Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતનો ધૈર્ય શ્રોફ બન્યો દેશનો સૌથી નાની વયનો ચેસ ખેલાડી, પાંચ વર્ષની...

    ગુજરાતનો ધૈર્ય શ્રોફ બન્યો દેશનો સૌથી નાની વયનો ચેસ ખેલાડી, પાંચ વર્ષની વયે પૂણેના સાર્થક દેશપાંડેનો રેકોર્ડ તોડ્યો

    વર્લ્ડ રેકિંગમાં ગુજરાતનો ધૈર્ય શ્રોફ બીજા ક્રમે છે. પાંચ વર્ષ, ચાર મહિના અને બે દિવસની ઉંમરે ધૈર્યએ પૂણેના સાર્થક દેશપાંડેનો રેકોર્ડ તોડ્યો છે.

    - Advertisement -

    ગુજરાતનો ધૈર્ય શ્રોફ (Dhairya Amit Shroff)ભારત દેશનો સૌથી યુવા વયનો રેટેડ ચેસ પ્લેયર બન્યો છે. જ્યારે વર્લ્ડ રેકિંગમાં ગુજરાતનો ધૈર્ય શ્રોફ બીજા ક્રમે છે. પાંચ વર્ષ, ચાર મહિના અને બે દિવસની ઉંમરે ધૈર્યએ પૂણેના સાર્થક દેશપાંડેનો રેકોર્ડ તોડ્યો છે. સાર્થક દેશપાંડે પાંચ વર્ષ અને 11 મહિનાની વયે સૌથી યુવા વયનો રેટેડ ચેસ પ્લેયર બન્યો હતો, હવે ગુજરાતનો ધૈર્ય શ્રોફ ભારતનો સૌથી નાની વયનો ચેસ પ્લેયર બન્યો છે.

    ચેસની વૈશ્વિક સંસ્થા FIDEના લોઝેન (Lausanne) સ્થિત હેડક્વાર્ટરે પણ ધૈર્ય ભારતનો સૌથી યુવા વયનો નામાંકિત ચેસ ખેલાડી અને દુનિયામાં બીજો સૌથી યુવા વયનો ખેલાડી હોવાની પુષ્ટિ કરી છે. ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)ના પ્રતિનિધિએ યુરોપના ડેટા પ્રાઈવસી રૂલને ટાંકીને દુનિયાના સૌથી નાની વયના રેટેડ ચેસ પ્લેયરની વિગતવાર માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો.

    ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) પ્રતિનિધિએ કહ્યું હતું કે, “દુનિયાના ટોચના યુવા રેટેડ ખેલાડીઓમાં FIDE રેટિંગ 1136 સાથે અઝરબાઈજાનની અમીરા ઈસ્માયીલોવા (Amira Azerbaijan), 1074 રેટિંગ સાથે ભારતના ધૈર્ય શ્રોફ, 1013 રેટિંગ સાથે ઈરાનના સેમ રામેઝાની (Sam Ramezani), 1310 રેટિંગ સાથે સર્બિયાના એન્ડ્રેજ બ્રેજિક (Andrej Brajic) અને 1369 રેટિંગ સાથે ફ્રાન્સના લૂકા (Luca Protopopescu)નો સમાવેશ થાય છે.”

    - Advertisement -

    ધૈર્ય કેવીરીતે બન્યો શતરંજનો મહારથી?

    ગત વર્ષે કોરાના મહામારીની બીજી લહેરના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે ધૈર્યને ચેસની રમત પ્રત્યે રૂચિ જાગી હતી. ધૈર્યના પિતા અમિત શ્રોફે અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે , “હું ઓનલાઈન ચેસ રમતો હતો ત્યારે ધૈર્ય ધ્યાનથી બેસીને મને જોતો હતો. એ વખતે તેની ઉંમર માત્ર ચાર વર્ષની હતી. શરૂઆતમાં આ બધું સામાન્ય લાગ્યું, પણ જે પ્રમાણે રમત જોવામાં તે એકાગ્રતા દેખાડતો તે અસામાન્ય હતું.

    મને રમતો જોઈને ધીમે ધીમે તેને પણ રસ જાગવા લાગ્યો. મેં તેને ગેમના નિયમો અને ચાલ વિશે સમજણ આપી અને તે ફટાફટ શીખી ગયો હતો.” રિપોર્ટ અનુસાર ધૈર્યએ ખૂબ ઝડપથી આ ગેમ શીખી લીધી હતી, ધીમે ધીમે તેણે આ રમતમાં એટલી કુશળતા હાંસલ કરી દીધી હતી કે તે દિવસ દરમિયાન તેના પિતાને ચેસ માં 12થી 14 ગેમમાં હરાવી દેતો હતો.આવનારા વર્ષોમાં ધૈર્ય શ્રોફ ઈન્ટરનેશનલ લેવલ પર રમે અને વિશ્વ ફલક પર ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરે તેવી તેના માતા પિતાની ઈચ્છા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં