શુક્રવાર, 7 એપ્રિલના રોજ, એક 40 વર્ષીય પેસેન્જરે કથિત રીતે સવારે 7:56 વાગ્યે દિલ્હી-બેંગલુરુ ઈન્ડિગો ફ્લાઈટના ઈમરજન્સી ડોરનું લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે તે મુસાફર ભારે નશામાં હતો.
એરલાઈન્સના સત્તાવાર નિવેદન અનુસાર, દિલ્હીથી બેંગ્લોરની ફ્લાઈટ 6E 308માં મુસાફરી કરી રહેલા એક મુસાફરે નશાની હાલતમાં ઈમરજન્સી એક્ઝિટ ફ્લૅપ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. બોર્ડ પરના ક્રૂએ આ ઉલ્લંઘનની નોંધ લેતા કેપ્ટનને જાણ કરી, અને મુસાફરને યોગ્ય રીતે સાવચેત કરવામાં આવ્યો હતો.
There was no compromise on the safe operation of the said flight and the unruly passenger was handed over to CISF upon arrival in Bengaluru: IndiGo airlines
— ANI (@ANI) April 7, 2023
એરલાઈન્સે જણાવ્યું હતું કે દિલ્હીથી બેંગલુરુ ફ્લાઈટના સલામત સંચાલનમાં કોઈ બાંધછોડ કરવામાં આવી ન હતી અને બેકાબૂ મુસાફરને પાછળથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવ્યો હતો.
બેકાબુ મુસાફર, જેની ઓળખ આર પ્રતીક તરીકે કરવામાં આવી છે, તેને એરપોર્ટ પરિસરની અંદરની એસ્ટર હોસ્પિટલમાં બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો અને પરીક્ષણનું પરિણામ પોઝીટીવ હતું. CISFએ મુસાફરને પૂછપરછ માટે બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ (BIA)ને સોંપ્યો હતો.
ડીસીપી, નોર્થ ઈસ્ટ, અનૂપ શેટ્ટીના જણાવ્યા અનુસાર, આરોપી પેસેન્જર પર 290 (જાહેર ઉપદ્રવનું કારણ બને છે) અને 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકે છે) અને એરક્રાફ્ટ એક્ટની કલમ 11A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સહ-મુસાફર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે આરોપી મુસાફર સામે કેસ નોંધવામાં આવ્યો હતો, પોલીસે ઉમેર્યું હતું કે તપાસ ચાલુ છે અને તેને વધુ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે.
ફ્લાઈટમાં તાજેતરમાં થયા હતા પેશાબકાંડ
દિલ્હી-બેંગલુરુ ઈન્ડિગો ફ્લાઇટ પહેલા 26 નવેમ્બર 2022ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સવાર દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલી વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. આ ઘટના બાદ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. થોડા દિવસો બાદ મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એમ ચંદ્રશેખરનને ફરિયાદ કરી છે.
મહિલાએ એર ઈન્ડિયાને આપેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ આરોપી વિરુદ્ધ FIR નોંધી હતી અને ગયા શનિવારે બેંગલુરુથી તેની ધરપકડ કરી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે બેકાબૂ મુસાફરો સાથે વ્યવહાર કરવા માટે 2017ની સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR)માં સુધારો કરવો જોઈએ.
જે બાદ 8 જાન્યુઆરી 2023ના રોજ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર ડિપાર્ચર ગેટ 6ની સામે એક નશામાં ધૂત વ્યક્તિએ જાહેરમાં પેશાબ કર્યો હતો. આ મામલાની માહિતી મળતાં જ દિલ્હી પોલીસે આરોપીની જૌહર અલી ખાન ધરપકડ કરી હતી. જોકે, થોડા સમય બાદ બોન્ડ ભર્યા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.