Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી દારુંકાંડમાં EDનો ખુલાસો: અનુચિત લાભો મેળવવા માટે દક્ષિણ ભારતના મળતિયાઓએ કેજરીવાલની...

    દિલ્હી દારુંકાંડમાં EDનો ખુલાસો: અનુચિત લાભો મેળવવા માટે દક્ષિણ ભારતના મળતિયાઓએ કેજરીવાલની પાર્ટીને 100 કરોડની લાંચ આપી હતી

    EDએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે દિલ્હીની કૌભાંડ વાળી નવી એક્સાઇઝ પોલિસીના કારણે સરકારી તિજોરીને કુલ રૂ. 2,873 કરોડનું નુકસાન થયું છે અને આ નીતિ AAP નેતાઓ દ્વારા લાગુ કરવામાં આવી હતી. આ નીતિ લાગુ થયા બાદ જે નુકસાન થયું તેમાં કેટલાક ભાગની રકમ સરકારી તિજોરીની હતી. નવી લીકર પોલીસીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો હતો.

    - Advertisement -

    દિલ્હી દારુંકાંડમાં EDનો નવો ખુલાસો સામે આવ્યાં બાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થાય તેવા અણસાર મળી રહ્યા છે, EDના ખુલાસા મુજબ અનુચિત લાભો મેળવવા માટે AAPને દક્ષિણ ભારતથી 100 કરોડની લાંચ મળી હતી. AAPને 100 કરોડની લાંચ આપવા વાળાઓમાં દક્ષીણ ભારતના કેટલાક મોટા માથાઓના નામ પણ સામે આવ્યાં છે.

    અહેવાલો મુજબ આમ આદમી પાર્ટી (AAP) સરકારમાં એક્સાઈઝ કૌભાંડને લઈને મોટો ખુલાસો થયો છે. દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં EDએ જણાવ્યું છે કે દક્ષિણ ભારતના કેટલાક અગ્રણી લોકોએ દારુના કારોબારમાં અનુચિત લાભ લેવા માટે દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકારને માટે લગભગ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.

    લાંચ આપવામાં દક્ષિણ ભારતના મોટા માથા શામેલ

    - Advertisement -

    ઇડીએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે ઉદ્યોગપતિ સમીર મહેન્દ્રુ અને AAPના સંચાર પ્રભારી વિજય નાયરે તેલંગાણાના વિધાન પરિષદના સભ્ય કવિતા, ઓંગોલ (આંધ્ર પ્રદેશ) મગુન્થાના સાંસદ શ્રીનિવાસુલુ રેડ્ડી (એમએસઆર), તેમના પુત્રો રાઘવ મગુન્થા અને સરથ રેડ્ડી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. હતી. આ લોકોને દક્ષિણનો સમૂહ કહેવામાં આવે છે.

    મહેન્દ્રુ અને નાયરે ઘડ્યું કાવતરું

    100 કરોડની લાંચની ચાર્જશીટમાં જણાવાયું છે કે મહેન્દ્રુ અને નાયરે દક્ષિણ ભારતમાંથી આ જૂથ સાથે મળીને ખૂબ જ કુશળતાથી લાંચ લેવા માટે એક જૂથ બનાવ્યું. EDએ ચાર્જશીટમાં તેમ પણ કહ્યું છે કે લાંચ માટે 100 કરોડની રકમ આપવામાં આવી હતી, જે મહેન્દ્રુની માલિકીના ક્ષેત્રોમાં ખુલ્લા કામકાજના નફાની આડમાં વસુલવામાં આવી હતી. આમ આદમી પાર્ટી વતી આ કૌભાંડમાં સંડોવાયેલા AAPના પ્રભારી વિજય નાયરને એક્સાઇઝ પોલિસીમાં અનુચિત લાભોના બદલામાં દક્ષિણ ભારતના જૂથ દ્વારા 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી.

    સરકારી તિજોરીને કરોડોનું નુકસાન

    EDએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે દિલ્હીની કૌભાંડ વાળી નવી એક્સાઇઝ પોલિસીના કારણે સરકારી તિજોરીને કુલ રૂ. 2,873 કરોડનું નુકસાન થયું છે અને આ નીતિ AAP નેતાઓ દ્વારા લાગુ કરવામાં આવી હતી. આ નીતિ લાગુ થયા બાદ જે નુકસાન થયું તેમાં કેટલાક ભાગની રકમ સરકારી તિજોરીની હતી. નવી લીકર પોલીસીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં