વિદેશ યાત્રાએ ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ વખતે પણ વિચિત્ર નિવેદનો આપવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. મુસ્લિમ લીગને સેક્યુલર ગણાવ્યા બાદ હવે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નહેરૂથી લઈને ડૉ. બીઆર આંબેડકર અને સુભાષચંદ્ર બોઝ સુધીના નેતાઓ NRI (નોન રેસિડેન્ટ ઇન્ડિયન) હતા.
#WATCH | "The central architect of modern India was an NRI, Mahatma Gandhi was an NRI…The freedom movement of India began in South Africa…Nehru, BR Ambedkar, Sardar Vallabhbhai Patel, Subhas Chandra Bose, all were NRIs and had an open mind to the outside world…": Congress… pic.twitter.com/NjFT7NQE1X
— ANI (@ANI) June 4, 2023
રાહુલ ગાંધી હાલ અમેરિકા ગયા છે. જ્યાં ન્યૂયોર્કમાં તેઓ ભારતીય સમુદાયને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, બીઆર આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ- આ બધા નેતાઓ NRI હતા અને જેમણે બહારની દુનિયા પણ જોઈ હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, “આધુનિક ભારતની રચનાના કેન્દ્ર સ્થાને રહેલા વ્યક્તિ NRI હતા. મહાત્મા ગાંધી NRI હતા. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ..આપણે કદાચ આ વાત કહેવાની વધુ પસંદ નહીં કરીએ પણ આ ચળવળ દક્ષિણ આફ્રિકામાં શરૂ થઇ હતી. અને તમે જુઓ, સ્વતંત્રતા આંદોલનના તમામ નેતાઓ, મારા પરદાદા નહેરૂજી NRI, આંબેડકરજી NRI, સરદાર પટેલ NRI, સુભાષચંદ્ર બોઝ NRI તમામ NRI હતા. આ લોકો ખુલ્લા મને બહારની દુનિયાને સ્વીકારી શકતા હતા અને તે દિવસોમાં ઇંગ્લેન્ડ અને અમેરિકા આવીને તેમણે વિચાર્યું કે આ બાબતો આપણે દેશમાં અમલ કરી શકીએ છીએ. એ જ હું તમારી પાસેથી (અમેરિકાનો ભારતીય સમુદાય) આશા રાખી રહ્યો છું.”
આ સાથે રાહુલ ગાંધીએ ફરી ભાજપ અને RSS પર ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું કે, હાલ દેશ બે વિચારધારાઓ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. એક કોંગ્રેસની વિચારધારા અને બીજી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસની વિચારધારાએ મહાત્મા ગાંધીની વિચારધારા છે જ્યારે ભાજપ અને RSS નથુરામ ગોડસેની વિચારધારા ધરાવે છે.
રાહુલ ગાંધીના નેતાઓને NRI ગણાવનારા નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે. બીજી તરફ, ભાજપ નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. સાંસદ પરવેશ સાહિબ સિંઘે લખ્યું કે, ભારત જોડો યાત્રા પૂર્ણ કર્યા બાદ હવે રાહુલ ગાંધી શીખ્યા કે ભારતની સ્વતંત્રતા ચળવળ દક્ષિણ આફ્રિકામાંથી શરૂ થઇ હતી.
After completing the whole Bharat Jodo Yatra,
— Parvesh Sahib Singh (@p_sahibsingh) June 5, 2023
what @RahulGandhi learnt about India is that "Freedom Movement of India began in South Africa…." https://t.co/Y20OJUOLD9
એક વ્યક્તિએ લખ્યું કે, આ રીતે તો તેઓ એવું પણ કહેશે કે 1947 પહેલાં કોઈ ભારતીય હતું જ નહીં.
At this rate he might say there were no Indians before 1947 👍🏾 https://t.co/qswHfPsaXX
— Sadhu Maharaj (@SadhuMaharaj16) June 5, 2023
ઘણા લોકોએ મંગલ પાંડે, વીબી ફાળકે, રાણી લક્ષ્મીભાઈ, તાત્યા ટોપે વગેરે ક્રાંતિકારીઓનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કઈ રીતે સ્વતંત્રતા માટેની ચળવળ બહુ વર્ષો પહેલાં શરૂ થઇ ગઈ હતી અને આ ક્રાંતિવીરોએ બલિદાન આપ્યાં હતાં.
Mangal Pandey, VB Phadke, Rani Laxmibai, Tatya Tope and many more died for no reason. https://t.co/MeyQt4Sa3S
— Sandesh Samant | संदेश सामंत (@sandesh_samant) June 5, 2023