Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહૈદરાબાદમાં રખડતા શ્વાનનો આતંક: સોસાયટીમાં રમતાં ચાર વર્ષના બાળકને ફાડી ખાધો: ઘટનાનો...

    હૈદરાબાદમાં રખડતા શ્વાનનો આતંક: સોસાયટીમાં રમતાં ચાર વર્ષના બાળકને ફાડી ખાધો: ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

    આ હુમલા દરમિયાન પ્રદીપની ચિચિયારીઓ સાંભળીને તેના પિતા ગંગાધર તેની મદદ કરવા દોડી આવે છે, અને લોહીથી ખરડાયેલા પ્રદીપને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ સારવાર મળે તે પહેલા જ 4 વર્ષનો પ્રદીપનું મૃત્યું થઈ ગયું હતું.

    - Advertisement -

    આખા દેશમાંથી અવારનવાર રખડતા શ્વાનના હુમલાઓની અને ઘટનાઓ સામે આવી રહે છે, ત્યારે હૈદરાબાદથી સામે આવેલી આ ઘટના ગમે તેવા મજબુત માણસને પણ બે ઘડી કંપારી છૂટી જાય તેવી છે, વાસ્તવમાં હૈદરાબાદની એક સોસાયટીમાં રમતાં ચાર વર્ષના માસુમ બાળકને શેરીના શ્વાનોએ ફાડી ખાધો હતો. સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કંપારી છૂટી જાય તેવી આખી ઘટના કેદ થઈ ગઈ હતી. કુતરાના ટોળાનો આ હુમલો એટલો ઘાતક હતો કે ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. હૈદરાબાદમાં બાળકને શેરીના શ્વાનોએ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    અહેવાલો અનુસાર હૈદરાબાદમાં જે બાળકને શેરીના શ્વાનોએ હુમલો કરીને મોને ઘાટ ઉતાર્યો તેની ઓળખ અંબરપેટ ખાતેની એરુકુલા વસ્તીમાં રહેતા ગંગાધરના દીકરા પ્રદીપના રૂપમાં થઈ છે. મળતી માહિતી મુજબ આ ઘટના એક સ્થાનિક ગેરેજની બહાર ઘટી હતી. મૃતક બાળકના પિતા અહી ચોકીદાર તરીકે કામ કરે છે. ઘટનાના દિવસે તે પોતાના બંને બાળકોને પોતાની સાથે લઈને નોકરી પર આવ્યાં હતા.

    કહેવામાં આવી રહ્યું છે કે ચાર વર્ષનો પ્રદીપ એના પિતા સાથે તેમના કામના સ્થળે ગયો હતો. વાયરલ થયેલા આ વિડીયોમાં પ્રદીપ રસ્તા પર રમતો જોવા મળી રહ્યો છે, તે સમયે અચાનક શેરીના રખડતા ત્રણ શ્વાન પ્રદીપ તરફ આવતા દેખાય છે. પ્રદીપ કશું સમજે તે પહેલા જ કુતરાઓ તેના પર હુમલો કરી દે છે, પ્રદીપ ભાગવાની કોશિશ પણ કરે છે, પરંતુ કુતરાઓ તેને જમીન પર પછાડી દે છે અને તેને બાચકા ભરીને ઢસડવા લાગે છે. પ્રદીપ સતત તેમનાથી બચવાની કોશિશ કરે છે, પણ જેટલી વાર તે ઉભો થવાની કોશિશ કરે છે, કુતરાઓ તેને જમીન પર પછાડી દે છે. અંતે પ્રદીપ આ રખડતા શ્વાનોનો શિકાર બની જાય છે.

    - Advertisement -

    આ હુમલા દરમિયાન પ્રદીપની ચિચિયારીઓ સાંભળીને તેના પિતા ગંગાધર તેની મદદ કરવા દોડી આવે છે, અને લોહીથી ખરડાયેલા પ્રદીપને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ સારવાર મળે તે પહેલા જ 4 વર્ષનો પ્રદીપનું મૃત્યું થઈ ગયું હતું. ઘટનાને નજરે જોનારનું કહેવું છે કે રવિવારે ઘટેલી આ ઘટનામાં તે પણ પ્રદીપની મદદે આવ્યાં હતા, પ્રદીપ લોહીલુહાણ હાલતમાં તેના પિતાના હાથમાં હતો. તેમને તાત્કાલિક હૈદરાબાદની સ્થાનિક હોસ્પિટલ પહોંચાડ્યા, પણ કૂતરાઓનો હુમલો એટલો ભયાનક હતો કે પ્રદીપને બચાવી ન શકાયો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં