Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવરા બેઠા-બેઠા ગે એપ્લિકેશન પર લોકો સાથે મિત્રતા કરી લૂંટી લેતા હતા,...

    નવરા બેઠા-બેઠા ગે એપ્લિકેશન પર લોકો સાથે મિત્રતા કરી લૂંટી લેતા હતા, અમદાવાદના ચાર ભેજાબાજો પકડાયા: ધમકાવીને પૈસા પડાવી લેતા

    પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે ચારેય બેરોજગાર હતા અને હાથ પર કોઈ કામ-ધંધો ન હતો. જેથી મોબાઈલમાં ગે એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોકોને લૂંટવાનો ધંધો આદર્યો હતો.

    - Advertisement -

    અમદાવાદમાં ગે એપ્લિકેશન પર લોકો સાથે મિત્રતા કરીને તેમને મળવા બોલાવીને લૂંટી લેતા ચાર ભેજાબાજો પકડાયા છે. તેઓ પહેલાં લોકો સાથે મિત્રતા કરતા અને પછી મળવા બોલાવીને બદનામ કરવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા. રામોલ પોલીસે ચારને ઝડપ્યા છે. 

    આ મામલે રામોલ પોલીસ મથકે ચારેય વિરુદ્ધ FIR દાખલ કરાવવામાં આવી હતી, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રાહુલ નાયર, તક્ષક પટેલ, અભિષેક ગોસ્વામી અને વિશાલ તોમર તરીકે થઇ છે. 

    પોલીસની પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે ચારેય બેરોજગાર હતા અને હાથ પર કોઈ કામ-ધંધો ન હતો. જેથી મોબાઈલમાં ગે એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોકોને લૂંટવાનો ધંધો આદર્યો હતો. આમ કરીને તેઓ અમદાવાદમાં અત્યાર સુધી 8 લોકોને નિશાન બનાવી ચૂક્યા હતા. 

    - Advertisement -

    મિત્રતા કરીને મળવા બોલાવતા, બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતા

    અમદાવાદના રામોલ પોલીસ મથકે એક વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ પરથી આ તમામની મોડ્સ ઓપરેન્ડી વિશે જાણવા મળ્યું છે. એક વર્ષ પહેલાં પોતાની સાથે બનેલી ઘટનાને લઈને ફરિયાદ નોંધાવતા ફરિયાદીએ જણાવ્યું હતું કે કઈ રીતે આ આરોપીઓએ એપ્લિકેશન મારફતે તેમનો સંપર્ક કરીને મળવા બોલાવ્યા બાદ ધમકી આપી હતી અને પૈસા માંગ્યા હતા. પૈસા ન હોતાં તેમણે તેનું મોપેડ પડાવી લીધું હતું. 

    ફરિયાદીએ જણાવ્યું કે, તેણે પોતાના મોબાઈલમાં બ્લુડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને જે મારફતે તેની મિત્રતા એક અંકુશ ચૌધરી નામના શખ્સ સાથે થઇ હતી. અંકુશે તેને પોતે ગે હોવાની ઓળખ આપી હતી અને તેની સાથે મેસેજ મારફતે વાતચીત કરતો હતો. દરમ્યાન, એક દિવસે અંકુશે તેને મળવા માટે બોલાવ્યો હતો. 

    ફરિયાદી ત્યાં પહોંચતાં એક માણસ મળ્યો હતો જે થોડે આગળ લઇ ગયો તો બીજા ચાર ઈસમો પહેલેથી ત્યાં હાજર હતા. આ તમામે તેને ધમકી આપીને તેઓ તેના મેસેજ વાયરલ કરી દેશે અને ઘરે પણ જાણ કરશે તેમ કહીને મનફાવે તેમ ગાળો આપીને મેસેજ વાયરલ ન કરાવવા હોય તો 20 હજાર મંગાવી લે તેમ કહ્યું હતું. 

    યુવકે કહ્યું કે તેની પાસે પૈસા ન હોવાનું કહેતાં તમામે તેને માર માર્યો હતો અને પૈસા ન હોય તો તેનું મોપેડ આપી જવા માટે કહ્યું હતું. ત્યારબાદ ગભરાઈ ગયેલો યુવક મોપેડ ત્યાં જ મૂકી દઈને આવી ગયો હતો. તેણે જણાવ્યું કે ત્યારે બદનામીના ડરે તેણે ફરિયાદ નોંધાવી ન હતી. 

    ત્યારબાદ તાજેતરમાં તેને જાણવા મળ્યું હતું કે રામોલ પોલીસે એપ્લિકેશન મારફતે લોકોના પૈસા પડાવનારી ગેંગ પકડાઈ છે. ત્યારબાદ તેણે મથકે જઈને ચારેયને ઓળખી લીધા હતા તેમજ પોલીસે જપ્ત કરેલાં બે વાહનો પૈકીનું એક તેનું હોવાનું પણ તેણે જણાવ્યું હતું અને કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી.

    ફરિયાદના આધારે પોલીસે ચારેય વિરુદ્ધ IPCની કલમ 384, 323, 294(b), 506(2), 120(b) અને આઇટી એક્ટની કલમ 66(d) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં