કપની આગામી આવૃત્તિની યજમાની માટે બોલી જીત્યું છે, ત્યારથી ત્યાંના ભારતીય કામદારો ગુલામોની જેમ જીવન જીવી રહ્યા છે.
BMS, ભારતના સૌથી મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું કે 2014 થી કતરમાં 1611 ભારતીય પ્રવાસી કામદારોના મૃત્યુ થયા છે. મૃતકોના પરિવારજનોને પોતાના લોકોના મૃતદેહ મેળળવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે. જે ખરેખર ચિંતાનો વિષય છે
BMS એ કતર સરકાર અને ટ્રેડ યુનિયન સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય ભારતમાં કતરના રાજદૂતની સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ મુદ્દો શ્રમ અને વિદેશ મંત્રાલય સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો હતો. BMSએ માંગ કરી હતી કે કતરમાં તમામ ભારતીય કામદારોને તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને તેમના માનવ અધિકારોનું સન્માન કરવામાં આવે, ભારતીય પ્રવાસી મજુરના મૃત્ય બાદ પણ મૃતકોના પરિવારજનોને પોતાના લોકોના મૃતદેહ મેળળવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે. જે ખરેખર ચિંતાનો વિષય છે
મૃતકોના પરિવારને પણ વળતરની માંગ કરતા, BMSએ વધુમાં જણાવ્યું હતું કે, “જો કતર સરકાર આ મોરચે સકારાત્મક પગલાં નહીં ભરે, તો BMSને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દાને વહેલી તકે ઉઠાવવાની ફરજ પડશે. “
કતરમાં કાફલાની વ્યવસ્થાને કારણે ભારત તેમજ અન્ય દક્ષિણ એશિયાના દેશોના કામદારોને ગંભીર ફટકો પડ્યો છે . પાસપોર્ટ જપ્ત કરીને, ઓવરટાઇમ કામ, ખુબ નાના આવાસ, યૌન શોષણ, તેમના નિષ્ણાત ક્ષેત્રની બહાર જબરદસ્તીથી કામ કરીને કામદારોને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે.