Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓલ્ટ ન્યૂઝના ઝુબેર દ્વારા નપુર શર્મા વિરુદ્ધ વિષવમન કર્યા બાદ અલ કાયદાએ...

    ઓલ્ટ ન્યૂઝના ઝુબેર દ્વારા નપુર શર્મા વિરુદ્ધ વિષવમન કર્યા બાદ અલ કાયદાએ ગુજરાત સહીત ભારતના વિવિધ સ્થળોએ આત્મઘાતી હુમલાઓની ધમકી આપી

    આતંકવાદી જૂથ અલ કાયદાએ ગુજરાત સહીત દેશભરમાં આત્મઘાતી હુમલાઓ કરવાની ધમકી આપવામાં આવી છે જે ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબેર દ્વારા નુપુર શર્મા વિરુદ્ધ ઝેર ઓકવા બાદની પ્રતિક્રિયા ગણવામાં આવી રહી છે.

    - Advertisement -

    ખતરનાક આતંકવાદી જૂથ અલ કાયદા દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ઉત્તર પ્રદેશમાં ‘પયગંબરના સન્માન માટેની લડાઈ’ માટે આત્મઘાતી હુમલાઓ કરવાની તેણે ધમકી આપી છે. અલ કાયદા દ્વારા આ ધમકી ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા એક ટીવી ડિબેટમાં કહેવાતી ઈશનિંદાના જવાબમાં આપી છે.

    6ઠ્ઠી જુનની તારીખ ધરાવતા આ પત્રમાં આ આતંકવાદી જુથે લખ્યું છે. “અમે એ તમામને મારી નાખીશું જે અમારા પૈગંબરનું અપમાન કરશે અને અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીરોને અમારા પૈગંબરની શાનમાં ગુસ્તાખી કરવાની હિંમત કરનાર સાથે ઉડાડી મુકીશું.” આ પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે હાલમાં હિન્દુત્વ આતંકવાદીઓએ ભારતને કબજે કરી લીધું છે.

    પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, “અમે અલ્લાહની મદદ સાથે કહીએ છીએ કે કેસરિયા આંતકવાદીઓએ હવે દિલ્હી, બોમ્બે, યુપી અને ગુજરાતમાં તેમના અંત થવાની રાહ જોવી જોઈએ. તેમને તેમના ઘરમાં કે પછી સુરક્ષિત સેનાના કેન્ટોન્મેન્ટમાં શરણ લેવાની જગ્યા પણ નહીં આપીએ. ભલે અમારી માતાઓ પોતાના સંતાનોથી વંચિત થઇ જાય પરંતુ અમે અમારા પ્યારા પૈગંબરનો બદલો લઈને જ રહીશું.”

    - Advertisement -

    મોહમ્મદ પૈગંબર પરની ટીપ્પણી અંગેનો વિવાદ

    ગયા મહીને એક ડિબેટ દરમ્યાન જેમાં કાશીમાં આવેલા વિવાદિત જ્ઞાનવાપી માળખામાંથી મળી આવેલા શિવલિંગ પર ચર્ચા થઇ રહી હતી, ત્યારે નુપુર શર્માએ અન્ય ધર્મના લોકો કેવી રીતે શિવલિંગ માટે લાગણી દુભાય તેવી ટીપ્પણી કરી રહ્યા છે તેની વાત કરી હતી. આ ક્લિપને ટ્વિટર પર ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરે શેર કરી હતી અને ત્યારથી જ નુપુરને સતત અપશબ્દો અને ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

    નુપુર શર્મા પર દેશભરમાં વિવિધ સ્થળોએ એફઆઈઆર નોંધવામાં આવી રહી છે અને તેની હત્યા કરવાની ખુલ્લેઆમ ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. કેટલાક ઇસ્લામી જૂથોએ નુપુરની ટીપ્પણી બાદ તેના માથા પર ઇનામ આપવાની ઘોષણા સુદ્ધાં કરી દીધી છે. આ વિવાદ બાદ ભાજપે નુપુર શર્માની ટીપ્પણીથી પોતાને અળગી કરી દીધી હતી અને પક્ષમાંથી તેને સસ્પેન્ડ કરી દીધા હતા. પોતાના સસ્પેન્શનના પત્રમાં ભાજપે નુપુરને જણાવ્યું હતું કે તેણે એવું મંતવ્ય આપ્યું હતું જે પક્ષના મંતવ્યો તેમજ પક્ષના સંવિધાનથી વિપરીત હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે, “પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઇપણ ધર્મ, વિચારધારા, અથવાતો સંપ્રદાયનું અપમાન કે તેને ખરાબ ચિતરવાના પ્રયાસની વિરુદ્ધ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં