આસામના પૂર પીડિતોની વ્હારે શિંદે જુથ આવ્યું છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે જૂથ દ્વારા આસામ પૂર પીડિતો માટે રૂ. 51 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ આસામના મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવશે. મહારાષ્ટ્ર શિવસેનાના બંડ પોકારનાર નેતા એકનાથ શિંદેએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે શિવસેનાના ધારાસભ્ય અને સાથી ધારાસભ્યોએ આસામ પુરની સ્થિતિમાં સહાય આપવાનો નિર્ણય લીધો છે.
आसाम मधील पूरग्रस्त बांधवांच्या मदतीसाठी शिवसेनेचे सर्व आमदार तसेच सहयोगी आमदारांच्या वतीने आसाम मुख्यमंत्री मदत निधीत 51 लाख रुपयांची मदत करण्याचा निर्णय.#ShivsenaMaharashtraWithAssam
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 29, 2022
આસામમાં સતત ભારે વરસાદને કારણે પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. રાજ્યમાં પૂરના કારણે 21 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 134 થઈ ગયો છે. દરમિયાન, વિનાશક પૂરને ધ્યાનમાં રાખીને, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મંગળવારે બજલી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને કાલડિયા નદીના પૂરને કારણે થયેલા નુકસાનને સમજવા માટે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ભબાનીપુર, બજલીના ચારાલપરા નયાપરાના પૂર પ્રભાવિત વિસ્તારોની પણ સમીક્ષા કરી હતી.
મીડિયા અહેવાલ મુજબ રાજ્યની મોટાભાગની નદીઓમાં મંગળવારે પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું હતું. જોરહાટ, નૌગાંવ જિલ્લાઓ અને બરાક ખીણમાં, માત્ર બ્રહ્મપુત્રા, કોપિલી અને બરાક નદીઓમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આસામમાં પૂરની ગંભીર સ્થિતિ જોઈને ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.
તે દરમિયાનજ બુધવારે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું હતું કે શિવસેનાના ધારાસભ્યો અને સહયોગીઓએ પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. એકનાથ શિંદે જૂથ આસામના ગુવાહાટીમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલ રેડિસન બ્લૂમાં ઘણા દિવસોથી રોકાઈ રહ્યો હતો.
ઉપરાંત એકનાથ શિંદે પોતાની ટીમના 4 ધારાસભ્યો સાથે પવિત્ર યાત્રાધામ માં કામાખ્યાદેવી પહોંચીને દર્શન કર્યા હતા, દર્શન નું કોઈ ખાસ પ્રયોજન પૂછવામાં આવતા શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની એકતા, અખંડીતતા અને શાંતિ માટે તેઓ દર્શન કરવા આવ્યાં હતા. એકનાથ શિંદે સાથે આ ટીમ આજે આસામથી ગોવા જવા રવાના થશે.
#BREAKING on #UddhavFloorTest | Ahead of floor test tomorrow, Eknath Shinde camp MLAs visit Kamakhya temple in Guwahati. Tune in here to watch – https://t.co/Jg2iBeTxkH pic.twitter.com/gxHa66cwDF
— Republic (@republic) June 29, 2022
આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ યોજાશે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વિધાનસભા સચિવને પત્ર લખીને આવતીકાલે સવારે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ગૃહમાં બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ક્રમમાં એકનાથ શિંદે જૂથના નેતાઓ આજે પહેલા ગોવા અને પછી આવતીકાલે મુંબઈ પહોંચવાના છે.