Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ દિલ્હી પોલીસે દાખલ કરી એફઆઈઆર, સબા...

    નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ દિલ્હી પોલીસે દાખલ કરી એફઆઈઆર, સબા નકવી સહિત અનેક પર નફરત ફેલાવાનો આરોપ

    દિલ્હી પોલીસે નુપુર શર્મા, નવીન જીન્દલ ઉપરાંત સબા નકવી વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવા બદલ ફરિયાદ દાખલ કરી છે.

    - Advertisement -

    પયગંબર મોહમ્મદ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નૂપુર શર્મા અને નવીન જિંદાલની મુશ્કેલીઓ વધી રહી છે. માહિતી અનુસાર, રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM)એ આ મામલે દિલ્હી પોલીસને નોટિસ પાઠવીને રિપોર્ટ મંગાવ્યો છે. તે જ સમયે, હવે જાણવા મળ્યું છે કે દિલ્હી પોલીસ દ્વારા ભાજપના બંને પૂર્વ નેતાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

    મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય લઘુમતી આયોગે દિલ્હી પોલીસ કમિશનરને નોટિસ પાઠવીને અહેવાલમાં નૂપુર શર્માની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો માંગી છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા દિલ્હી પોલીસ કમિશનરને નોટિસ જારી કરીને 3 અઠવાડિયામાં સમગ્ર મામલાની રિપોર્ટ માંગવામાં આવી છે.

    આવી સ્થિતિમાં, દિલ્હી પોલીસના IFSO યુનિટે વિવિધ જોગવાઈઓ હેઠળ સમાજમાં નફરત ફેલાવનારાઓ વિરુદ્ધ FIR નોંધીને કાર્યવાહી કરી છે. FIRમાં નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદાલ ઉપરાંત શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના, પૂજા શકુનના નામ સામેલ છે.

    - Advertisement -

    અહિયાં નોંધનીય છે કે મુંબઈની રઝા એકેડમીની ફરિયાદ પર નુપુર શર્મા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી અને મુંબઈ પોલીસે આ મામલામાં નુપુર શર્માને પણ સમન્સ પાઠવ્યું હતું.

    નોંધપાત્ર રીતે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવાર (5 જૂન, 2022) ના રોજ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા, જ્યારે દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને પયગંબર મોહમ્મદ પર તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ પણ નોંધનીય છે કે ભાજપે પોતાના બંને પ્રવક્તા વિરુદ્ધ આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે તેમના નિવેદનોએ સોશિયલ મીડિયાથી લઈને વિદેશો સુધી વિવાદ સર્જ્યો હતો અને ઈસ્લામિક દેશોએ આ મુદ્દે ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

    નોંધવા લાયક છે કે આ મુદ્દે સોશિયલ મીડિયામાં હોબાળા થયા બાદ જ્યાં બીજેપીએ તેના બંને પ્રવક્તાઓ પર કાર્યવાહી કરી હતી, ત્યાં જ નુપુર શર્માને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળી રહ્યું છે.

    વાસ્તવમાં, નૂપુર શર્માએ ટાઈમ્સ નાઉ પર એક ચર્ચા દરમિયાન ઈસ્લામ ધર્મના સંસ્થાપક પયગંબર મોહમ્મદ વિશે કહેવાતી વાંધાજનક ટિપ્પણી કરી હતી, જ્યારે જિંદાલે ટ્વિટર પર તેમના વિશે કહેવાતી વાંધાજનક પોસ્ટ કરી હતી, જેને તેણે પછીથી ડિલીટ કરી દીધી હતી.

    જ્યારે નુપુર શર્માની ક્લિપ ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબેરે એડિટ કરીને વાયરલ કરી હતી, પરંતુ શર્માએ જે પ્રતિક્રિયા આપી હતી તે છુપાવી હતી. તે જ સમયે, સમગ્ર મુસ્લિમ ઉલેમાઓ અને ડાબેરી જૂથ આ બંનેના વીડિયો અને ટ્વિટની ટીકા કરવા માટે બહાર આવ્યા હતા. આ બંનેની ટિપ્પણીઓનો ઘણા મુસ્લિમ જૂથોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેઓ તેની સામે હિંસક વિરોધમાં પણ ઉતરી ગયા હતા. તેવા જ એક કાનપુર હિંસા કેસમાં હજુ પણ કાર્યવાહી ચાલુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં