Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘દેશ છોડવાની ફિરાકમાં હતી જેકલીન ફર્નાન્ડિઝ’: મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ કર્યો ખુલાસો,...

    ‘દેશ છોડવાની ફિરાકમાં હતી જેકલીન ફર્નાન્ડિઝ’: મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ કર્યો ખુલાસો, કહ્યું- સબૂતો સાથે પણ છેડછાડ કરી

    ઇડીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન જેકલીનનું વર્તન યોગ્ય ન હતું અને જામીન આપવાથી તે પુરાવાઓ અને સાક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે.

    - Advertisement -

    મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સબંધિત કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને મળેલ વચગાળાના જામીનની મુદત તો વધારી દેવામાં આવી છે, પરંતુ ઇડીએ કોર્ટને જે જવાબ આપ્યો તેનાથી તેની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. એજન્સી ઇડી દ્વારા જેકલીનની જામીન અરજીનો વિરોધ કરતાં કહેવામાં આવ્યું કે, તે સબૂતો અને સાક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે. 

    ઇડીએ કોર્ટને જણાવ્યું કે અભિનેત્રી તપાસમાં હસ્તક્ષેપ કરી શકે છે. એજન્સીએ એમ પણ કહ્યું કે, અભિનેત્રી દેશ છોડીને ફરાર થવાની ફિરાકમાં હતી પરંતુ લુકઆઉટ નોટિસ જારી થવાના કારણે તેમ કરી શકી ન હતી. ઇડીએ એમ પણ કહ્યું કે, જેકલીને ક્યારેય તપાસમાં પૂરતો સહયોગ આપ્યો નથી. 

    ઇડીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન જેકલીનનું વર્તન યોગ્ય ન હતું અને જામીન આપવાથી તે પુરાવાઓ અને સાક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે. એજન્સીએ એમ પણ જણાવ્યું કે, અભિનેત્રીએ તેના મોબાઈલમાંથી ડેટા પણ ડીલીટ કર્યો હતો

    - Advertisement -

    કોર્ટમાં જવાબ દાખલ કરીને ઇડીએ જણાવ્યું કે, સુકેશ સાથે પરિચય થયા બાદ 10 જ દિવસમાં તેને સુકેશના ગુનાહિત ઇતિહાસ વિશે ખબર પડી ગઈ હતી. પરંતુ તેમ છતાં તેણે સબંધો ચાલુ રાખ્યા હતા. 

    જેકલીન ફર્નાન્ડિઝે કોર્ટમાં કરેલ જામીન અરજી પર આજરોજ પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અભિનેત્રી પણ હાજર રહી હતી. કોર્ટે અગાઉ તેને વચગાળાના જામીન આપ્યા હતા, જેની મુદત આગામી સુનાવણી સુધી એટલે કે 10 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે ઇડીને ચાર્જશીટ અને કેસ સાથે જોડાયેલા તમામ જરૂરી દસ્તાવેજો આપવાનો આદેશ આપ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે જેકલીન 200 કરોડની ઠગાઈના કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની નજીક હતી. અહેવાલોમાં તો એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તે સુકેશને પરણવા માંગતી હતી. સુકેશે તેને કરોડો રૂપિયા અને અનેક મોંઘી ભેટ-સોગાદો આપ્યાનું તપાસમાં સામે આવી ચૂક્યું છે. સુકેશે જેકલીનને જ નહીં પરંતુ તેના પરિજનોને પણ પૈસા અને મોંઘી ગિફ્ટ આપી હોવાનું પણ સામે આવ્યું હતું. 

    આ મામલે ઇડી દ્વારા જેકલીન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવતાં અભિનેત્રીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા અને સાથે આગોતરા જામીનની અરજી પર પણ સુનાવણી હાથ ધરી હતી. જોકે, હાલ તે 10 નવેમ્બર સુધી ટાળી દેવાઈ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં