DGCAની ઈન્ડિગોને ફટકાર પડી છે, વાત એમ છે કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઝારખંડની રાજધાની રાંચીમાં વિકલાંગ બાળકને ફ્લાઈટમાં બેસવાથી રોકવા બદલ ઈન્ડિગો એરલાઈન્સ પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. DGCAની ઈન્ડિગોને ફટકાર લગાવતા કહ્યું કે એરલાઇનના કર્મચારીઓનું વર્તન ખૂબ જ ખરાબ હતું, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
ડીજીસીએ એ કહ્યું છે કે વિશેષ સંજોગોમાં વધુ સારા પ્રતિસાદની જરૂર હોય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે માર્ગદર્શિકા બદલવામાં આવશે. ડીજીસીએના જણાવ્યા અનુસાર, “જો મામલો સહાનુભૂતિ સાથે સંભાળવામાં આવ્યો હોત, તો મામલો એ હદે વધ્યો ન હોત કે પેસેન્જરને બોર્ડિંગ કરવાની ના પાડી હોત.”
DGCA એ એમ પણ કહ્યું છે કે તે વિકલાંગ મુસાફરો માટે નાગરિક ઉડ્ડયન માર્ગદર્શિકામાં સુધારો કરશે અને ખાતરી કરશે કે આવા મુસાફરોને બોર્ડિંગનો ઇનકાર કરતા પહેલા એરપોર્ટ પર ડૉક્ટર અને પાઇલટ-ઇન-કમાન્ડની લેખિત સલાહ લેવામાં આવે છે.
Big Breaking: In view of this, the Competent Authority in DGCA has decided to impose a penalty of Rs. Five Lakhs on the airline under the provisions of the relevant Aircraft Rules. https://t.co/Qzdx7l603l
— Ashoke Raj (@Ashoke_Raj) May 28, 2022
DGCA એ એરલાઇન કંપનીને ખુલાસો માંગતી નોટિસ પણ ફટકાકરી છે. દંડ લાદતા પહેલા નિર્દેશાલયે તપાસના આદેશ આપ્યા હતા. મામલો 7 મેનો છે. આ દિવસે રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ચઢતા અટકાવવામાં આવ્યું હતું. જ્યારે આ મામલો વધુ બીચકયો ત્યારે એરલાઈન્સે કહ્યું કે બાળક ફ્લાઈટમાં ચઢવાને લઈને ગભરાયેલો હતો.
તો બીજીતરફ ઈન્ડિગો એરલાઈનના સીઈઓ રંજોય દત્તાનું કહેવું હતું કે બોર્ડિંગ સમયે બાળક ગભરાટમાં હતો તેથી એરપોર્ટ સ્ટાફે આ પગલું ભરવું પડ્યું. એરલાઈને જણાવ્યું હતું કે પરિવારને હોટલમાં રાખવામાં આવ્યો હતો અને બીજા દિવસે વહેલી સવારની ફ્લાઈટ દ્વારા તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા.
એવિએશન રેગ્યુલેટરી એજન્સી DGCA એ આખી પરિસ્થિતિની તપાસ કરવા અને તથ્યોની ખાતરી કરવા માટે ત્રણ સભ્યોની ટીમની રચના કરી હતી. આ ટીમ એક સપ્તાહમાં પુરાવા એકત્ર કરવા માટે રાંચી અને હૈદરાબાદ ગઈ હતી. તપાસ સમિતિના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ બાબતની નોંધ લીધી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેની સમગ્ર તપાસ તેમની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
There is zero tolerance towards such behaviour. No human being should have to go through this! Investigating the matter by myself, post which appropriate action will be taken. https://t.co/GJkeQcQ9iW
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 9, 2022
સરકાર અને નિયમનકારી સંસ્થાના કડક વલણને જોતા એરલાઇન કંપનીએ માફી માંગવાનો વારો આવ્યો હતો.