Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહિલાઓ સહિત હજુ પણ PFIના 2 લાખ સભ્યો સક્રિય, ચાર તબક્કામાં થાય...

    મહિલાઓ સહિત હજુ પણ PFIના 2 લાખ સભ્યો સક્રિય, ચાર તબક્કામાં થાય છે ટ્રેનિંગ: કાયમી સભ્યોને નિકાહની પણ નથી હોતી મંજૂરી

    તાજેતરમાં જ પ્રતિબંધિત કરવામાં આવેલ કટ્ટરપંથી સંગઠન PFIના હજુ પણ લાખો સભ્યો સક્રિય હોવાનું ખુલ્યું છે.

    - Advertisement -

    કટ્ટરપંથી ઈસ્લામવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી આ કટ્ટર ઈસ્લામિક સંગઠન વિશે સતત નવી માહિતીઓ સામે આવી રહી છે. તદનુસાર, આ કટ્ટરવાદી સંગઠને ગ્રામીણ વિસ્તારોમાં પણ પ્રવેશ કર્યો છે. હજુ પણ PFIના 2 લાખ સભ્યો સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહિલાઓ માટે અલગ ટુકડી છે. ઉપરાંત, સંસ્થાના કાયમી સભ્યોને લગ્ન કરવાની મંજૂરી ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

    દૈનિક ભાસ્કરના અહેવાલમાં આ હકીકતો સામે આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ માહિતી એકત્ર કરવા માટે PFIની તપાસ સાથે લાંબા સમયથી જોડાયેલા અધિકારીઓની સલાહ લેવામાં આવી છે. કટ્ટરપંથી સંગઠનના મહત્વના સ્થળોની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત PFIના 2 લાખ સભ્યો સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે.

    મળતા અહેવાલો અનુસાર PFIમાં ચાર તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જેઓ ત્રીજા તબક્કાની તાલીમમાંથી પસાર થવા માટે પસંદ કરવામાં આવ્યા હતા તેઓ કાયમી સભ્યો હતા. કટ્ટરપંથી વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે તેમને ઘરથી દૂર જવું પડતું હતું. તે તમામને આ બધાનો પગાર પણ મળતો હતો. આ ઉપરાંત અન્ય ખર્ચ પણ આ કટ્ટરપંથી સંસ્થાએ ઉઠાવ્યો હતો. સભ્યોની ધરપકડ બાદ સુપ્રીમ કોર્ટના વકીલો પણ તેમનું પ્રતિનિધિત્વ કરવા રોકાયેલા હતા.

    - Advertisement -

    તાલીમના બીજા તબક્કામાં કટ્ટરપંથી અનુયાયીઓ બનાવવાનું કાર્ય પૂરું પાડવામાં આવતું હતું. પોલીસ સાથેના ઘર્ષણમાં શું કરવું તેની પણ તાલીમ આપવામાં આવતી હતી. આ સમય દરમિયાન કેડરોને પણ પગાર મળતો હતો. માત્ર બિહારમાં જ પટના પોલીસે ફુલવારી શરીફમાં દરોડા પાડ્યા બાદ 15,000 કાર્યકરોને ટ્રેનિંગ લેવાનો ખુલાસો થયો હતો.

    તાલીમના છેલ્લા તબક્કામાં માત્ર 5% વિશિષ્ટ કેડરને વિદેશી નેટવર્ક બનાવવા માટે કાર્યરત કરવામાં આવ્યા હતા. તેમને અન્ય દેશો વગેરેમાંથી નાણાં એકત્ર કરવાનું કામ સોંપવામાં આવતું હતું. એક તપાસમાં તો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર સીરિયામાં ચાલી રહેલા યુદ્ધ માટે ભારતમાં ભરતી અભિયાન ચલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ભરતી અભિયાનમાં કેડર્સને હથિયાર હેન્ડલ કરવાની અને બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. પીએફઆઈ પર વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક દેશમાં ફેરવવાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં