Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપારકા પૈસે જલસા: લાખોના પોપટ પાળતો હતો ઠગ કિરણ પટેલ, ઓસ્ટ્રેલિયન અને...

    પારકા પૈસે જલસા: લાખોના પોપટ પાળતો હતો ઠગ કિરણ પટેલ, ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન બ્રીડના પોપટો રાખવાનો હતો શોખ

    સોશિયલ મીડિયામાં કિરણ પટેલ વિવિધ જાતિના પોપટો સાથેની ઘણી પોસ્ટ પણ મૂકી છે.

    - Advertisement -

    આખા દેશમાં મહાઠગ તરીકે કુખ્યાત થયેલા કિરણ પટેલ બાબતે રોજ નવા નવા ખુલાસો થઇ રહ્યા છે. કિરણ પટેલ (Kiran Patel) લોકો આગળ રોફ જમાવવા માટે પોતે ધનાઢ્ય છે તેવું સાબિત કરવાનો સતત પ્રયત્ન કરતો હતો. તે પોતાના આલીશાન ઘરમાં હજારો લાખો રૂપિયાની વિવિધ જાતિના પક્ષીઓ પણ રાખતો હતો. જેમાં વિદેશી પોપટ પાળવાનો પણ શોખ હતો

    મળતી માહિતી અનુસાર, કોરાણ પટેલની લાઈફ સ્ટાઈલ અતિ વૈભવી હતી. તેની પાછળનું કારણ એ હતું કે તે લોકો અગલા રોફ જમાવીને ઠગવાનું કામ કરતો હતો. તેણે પોતાના આલીશાન ઘરને પણ એવી જ રીતે સજાવેલું હતું, જેથી કોઈ પણ તેના ઘરે આવે તો અંજાઈ જાય. નવા ખુલાસા અનુસાર તે વિદેશી પોપટ પાળવાનો શોખીન હતો. 

    સોશિયલ મીડિયામાં પોપટ ખરીદવા માટે પણ પોસ્ટ મૂકી હતી.

    - Advertisement -

    પોતાના ધરમાં વિભિન્ન જાતિઓના પક્ષીઓ રાખતો હતો .જેમાં સફેદ કોકાટુ, આફ્રિકન ગ્રે અને કોકાટીલ નામના 3 અલગ અલગ પક્ષીઓ હતાં. જેમાં કોકાટુની તો એક જોડના ભાવ જ ચાર લાખ સુધી હોય છે. ત્યારે આફ્રિકન ગ્રે પોપટનો ભાવ રૂપિયા 70,000 થી શરુ જ થાય છે. અન્ય જે પોપટ છે તે પાંચ હજાર સુધીના છે. આટલું જ નહીં, પરંતુ પોતાના ઘરમાં અન્ય વિવિધ પાલતું પ્રાણીઓ પણ રાખતો હતો. જેમાં સ્ટારવાળો જમીનના કાચબાનો પણ સમાવેશ થાય છે.

    તારીખ 28 ઓગસ્ટ 2020ના રોજ પોપટ ખરીદ્યા બાદ પણ પોસ્ટ મૂકી હતી.

    પોતાની એક ફેસબુક પોસ્ટમાં કિરણ પટેલ મોબાઈલમાં રીંગ વગાડીને પોપટ સાથે રમી રહ્યો છે. આવી અનેક પોસ્ટ પોપટ સાથે રમવાની તેની સોશિયલ મીડિયા વોલ પર જોવા મળી રહી છે.

    જાણકારોનું માનવું છે કે આ તમામ પ્રજાતિના પોપટો સીધા બજારમાં ઉપલબ્ધ નથી હોતા, પરંતુ તેને ઓર્ડર આપીને મંગાવવા પડતા હોય છે. કિરણ પટેલ પોતાના આ શોખ પુરા કરવા માટે ઓર્ડર આપીને પોપટો મંગાવ્યા હતા. આ સિવાય પોતાના આલીશાન બંગલાની સામે મોંઘીદાટ કારો પાર્ક કરી રાખતો હતો, જેથી તેના ઘરે આવવાવાળા લોકો અંજાઈ જતા હતા. બાદમાં તેના ઠગીનો શિકાર બનતા હતા. 

    તમને જણાવી દઈએ કે કિરણ પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાનું ઠગ સામ્રાજ્ય ઉભું કર્યું હતું. લોકોમાં પોતે CMO અને PMO સાથે સીધો સંબંધ ધરાવે છે તેવી ઓળખ આપતો હતો. જમ્મુ કાશ્મીરમાં PMO ના અધિકારી તરીકે ઓળખ આપીને છ મહિના સુધી ત્યાં જલસા કર્યા હતા. બાદમાં સ્થાનિક પ્રશાસને તેને પકડી પડ્યો હતો. બાદમાં તેની બધી પોલો ખુલી હતી. તેની ધરપકડ બાદ રોજ નવા નવા ખુલાસો થઇ રહ્યા છે. ઘણા નેતાઓ, અધિકારીઓ અને સેલીબ્રીટીઓ પણ તેના કારસ્તાનોના ભોગ બની છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં