Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હું મોઢું ખોલીશ તો ધોતિયાં-પાયજામા પણ નહીં બચે’: નીતીશ-તેજસ્વી પર પ્રશાંત કિશોરનો...

    ‘હું મોઢું ખોલીશ તો ધોતિયાં-પાયજામા પણ નહીં બચે’: નીતીશ-તેજસ્વી પર પ્રશાંત કિશોરનો પ્રહાર, પૂછ્યું- પાર્ટી ચલાવવા પૈસા ક્યાંથી આવે છે?

    આ લોકોની સરકાર બનાવવામાં મારો પણ હાથ છે અને હું બધું જ જાણું છુ. જો હું મોઢું ખોલીશ તો બધાના ધોતિયાં-પાયજામા ઉતરી જશે: પ્રશાંત કિશોર

    - Advertisement -

    રાજનીતિના રણનીતિકારથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર આજકાલ બિહારમાં જન સૂરાજ યાત્રા પર નીકળ્યા છે. આ જન સુરાજ યાત્રા અંતર્ગત બિહારના મોતીહારી પહોંચ્યા હતા. મોતીહારીમાં પ્રશાંત કિશોર આક્રામક મુડમાં દેખાયા હતા. આ તબ્બકે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેજસ્વી યાદવને પ્રશાંત કિશોરે ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો હું મોઢું ખોલીશ તો કોઈના ધોતિયાં-પાયજામા નહીં બચે.”

    નોંધનીય છે કે, પ્રશાંત કિશોરે કલ્યાણપુર હાઈસ્કૂલમાં જન સૂરાજ યાત્રા દરમયાન સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, RJD અને નીતીશ કુમાર પાસે પાર્ટી ચલાવવા પૈસા ક્યાંથી આવી રહ્યા છે? મેં 6 રાજ્યોમાં સરકાર બનાવા મદદ કરી છે મને તે લોકો પૈસા આપી રહ્યા છે, આ લોકોએ પણ બતાવવું જોઈએ કે તેમની પાસે પાર્ટી ચલાવવા પૈસા ક્યાંથી આવી રહ્યા છે. આ લોકોની સરકાર બનાવવામાં મારો પણ હાથ છે અને હું બધું જ જાણું છુ. જો હું મોઢું ખોલીશ તો બધાના ધોતિયાં-પાયજામા ઉતરી જશે’.

    તેમણે ઉમેર્યું કે, “આજે દેશના 6 રાજ્યોમાં એવી સરકારો છે, જ્યાં મેં તેમને ચૂંટણી જીતવામાં મદદ કરી હતી, તેથી આજે અમે તેમની પાસેથી મદદ લઈ રહ્યા છીએ. જ્યારે હું દરેક ગલીમાં કહી રહ્યો છું કે જો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સાચો હશે તો હું તેને મદદ કરીશ, હું તેમને ચૂંટણી લડાવીશ. જો હું અમીર અને ખોટા લોકો પાસેથી પૈસા લઉં તો હું એ ગરીબોનો સાથ કેવી રીતે આપી શકું?”

    - Advertisement -

    જન સુરાજ યાત્રા દરમયાન મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોરે તેજસ્વી યાદવ અને નીતીશ કુમાર પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું, “આજે આરજેડી, જેડીયુના નેતાઓ જે બિહારના ગરીબ લોકોને લૂંટીને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે તેઓ તેમનો જન્મદિવસ ચાર્ટર પ્લેનમાં મનાવી રહ્યા છે. પત્રકારો તેને કેમ ક્યારેય પૂછતા નથી કે તે આટલા પૈસા ક્યાંથી મેળવે છે? ખેર, મેં તો આ પાર્ટીઓ માટે કામ પણ કર્યું છે. અમારા દરેક કામ માટે પૈસા લેવામાં આવે છે અને ચેક દ્વારા આપવામાં આવે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં