Thursday, November 21, 2024
More
    હોમપેજરાજકારણજે કાર્યવાહી પર ઉદ્ધવે મચાવ્યો હોબાળો, તે જ કાર્યવાહીમાં નીતિન ગડકરી, દેવેન્દ્ર...

    જે કાર્યવાહી પર ઉદ્ધવે મચાવ્યો હોબાળો, તે જ કાર્યવાહીમાં નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસે શાંતિપૂર્ણ રીતે આપ્યો સહયોગ: ભાજપે કહ્યું- બંધારણ માત્ર દેખાડા માટે નથી રાખવાનું

    દેવેન્દ્ર ફડણવીસનો વિડીયો શેર કરીને ભાજપે લખ્યું કે, "જવા દો, કેટલાક નેતાઓને દેખાડો કરવાની આદત હોય છે. બંધારણને માત્ર દેખાડા માટે નથી રાખવાનું, તેની બંધારણીય વ્યવસ્થાઓનું પાલન પણ કરવાનું હોય છે. અમારી તો બસ એટલી જ અપીલ છે કે, તમામ લોકોને બંધારણની માહિતી હોવી જોઈએ."

    - Advertisement -

    મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને (Assembly Elections) લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. તે સાથે જ ચૂંટણી પંચ (EC) પણ સક્રિયપણે પોતાની જવાબદારીનું વહન કરી રહ્યું છે. તે જ ઘટનાક્રમ અનુસાર, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) બાદ હવે ચૂંટણી પંચના અધિકારીઓએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની (Nitin Gadkari) પણ તપાસ કરી છે. જોકે, ઉદ્ધવની તપાસ કરતાં તેમણે મોટાપાયે હોબાળો કરી દીધો હતો અને અધિકારીઓએ ગર્ભિત ધમકી પણ આપી દીધી હતી, પરંતુ ભાજપના બંને દિગ્ગજ નેતાઓએ શાંતિપૂર્વક ચૂંટણી પંચના અધિકારીઓને કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો.

    મંગળવાર (12 નવેમ્બર)ના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવારના પ્રચાર માટે પહોંચ્યા હતા. દરમ્યાન ચૂંટણી પંચની ટીમ ત્યાં પહોંચી અને તેમના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે નીતિન ગડકરી શાંતિપૂર્વક કાર્યવાહીમાં સહયોગ આપતા પણ નજરે પડી રહ્યા હતા. આ ઘટના પહેલાં શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પણ તપાસ કરવામાં આવી હતી.

    દેવેન્દ્ર ફડણવીસ-ગડકરીની તપાસ શાંતિપૂર્વક, ઉદ્ધવે કરી દીધો હોબાળો

    ઉદ્ધવ ઉસ્માનાબાદમાં ઔસા બેઠક પર પ્રચાર કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન યવતમાલના વની એરપોર્ટ પર તેમના બેગની તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન જ ઉદ્ધવ ઠાકરે ચૂંટણી પંચના અધિકારીઓ પર ભડકી ઉઠ્યા હતા અને તેમને એલફેલ બોલવા લાગ્યા હતા. તેમણે શૌચાલય સુદ્ધાંની તપાસ કરવાનું કહી દીધું હતું અને ચૂંટણી પંચના અધિકારીઓને ગર્ભિત ધમકી પણ આપી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ તેમણે વિડીયો રેકોર્ડ કરીને વાયરલ પણ કર્યો હતો.

    - Advertisement -

    આ ઘટના બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ચૂંટણી પંચના અધિકારીઓ તેમના બેગની તપાસ કરતાં નજરે પડી રહ્યા છે. મહારાષ્ટ્ર ભાજપના ઓફિશિયલ X હેન્ડલ પરથી તે વિડીયોને શેર કરવામાં આવ્યો છે. તે વિડીયો 5 નવેમ્બરનો હોવાનું કહેવાય રહ્યું છે. એટલે ઉદ્ધવ ઠાકરે પહેલાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુદ્ધાંની તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં ભાજપના કોઈ નેતા કે કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી અને કોઈ હોબાળો પણ નથી થયો. પરંતુ ઉદ્ધવે હોબાળો કરતાં ભાજપે વિડીયો શેર કરીને બંને વચ્ચેનું અંતર દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

    સોશિયલ મીડિયા પર આ બંને ઘટનાઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ચૂંટણી પંચના અધિકારીઓએ એક તરફ ભાજપના બે મોટા નેતાઓની પણ તપાસ કરી છે તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની પણ તપાસ કરી છે. બંને ઘટનાઓમાં ભાજપના નેતાઓ શાંતિપૂર્વક સહયોગ આપતા દેખાઈ આવે છે અને ઉદ્ધવ ઠાકરે અધિકારીઓને ગર્ભિત ધમકી આપતા નજરે પડે છે.

    ‘બંધારણ માત્ર દેખાડા માટે નથી રાખવાનું’

    દેવેન્દ્ર ફડણવીસનો વિડીયો શેર કરીને ભાજપે લખ્યું કે, “જવા દો, કેટલાક નેતાઓને દેખાડો કરવાની આદત હોય છે. બંધારણને માત્ર દેખાડા માટે નથી રાખવાનું, તેની બંધારણીય વ્યવસ્થાઓનું પાલન પણ કરવાનું હોય છે. અમારી તો બસ એટલી જ અપીલ છે કે, તમામ લોકોને બંધારણની માહિતી હોવી જોઈએ.” આ સાથે જ તેમણે દેવેન્દ્ર ફડણવીસના ચેકિંગનો વિડીયો પણ જાહેર કર્યો હતો. ઉપરાંત બંને ઘટનાઓ વચ્ચેનો તફાવત પણ દર્શાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં