ઈઝરાયેલે હાલ આતંકવાદી સંગઠન હમાસ સામે યુદ્ધ જાહેર કર્યું છે, જેના કારણે ઉડ્ડયન વ્યવસ્થા પણ ખોરવાઈ છે અને અનેક દેશોએ ફ્લાઈટ રદ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં ઇઝરાયેલમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે ‘ઑપરેશન અજય’ લૉન્ચ કર્યું છે. જે હેઠળ પહેલી ફ્લાઇટ ગુરૂવારે (12 ઓક્ટોબર) ઈઝરાયેલના તેલ અવીવથી ઉપડવાની તૈયારી કરી રહી છે, જે શુક્રવારે સ્વદેશ આવી પહોંચશે.
ઇઝરાયેલથી ફ્લાઇટ ઉપડવા પહેલાં ન્યૂઝ એજન્સી ANIએ અમુક ભારતીય નાગરિકો સાથે વાત પણ કરી. જેમણે આ ઑપરેશન લૉન્ચ કરીને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
#WATCH | Israel: "I had come here as my daughter is pursuing her PhD from Israel…Our flights were cancelled due to the war-like situation. We then learned about 'Operation Ajay' and contacted the Indian Embassy…PM Modi is the best…," says Ashwini Kumar Sharma returning to… pic.twitter.com/dfr4AwcBd4
— ANI (@ANI) October 12, 2023
અશ્વિની કુમાર શર્મા ઇઝરાયેલમાં અભ્યાસ કરતી તેમની પુત્રીને મળવા માટે ગયા હતા, પરંતુ યુદ્ધ શરૂ થતાં ફ્લાઇટ બંધ પડી જતાં ત્યાં ફસાઈ ગયા હતા. આખરે ‘ઑપરેશન અજય’ થકી તેઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “હું અહીં ફરવા માટે આવ્યો હતો. મારી ફ્લાઇટ 8 તારીખે હતી, પણ યુદ્ધના કારણે એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરી દીધી. પછી અમને ‘ઑપરેશન અજય’ વિશે જાણવા મળ્યું તો અમે દૂતાવાસનો સંપર્ક કર્યો. તેમણે અમને માર્ગદર્શન કે કઈ રીતે અમે સુરક્ષિત વતન પરત ફરી શકીશું.”
તેમણે ઉમેર્યું, “અમને ક્યારેય ડર ન લાગ્યો, અમે એકદમ સુરક્ષિત જગ્યાએ હતા. કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડ્યો.” ભારત સરકારનો આભાર માનતાં તેમણે કહ્યું કે, “બહુ સારું કામ કર્યું. મોદી ઇઝ ધ ગ્રેટ.”
અન્ય એક ભારતીયએ વાતચીત કરતાં કહ્યું કે, તેઓ ઇઝરાયેલમાં એક વર્ષથી કામ કરે છે. અમારા વિસ્તારમાં એટલી કઠિન પરિસ્થિતિ ન હતી, પરંતુ સરકારે આ ઑપરેશન લૉન્ચ કર્યું તો સાવચેતીના ભાગરૂપે મેં પણ રજિસ્ટ્રેશન કરાવી દીધું.” તેમણે કહ્યું કે, એમ્બેસીની સાઇટ પર જઈને માત્ર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સામેથી કન્ફર્મેશન આવી ગયું. તેમણે એમ પણ કહ્યું કે, ઘરના સભ્યો ખૂબ ડરેલા હતા, એ પણ એક કારણ છે કે હું વતન જઈ રહ્યા છે.
#WATCH | Israel: "I have been in Israel for a year…I want to thank the Indian government. We have got a lot of help through 'Operation Ajay'…," says an Indian returning to India from Tel Aviv under 'Operation Ajay'.. pic.twitter.com/0k6EcPvBgN
— ANI (@ANI) October 12, 2023
તેમણે પણ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, “ભારત સરકાર, ભાજપ, મોદીજી…સૌનો આભાર. ઑપરેશન અજય થકી બધાને ઘણી મદદ મળી રહી છે.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કોરોનાનો સમય હોય કે રશિયા-યુક્રેન યુદ્ધ, વિદેશોમાં મુસીબતમાં ફસાયેલા એકએક નાગરિકની મદદે ભારત આવ્યું હતું અને તેમને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા હતા. ભૂતકાળમાં ભારત સરકાર ઑપરેશન ગંગા, ઑપરેશન કાવેરી વગેરે જેવાં મિશન થકી હજારો નાગરિકોને સુરક્ષિત પરત લાવી ચૂકી છે. ખાસ કરીને યુક્રેનમાં યુદ્ધ વચ્ચેથી સરકારે પોતાના નાગરિકોને બચાવ્યા હતા, જેની દુનિયાભરમાં ખૂબ પ્રશંસા થઈ હતી.