Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનેપાળને ફરી એક વાર 'હિંદુ રાષ્ટ્ર' બનાવવાની ચળવળમાં પૂર્વ મહારાજા જ્ઞાનેન્દ્ર શાહ...

    નેપાળને ફરી એક વાર ‘હિંદુ રાષ્ટ્ર’ બનાવવાની ચળવળમાં પૂર્વ મહારાજા જ્ઞાનેન્દ્ર શાહ પરિવાર સહિત જોડાયા: 14 વર્ષ બાદ સાર્વજનિક સમારોહમાં આપી હાજરી

    આ અભિયાનમાં નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમના પરિવારનો સાથ છે. જ્ઞાનેન્દ્ર શાહ પહેલીવાર પોતાના પુત્ર પારસ શાહ અને પુત્રી પ્રેરણા શાહ સાથે રાજકીય પ્રચારમાં દેખાયા હતા.

    - Advertisement -

    નેપાળને હિંદુ રાષ્ટ્ર બનાવવાની ચળવળમાં પૂર્વ મહારાજા જ્ઞાનેન્દ્ર શાહ જોડાયા બાદ હવે ચળવળ ઉગ્ર બનતી જોવા મળી રહી છે, ગત 13 ફેબ્રુઆરીના રોજ નેપાળને ફરી હિંદુ રાજ્યનો દરજ્જો અપાવવાના અભિયાન અંતર્ગત યોજાયેલા જાહેર કાર્યક્રમમાં મહારાજા જ્ઞાનેન્દ્ર શાહની હાજરીને અભૂતપૂર્વ લોકસમર્થન મળી રહ્યું છે. નેપાળમાં રાજાશાહી સમાપ્ત થયાં બાદ તેમની આ પ્રથમ રાજનૈતિક ઉપસ્થિતિ હતી.

    મળતા અહેવાલો અનુસાર નેપાળને હિંદુ રાષ્ટ્ર બનાવવાની ચળવળમાં પૂર્વ મહારાજા જ્ઞાનેન્દ્ર શાહ પોતાના પરિવાર સાથે જોડાયા હતા, તેમની સાથે તેમના પુત્ર પારસ શાહ અને પુત્રી પ્રેરણા શાહ હાજર હતા, આ પ્રથમ વખત જોવા મળ્યું હતું કે નેપાળનો રાજ પરિવાર કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં એક સાથે હાજર હોય.

    નોંધનીય છે કે જ્યારે વડા પ્રધાન પુષ્પ કમલ દહલના નેતૃત્વમાં નેપાળ સરકારે માઓવાદી યુદ્ધના 23 વર્ષ પૂરા થવા નિમિત્તે દેશમાં જાહેર રજાની ઘોષણા કર્યા બાદ આ ચળવળ શરુ કરવામાં આવી હતી. તેમના આ નિર્ણયનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો હતો. એટલું જ નહી વિરોધ કરનારાઓમાં શાસક ગઠબંધનમાં કેટલાક પક્ષો પણ સામેલ છે. વિરોધ કરી રહેલા લોકોએ બળવાને ‘લોકોના યુદ્ધ‘ તરીકે માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે.

    - Advertisement -

    ચળવળને નેપાળના પૂર્વ મહારાજનું સમર્થન

    નોંધનીય છે કે જ્ઞાનેન્દ્ર શાહે પૂર્વી નેપાળના ઝાપા જિલ્લાના કાકરભિટ્ટાથી ‘ચાલો ધર્મ, રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ, સંસ્કૃતિ અને નાગરિકોની રક્ષા કરીએ’ અભિયાનને પોતે લીલી ઝંડી આપી હતી. ત્યાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, આ ભીયાનની શરૂઆત નેપાળના એક ચિકિત્સક દુર્ગા પરસાઈના નેતૃત્વમાં કરવામાં આવી છે. દુર્ગા પરસાઈ પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીના નેતૃત્વમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના સભ્ય છે.

    અન્ય એક અહેવાલ અનુસાર આ અભિયાનમાં નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમના પરિવારનો સાથ છે. જ્ઞાનેન્દ્ર શાહ પહેલીવાર પોતાના પુત્ર પારસ શાહ અને પુત્રી પ્રેરણા શાહ સાથે રાજકીય પ્રચારમાં દેખાયા હતા. જોકે ભૂતપૂર્વ રાજાએ કોઈ ભાષણ ન હતું આપ્યું પરંતુ રાજાશાહીના અંતના 14 વર્ષ પછી જાહેર સમારોહમાં તેમની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશની રાજકીય પરિસ્થિતિ ફરી અરાજકતા તરફ આગળ વધી રહી છે ત્યારે પૂર્વ રાજાએ રાજકીય મંચમાં ભાગ લીધો છે.

    જો પરસાઈ ની વાત કરવામાં આવે તો તેઓ એક કેન્સર હોસ્પિટલ પણ ચલાવે છે. તેમણે નેપાળમાં સીધી રાજાશાહીની વાપસીની વાત કરી ન હતી, પરંતુ કહ્યું હતું કે, “અમને ક્યારેય આવો દેશ જોઈતો ન હતો. અમે ક્યારેય એવું પ્રજાસત્તાક બનવાની ઇચ્છા નહોતી કરી કે જેણે 10 મિલિયનથી વધુ નેપાળી યુવાનોને તેમના લોહી અને પરસેવો વહાવવા માટે ગલ્ફ દેશોમાં મોકલ્યા.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં